આદિત્ય ચોપડાએ વાય ફિલ્મ્સ નામનુ એક નવુ બેનર બનાવ્યુ છે, જેના હેઠળ ટીનએજર્સ અને યુવાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવશે. આ ફિલ્મોના યુવા નિર્દેશકો દ્વારા બનાવવામાં આવશે અને મોટાભાગના નવા કલાકાર આ ફિલ્મોમાં જોવા મળશે. તાજેતરમાં લવ કા ધ એંડ, મુજસે ફ્રેંડશિપ કરોગે અને વાયરસ દીવાન જેવી ફિલ્મો બનાવવામાં આવી રહી છે, જેમાંથી લવ કા ધ એંડ 6 મેના રોજ રજૂ થશે.
રિયા(શ્રદ્ધા કપૂર)એક સામાન્ય છોકરી છે, જે લવ નંદા(તાહા શાહ)ને ખૂબ જ પ્રેમ કરે છે. લવ કોલેજનો સૌથી લોકપ્રિય છોકરો હોવાની સાથે સાથે એક શ્રીમંત પરિવારથી આવેલો છે. તેના 18માં જન્મદિવસની પૂર્વ સંધ્યા પર રિયા, લવની સાથે પોતાના રિલેશનને 'નેકસ્ટ લેવલ' પર લઈ જવાનો પ્લાન બનાવે છે.
રિયાને જાણ થાય છે કે લવ એટલો સારો છોકરો નથી, જેટલો તે સમજતી હતી. તે એ જાણીને ગુસ્સો કે દુ:ખી નથી થતી. પરંતુ લવને સબક શિખવાડવાનો નિર્ણય કરે છે. તે પણ એક જ રાતમાં પોતાના ખાસ મિત્રો સાથે. એ ક્રેજી નાઈટમાં છોકરીઓ પ્રેમ. જીંદગી , મૈત્રી વિશે કંઈક નવી વાતો જાણે છે.