એક જેવા નામ હોવાને કારણે જીંદગીમાં કેવી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે, તેને આધાર બનાવી 'વન ટૂ થ્રી' ફિલ્મનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં લક્ષ્મીનારાયણ નામના ત્રણ પાત્ર છે.
લક્ષ્મી નારાયણ : પહેલો (તુષાર કપૂર)
IFM
આ એક માફિયા પરિવારનો સભ્ય છે, પણ પોતાની જાતને અત્યાર સુધી ખતરનાક સાબિત નથી કરી શક્યા. તેમની માઁ એવુ ઈચ્છે છે કે તેમનો પુત્ર થોડા મર્ડર કરે જેથી કરીને તે જીંદગીમાં સેટલ થઈ શકે છે.
લક્ષ્મીનારાયણ : બીજો (સુનીલ શેટ્ટી)
IFM
બીજા નંબરના લક્ષ્મીનારાયણ ખૂબ જ સીધા-સાદા અને કામની રીતસર કરવાનુ પસંદ કરે છે. તેમણે દાર્જિલિંગથી એમબીએ કર્યુ છે અને સદા પોતાના બોસને ખુશ કરવા તેમની ચમચાગીરી કર્યા કરે છે. તેઓ બે કાયદાનુ પાલન કરે છે.
1) બોસ હંમેશા સાચુ કહે છે 2) જો બોસ ખોટા હોય તો કાયદો નંબર એક જુઓ.
લક્ષ્મીનારાયણ : ત્રીજો (પરેશ રાવલ)
IFM
આ ભાઈ પહેલા ફૂટપાથ પર બેસીને અંડરવિયર વેચતા હતા. હવે તેમની ઈનર કપડાં બનાવવાની ફેક્ટરી છે. એવુ કહેવાય છે કે તેઓ માણસને એકવાર જોઈને જ તેના ઈનરની સાઈઝ બતાવી શકે છે.
વાર્તા કાંઈક આવી છે :
IFM
પાપા (મુકેશ તિવારી) નામના ડોન પાસેથી દસ કરોડ રૂપિયાના હીરા ચોરી લેવામાં આવ્યા છે. આ હીરા એકબીજાના પ્રેમમાં ખોવાયેલા બે પ્રેમી ચંદૂ (ઉપેન પટેલ) અને ચાઁદની(તનીષા)ના હાથમાં લાગી જાય છે. બંને આ હીરા એક જૂની ભંગાર કારમાં એવુ માનીને સંતાડી દે છે આ કાર તો કોઈ ખરીદે જ નહી.
પાપા પોતાના બે બેવકૂફ સાથીઓ અલબર્ટ (વ્રજેશ હિરજી) અને પિંટો (મનોજ પાહવા)ની સાથે આ હીરાની શોધમાં છે. તીખા સ્વભાવવાળી પોલીસ ઓફિસર માયાવતે ચારુલતા(નીતૂ ચંદ્રા) આ અપરાધિઓની પાછળ છે.
કેટલીય વાર હત્યાની કોશિશોમાં નિષ્ફળ રહી ચૂકેલા લક્ષ્મીનારાયણને (તુષાર કપૂર) પોતાની જાતને સાબિત કરવાની એક તક મળે છે. તેને પોંડિચેરીમાં એક હત્યા કરવાની સોપોરી મળે છે. તે પોંડિચેરીમાં આવેલ બ્લૂ ડાયમંડ નામની હોટલમાં રોકાય છે.
બીજા લસ્મીનારાયણ (સુનીલ શેટ્ટી)પણ આ હોટલમાં આવીને રોકાય છે. તે પોતાની બોસ લૈલા(સમીરા રેડ્ડી)ને માટે એક કાર ખરીદવા ત્યાં આવ્યા છે. લૈલાનો ઓટો શો રૂમ કર્જને કારણે બંધ પડવાની સ્થિતિમાં મુકાઈ ગયુ છે. તે પોતાનો શો રૂમ બચાવવા જૂની કાર ખરીદવાનુ અને વેચવાનુ કામ શરૂ કરી દે છે. લૈલાને ખબર નથી હોતી કે તે જે કાર ખરીદવાની છે તેમાં કરોડોના હીરા છે.
ત્રીજા લક્ષ્મીનારાયણ (પરેશ રાવલ) પણ તે જ હોટલમાં આવીને રોકાય છે. તે અહીંયા ઉભરતી ડિઝાઈનર જિયા(ઈશા દેઓલ) પાસેથી ઈનરની ડિઝાઈન લેવ્યા આવ્યા છે.
ત્રણે લક્ષ્મીનારાયણ એક જ જગ્યાએ એક જ સમયે આવીને રોકાયેલા છે. ત્રણે કોઈને કોઈની રાહ જોઈ રહ્યા છે. ત્રણેયને એક-એક ફોટો અને પત્ર મળે છે.
IFM
પહેલા લક્ષ્મીનારાયણને (તુષાર)ને ભૂલથી જિયાનો ફોટો મળી જાય છે. તે જિયાને મારવા પહોંચી જાય છે અને પોતે જ તેનો શિકાર બની જાય છે એટલે કે તેના પ્રેમમાં પડી જાય છે.
બીજા લક્ષ્મીનારાયણને (સુનીલ)ને પાપાનો ફોટો મળી જાય છે, જેને મારવાની સોપારી પહેલા લક્ષ્મીનારાયણને મળી હતી. બીજો લક્ષ્મીનારાયણ કાર લેવા માટે પાપાની પાસે પહોંચી જાય છે. પાપાને ખબર પડી જાય છે કે તેને કોઈ મારવા માટે આવવાનુ છે. તે આ બીજા લક્ષ્મીનારાયણને ધોઈ નાખે છે.
ત્રીજા લક્ષ્મીનારાયણ(પરેશ રાવલ)ને લૈલાનો ફોટો મળી જાય છે. તે તેની પાસે ઈનરની ડિઝાઈનની અંગે પૂછ-પરછ કરવાનુ શરૂ કરે છે.
આ દરમિયાન ચંદૂ અને ચાંદની તે કારનો સોદો અટકાવવાના પ્રયત્નો કરે છે જેમાં તેમને હીરા સંતાડ્યા છે. સંજોગો એવા ઉભા થઈ જાય છે કે હંસવુ રોકવુ મુશ્કેલ થઈ પડે છે.