13 બી નંબર એ ઘરનો છે જે 13મા માળ પર આવેલુ છે. આ નવા ઘરમાં મનોહર(આર.માધવન) પોતાના પરિવારની સાથે રહેવા માટે આવે છે. પહેલા દિવસે ઘરની બધી સ્ત્રીઓ ટીવી શો 'સબ સીરિયલ' જુએ છે અને તેમને આ કાર્યક્રમ ગમી જાય છે.
આ શો તેમને પોતાના જેવો લાગે છે. કારણ કે તેમાં બતાવવામાં આવે છે કે તેમની જેમ જ એ પરિવારના લોકો નવા ઘરમાં રહેવા આવે છે. તેઓ રોજ એ સીરિયલ જુએ છે અને એ શોમાઅં પરિવાર સાથે જે ઘટનાઓ ઘટે છે એવી જ ઘટનાઓ મનોહરના પરિવાર સાથે પણ થાય છે. આ બધી જ ઘટનાઓ સારી હોય છે તેથી બધા લોકો ખૂબ જ ખુશ થાય છે.
P.R
મનોહરનો પરિવાર ચિંતામાં ત્યારે પડે છે જ્યારે 'સબ સીરિયલ' શો ના પરિવારની સાથે ખરાબ થવા લાગે છે. શુ મનોહરના પરિવાર સાથે પણ ખરાબ થશે ? આવુ કેમ થઈ રહ્યુ છે ? કોણ છે આની પાછળ ? શુ મનોહર આ રહસ્ય ઉકેલી શકશે ? જાણવા માટે જુઓ '13 બી'.