મલ્લિકા શેરાવતની ફિલ્મ 'હિસ્સ'ની છેલ્લા બે વર્ષોથી ચર્ચા છે અને હવે કંઈ આ ફિલ્મ રજૂ ત હવા જઈ રહી છે. મલ્લિકાને આશા છે કે આ ફિલ્મ તેના કેરિયરમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ અપાવશે.
પીડેટર્સ, વેનીલા, સ્કોય, હલ્ફ જેવી ચર્ચિત ફિલ્મોના મેકઅપનો જાદૂ જગાવનારા હોલીવુડના મેકઅપ અને સ્પેશ્યલ ઈફેક્ટ્સના જાદૂગર રોબર્ટ કુર્ટજમાને નાગિનને પડદા પર જીવંત બતાવવાની મહત્વની ભૂમિકા ભજવી છે.
તેમના મેકઅપની એટલી ચર્ચા હતી કે એક દિવસ શૂટિંગ જોવા મટે નિર્દેશક રામગોપા વર્મા 'હિસ્સ'ના સેટ પર આવી પહોચ્યા હતા. 'હિસ્સ'ની વાર્તા સદીઓ જૂની છે, પરંતુ મેકઅપ અને સ્પેશ્યલ ઈફેક્ટ્સની સાથે એક જુદા અંદાજમાં તેને રજૂ કરવામાં આવી છે.
ભારતના જંગલમાંથી અમેરિકન નાગરિક જોર્જ સ્ટેટ્સ એક નાગને પકડીને અમેરિકા લઈ જાય છે. નાગની સાથી જોર્જ સાથે બદલો લેવા માટે એક સેક્સી મહિલાનુ રૂપ લઈને અમેરિકા પહોંચી જાય છે. જંગલમાં રહેનરી આ નાગિન આધુનિક માણસ અને તેમની રીત-ભાતવાળી શહેરની સભ્યતાથી અજાણ છે.
બદલાની આગમાં તેના દિલમાં ભડકી રહી છે અને તે અમેરિકામાં પોતાના પ્રેમીની શોધ શરૂ કરે છે. રસ્તામાં આવનાર દરેક માણસ તેનો શિકાર બની જાય છે. મોતનુ તાંડવ શરૂ થઈ જાય છે. કેવી રીતે તે પોતાનો બદલો લેવામાં સફળ થાય છે, તે આ ફિલ્મનો સાર છે.
નિર્દેશક વિશે
ફિલ્મની નિર્દેશક જેનિફર લિંચ ચાર વખત ઓસ્કરને માટે નામાંકિત અને 2 વખત કૉન ફિલ્મ ફેસ્ટિવલની વિજેતા ડેવિડ લિચની પુત્રી છે. જેનિફર નિર્દેશિત અગાઉની ફિલ્મ કૉન ફિલ્મ સમારંભમાં પ્રશંસિત થઈ હતી. જેનિફરે ઈચ્છાધારી નાગણની સ્ટોરીને ફેંટાસીની સાથે રજૂ કરી છે.