બેબો કાયમ પોતાની શરતો પર કામ કર્યુ છે. તેને તમે અકડૂ કહો કે ઘમંડી, પરંતુ જો તેમને કોઈ વાત પસંદ નથી આવતી તો તે તરત જ તેને બતાવી દે છે. ભલે પછી તેનાથી તેને નુકશાન કેમ ન થાય. કરણ જૌહર જેવા બોલીવુડના દિગ્ગજ નિર્માતાની ફિલ્મ એવુ કહીને છોડી શકે છે કે તેને તેની માર્કેટ પ્રાઈસ આપવામાં આવે. કરીનાના આ સાહસની પ્રશંસા તેના વિરોધી પણ કરે છે.
કરીનાનુ પર્સનલ જીવન પણ ખુલા પુસ્તકની જેવુ છે. તેણે કોઈ વાતને ક્યારેય છિપાવી નથી. જ્યારે શાહિદ કપૂર તેમના જીવનમાં હતા, ત્યારે પણ તેણે ખુલેઆમ કહ્યુ હતુ કે તે તેને પ્રેમ કરે છે. હવે છોટે નવાબ સેફ અલી ખાન સાથે તે ઈશ્ક લડાવી રહી છે, જે બે બાળકોનો બાપ છે અને કરીનાથી વયમાં 10 વર્શ મોટો છે. સેફરીનાની ગણતરી બોલીવુડના હોટ કપલ્સમાં થાય છે. બંને આ સમયે પોતાના કેરિયરમાં વ્યસ્ત છે અને હાલ લગ્ન કરવાની તેમની કોઈ યોજના નથી.
શાહરૂખ ખાનને કરીના કપૂર ખૂબ જ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે સ્ત્રીઓ સાથે શાહરૂખ ખાન ખૂબ જ શાલીનતાથી વર્તે છે. તે આ સમયે શાહરૂખની સાથે 'રો-વન' નામની ફિલ્મ કરી રહી છે. કપૂર ખાનદાન ખાવા-પીવા માટે જાણીતા છે, પરંતુ કરીનાએ માંસાહાર છોડી દીધુ છે. તે શુદ્ધ શાકાહારી ખાવામાં વિશ્વાસ કરે છે અને તેને પોતાની સાથે કામ કરનારા ઘણા કલાકારોને શાકાહારી બનાવી દીધા છે. તેને 'સેક્સિએસ્ટ વેજેટેરિયન સેલિબ્રિટી' તરીકે પણ પસંદ કરવામાં આવી.
પોતાના જીરો ફિગર માટે ચર્ચિત રહી ચૂકેલી બેબોએ પોતાના કેરિયરની શરૂઆતમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપી, પરંતુ તેમ છતા તેણે પોતાની માંગને બનાવી રાખી. રિફ્યૂજી, અશોકા, કભી ખુશી કભી ગમ, મેં પ્રેમકી દીવાની હું, ચમેલી, યુવા, એતરાજ, ઓંકારા, ડોન, જબ વી મેટ, ગોલમાલ રિટર્ન અને 3 ઈડિયટ્સ જેવી ચર્ચિત ફિલ્મ તે કરી ચુકી છે. આ સમયે તે ઘણી ફિલ્મો કરી રહી છે, જેમા રો-વન, ગોલમાલ 3, એજંટ વિનોદ, શોર્ટ ટર્મ શાદી મુખ્ય છે.