Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિર્ફ : લાઈફ લુક્સ ગ્રીનર ઓન ધ અધર સાઈડ

Webdunia
P.R
નિર્માતા - સંજય કોટાડિયા, કનૂ પટેલ, ઘનશ્યામ પટેલ
નિર્દેશક : રંજતેશ નાયર
સંગીત : સોહેલ સેન, શિબાની કશ્યપ
કલાકાર : કેકે મેનન, મનીષા કોઈરાલા, પ્રવિણ ડંબાસ, સોનાલી કુલકર્ણી, રણબીર શૌરી, રિતુપર્ણા સેનગુપ્તા, અંકુર ખન્ના, નૌહીદ.

જિંદગીની તુલના આપણે હાઈ-વે સાથે કરી શકીએ છીએ, કારણકે હાઈ-વેની જેમ જીંદગીમાં પણ આપણે એ નથી જાણી શકતા કે હવે પછી આગળ શુ થવાને છે ? છતાં લોકો આશાવાદી હોય છે અને તેમની આઁખોમાં સપના હોય છે.

'
IFM
સિર્ફ' ફિલ્મમાં શહેરોની દોડભાગમાં જીવનારા લોકોની જીંદગી પર વ્યંગ્યાત્મક રીતે ઉંડો કટાક્ષ કર્યો છે. કેવી રીતે જીંદગીની ભાગ-દોડ અને સ્પીડ પરસ્પર વ્યવ્હાર પર અસર કરે છે. કેવી રીતે એક માણસની મુશ્કેલીઓ બીજાને માટે હાસ્યનુ કારણ બની જાય છે ?

આ ફિલ્મની વાર્તા ચાર જોડીઓની આસપાસ ફરે છે. આ જોડીઓ છે કેકે મેનન-મનીષા કોઈરાલા, રણબીર શૌરી-સોનાલી કુલકર્ણી, પ્રવીણ દબાસ-રિતુપર્ણા સેનગુપ્તા અને અંકુર ખન્ના-નૌહીદ સાયરસી.

આ બધા લોકો સમાજના જુદા જુદા વિભાગોમાંથી આવ્યા છે અને જીંદગીમાં કોઈ ને કોઈ ઉણપથી તેઓ દુ:ખી છે. કોઈની પાસે પૈસો છે તો પ્રેમ નથી, અને કોઈની પાસે પ્રેમ છે તો પૈસો નથી. એક જોડીનો પરસ્પર વિશ્વાસ તૂટી ગયો છે તો એક જોડીની પાસે એકબીજા માટે સમય નથી.

જીંદગીની યાત્રામાં ચાલતા એક વળાંક એવો આવે છે કે બધી જોડીઓ એકબીજાની સામે આવી જાય છે.
P.R

જીવનના આ વળાંક પર શુ બધા લોકો મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકશે ? શુ તેઓ મુશ્કેલીઓનો ઉકેલ કાઢી શકશે કે પછી જટિલતા તરફ વધુ ચાલ્યા જશે ? જાણવા માટે જુઓ 'સિર્ફ'

નિર્દેશકના વિશે -

રજતેશ નાયરની એક નિર્દેશકના રૂપમા આ પહેલી ફિલ્મ છે. તેઓ સહાયક નિર્દેશકના રૂપમાં રાજકુમાર સંતોષીની સાથે 'લજ્જા', 'પુકાર' અને 'ચાયના ગેટ'માં કામ કરી ચૂક્યા છે. રજતેશ કાર્યકારી નિર્માતા કેકે નાયરના પુત્ર છે. તેઓ દૂરદર્શન અને બિનસરકારી સંગઠનોને માટે કેટલાય વૃત્તચિત્રો બનાવી ચૂક્યા છે.

P.R
પોતાની ફિલ્મના વિશે રજતેશનુ કહેવુ છે કે 'આ ફિલ્મ બતાવે કે કે જ્યારે પણ આપણે બીજાની જીંદગીમાં ડોકિયુ કરીએ છીએ તો અમારી જીંદગીમાં ઘણી ઉણપો છે. જે આપણી પાસે છે તેનાથી આપણે કદી સંતુષ્ટ નથી થતા. નિરાશ થઈને હંમેશા આપણે એ જ વિચારીએ છીએ કે કશુ એવુ થઈ જાય કે આપણી જીંદગી બદલાઈને તેમની જીંદગી જેવી થઈ જાય.
' સિર્ફ'માં ચાર જોડીઓ છે. વિચારો જુદા જુદા હોવા છતાં બધાઈ વચ્ચે એક સમાનતા છે. તેઓ બધા આશાવાદી છે અને વિચારે છે કીક દિવસ બધુ ઠીક થઈ જશે'.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

અકબર-બીરબલની વાર્તા: દરેક વ્યક્તિ સમાન વિચારે છે

Gujarati Health Tips - સવારે પીળો પેશાબ આવવો એ આ અંગની સમસ્યાનો મોટો સંકેત, જાણો કારણ અને થઈ જાવ સાવધ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

Show comments