બોલીવુડમાં વિદેશી ફિલ્મોની નકલ કરી ચોરી છીપી રીતે ઘણી ફિલ્મો બની ચૂકી છે, પરંતુ હવે વાર્તા ચોરવી એટલી સરળ નથી રહી. તેથી હવે રાઈટ્સ ખરીદીને ફિલ્મો બનાવાઈ રહી છે. કરણ જૌહરની ફિલ્મ 'વી આર ફેમિલી' 'સ્ટેપમોમ' પર આધારિત છે અને નિયમ મુજબ રાઈટ્સ ખરીદીને બનાવાઈ છે.
માયા(કાજોલ)ને માટે ત્રણ બાળકો આલિયા, અંકુશ અને અંજલીથી વધુ જીંદગીમાં બીજી કોઈ વસ્તુ નથી. હંમેશા તેનુ ધ્યાન બાળકો પર રહે છે કે તેમનુ પાલનપોષણ વ્યવસ્થિત રીતે થાય. મુસીબત તેમનાથી દૂર રહે. માયાના પોતાના પતિ અમન(અર્જુન રામપાલ)સાથે છુટાછેડા થઈ ચૂક્યા છે, તેમ છતા તે ઈચ્છે છે કે અમન અને બાળકોની જીંદગી સરળતા પૂર્વક ચાલતી રહે. તે એક સુખી પરિવારની જેમ રહે.
એક દિવસ અમન પોતાની ગર્લફ્રેંડ શ્રેયા(કરીના કપૂર)સાથે માયાની મુલાકાત કરાવે છે. શ્રેયાને માટે પોતાનુ કેરિયર જ સર્વસ્વ છે. પરિવાર અને બાળકો વિશે તેને સમજ નથી. માયા સમજી જાય છે કે શ્રેયાને હજુ ઘણુ શીખવાનુ છે. ઘટનાક્રમ કંઈક એવો બને છે કે બંને સ્ત્રીઓ એક છત નીચે આવી જાય છે. બંને માટે ઘણી વિકટ સ્થિતિ ઉભી થઈ જાય છે. માયાને થોડો ત્યાગ કરવો પડી છે, જેથે બધા ગર્વથી કહી શકે કે વી આર ફેમિલી.