rashifal-2026

વેલકમ : મસ્તી અને ખતરાથી ભરેલા લગ્ન

Webdunia
IFM
નિર્માતા : ફિરોજ એ. નાડિયાદવાળ ા
નિર્દેશક : અનીસ બજ્મી
સંગીત : હિમેશ રેશમિયા, આનંદ રાજ આનંદ, સાજિદ વાજિદ
કલાકાર : અક્ષય કુમાર, કૈટરિના કૈંફ, નાના પાટેકર, મલ્લિકા શેરાવત, અનિલ કપૂર, પરેશ રાવલ, ફિરોજ ખાન...

એક જ વર્ષ(2007)માં 3 જેટલી હીટ ફિલ્મો આપનાર અક્ષયની આગામી ફિલ્મ પણ બ્લોકબસ્ટર થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યાં છે. "નમસ્તે લંડન", "હે બેબી" અને "ભૂલભૂલૈયા"ની સફળતાથી અક્ષય આજકાલ સાતમા આસમાને વિરાજી રહ્યો છે. હવે તેની "વેલકમ" ફિલ્મ આવતા શુક્રવારે રીલીઝ થઈ રહી છે.

IFM
વેલકમ ફિલ્મમાં ડો. ઘુંઘરૂ એક નામી ડોકટર છે. જેમના જીવનનો એક જ ઉદ્દેશય છે કે તેના ભત્રીજા રાજાવ માટે એક સુંદર કન્યા શોધવી, જેની સાથે તેઓ રાજીવના લગ્ન કરાવી શકે. જેમાં શરત એ હતી કે છોકરીના વાલીઓ પ્રતિષ્ઠિત એટલે કે કિર્તીવાળા હોવા જોઇએ. એમના પરિવાર થી જેલ જવાનું તો દૂર તેઓએ પોલીસવાળાના મોઢા પણ ના જોયા હોવા જોઇએ. તેઓએ ઘણી છોકરીઓની મુલાકાત લીધી, પણ કોઇ પસંદ ના આવી. રાજીવે તો માની લીધું હતું કે આ જીવનમાં તેના લગ્ન જ નહીં થાય.

ઉદય શેટ્ટી એક અંડરવર્લ્ડ ડોન છે. એમનો પણ એક જ ઉદેશય છે કે એમની બહેન સંજના માટે યોગ્ય વરની શોધ છે. ઉદય પોતે એક ડોન છે, પણ તે એવો છોકરો શોધી રહ્યો છે જે સીધો-સાદો હોય. અપરાધથી તેનો દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હોય. તેને ધણા છોકરાઓ સાથે વાતચીત કરી, પણ જેવી એ છોકરાઓને ઉદયની અસલિયતની જાણ થઈ કે તેઓ ભાગી ગયા. સંજનાએ પણ આ જ માની લીધુ હતુ કે તેનું લગ્ન નહી થઈ શકે.

જે થવાનું છે એ તો થઈને જ રહેશે. રાજીવ અને સંજનાની મુલાકાત થઈ અને બંને એક-બીજાને દિલ દઈ બેઠા. એક પંડિતે બંનેની કુંડળીઓ પણ મેળવી દીધી. બંને પરિવારની મુલાકાત થઈ. સંજનાને જોઈ ડો. ઘુઁઘરુ ખૂબ ખુશ થયા. તેઓ સંજના જેવી છોકરીની શોધમાં જ હતા. ઉદયના મનને પણ રાજીવ ગમી ગયો.

હકીકતને કેટલી પણ સંતાડો તે સમય જતાં સામે આવી જ જાય છે. ડો. ઘૂઘરુને ખબર પડી જાય છે કે સંજનાનો પરિવાર ખૂબ જ ખતરનાક છે. તેનો ભાઈ ડોન છે. ઉદય ઘમકી આપે છે, મોતની બીક બતાવે છે પણ ડો. ઘૂઘરું રાજીવ-સંજનાના લગ્ન માટે મંજૂરી નથી આપતા.

IFM
વાર્તામાં ત્યારે એક વળાંક આવે છે જ્યારે ઈશિકા ઉર્ફ ઈશાની એંટ્રી થાય છે. તે પોતાની જાતને રાજીવની બાળપણની પ્રેમિકા બતાવે છે. તેનું કહેવું છે કે તેનુ અને રાજીવનું બાળપણમાંજ લગ્ન થઈ ગયુ હતુ. બીજી બાજુ રહસ્યની વાત તો એ હોય છે કે ઈશા પર ઉદય શેટ્ટી અને મજનૂભાઈ મરતા હોય છે. ફિલ્મમાં આરડીએક્સ પણ છે જેને ડોનનો બાપ કહેવામાં આવે છે.

કેવી રીતે થશે રાજીવ અને સંજનાનું લગ્ન ?
શુ ઈશાનું લગ્ન સાચે જ રાજીવ જોડે થયુ છે ?
ઈશા કોણી થશે ?
ઉદયની કે મજનૂભાઈની ?
આરડીએક્સનો આ લગ્નમાં શી ભૂમિકા છે ?
જુઓ 'વેલકમ'માં.

પાત્ર પરિચય
IFM
મજનૂભાઈ ( અનિલ કપૂર) : જરા વિચિત્ર છે મજનૂભાઈ. જે હાથથી પેંટીગ કરે છે તે જ હાથથી બંદૂક પણ ચલાવે છે. મજનૂ ભાઈની એક જ ઈચ્છા છે, પોતાના ભાઈની(ડોનની) બહેન સંજના માટે એક યોગ્ય વર શોધવો.


IFM
ઉદય શેટ્ટી ( નાના પાટેકર) : અભિનેતા બનવા માંગતો હતો પણ ડોન બની ગયો. ડોનના રૂપમાં પણ તે અભિનય કરવાનુ નથી ભૂલતો, ખાસ કરીને જ્યારે મગરમચ્છના આંસુ કાઢવાના હોય. આ ડોનની એક નબળાઈ છે તેની બહેન સંજના. તેઓ પોતાની બહેનને ખુશ રાખવા માટે કશુ પણ કરી શકે છે, પણ અપરાધને નથી છોડી શકતા.

IFM
રાજી વ - (અક્ષય કુમાર) સીધો સાદો અને આજ્ઞાકારી યુવાન. પોતાના અંકલની દરેક વાત માને છે. સંજનાને પહેલીવાર જોતાં જ તેનુ દિલ ચોરાય જાય છે, પણ જ્યારે તેણે જોયુ કે તેની ડ્રીમગર્લ તેના હાથથી નીકળતી જઈ રહી છે ત્યારે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે તેની અંદર કાંઈક કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ.

IFM
સંજન ા (કૈટરીના કૈફ) બહાદુર અને સુંદર. પોતાના ભાઈને પ્રાણોથી પણ વ્હાલી. જેનું દિલ રાજીવ પર આવી જાય છે. પોતાના ભાઈ અને રાજીવના અંકલ વચ્ચેની લડાઈને જોતા તેને લાગવા માંડ્યુ કે તે રાજીવને નહી પામી શકે.

IFM
ઈશિક ા(મલ્લિકા શેરાવત) પોતાની જાતને રાજીવની બાળપણની પ્રેમિકા અને પત્ની બતાવતી ઈશિકા ઉર્ફ ઈશા રાજીવની મુશ્કેલીઓ વધારી દે છે. ઈશા પર ઉદય અને મજનૂ બંને મરતા હોય છે. કોણ છે આ ઈશા ?


IFM
ડો. ઘૂઘરું ( પરેશ રાવળ) એક ડોક્ટરના રૂપમાં તેમની ખૂબ ઈજ્જત કરવામાં આવે છે. પોતાના ભત્રીજાને માટે સુંદર અને સુશીલ કન્યાની શોધમાં છે. સંજનાને પસંદ કરે છે અને જ્યારે તેના પરિવાર વિશે ખબર પડે છે તો તે પોતાની જાતને ઠગાયેલો અનુભવે છે. તેઓ મરવાનું પસંદ કરશે પણ, નમે નહી.

IFM
આરડીએક્ સ (ફિરોજ ખાન) પોતાના નામના મુજબ તેમનો સ્વભાવ પણ વિસ્ફોટક છે. બાદશાહની જેમ રહેનારા આરડીએક્સને સ્ટાઈલિશ જીંદગી ખૂબ પસંદ છે. તેમને માટે દુનિયામાં પોતાના પુત્ર લકી થી વધુ કશુ નથી.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Show comments