રોહન એક સ ીધો અને સરલ વ્યક્તિ છે. ઓફિસમાં એ પોતાનુ કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરે છે. તેની પત્ની નેહા તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની દેખરેખ કરે છે.
એક દિવસ ચાર વર્ષ પછી રોહનને મુલાકાત પોતાના મિત્ર વિક્રમ સાથે થાય છે. વિકમ રંગીન મિજાજનો માણસ છે અને આ સમયે લવી તેની ગર્લફ્રેંડ છે. વિક્રમ અને લવીને રોહન એ જગ્યાએ બોલાવે છે જ્યા નેહા અને તેની પ્રથમ મુલાકાત થઈ હોય હતી. જ્યારે વિક્રમ ત્યાં પહોંચે છે તો એ નેહા પ્રત્યે આકર્ષાય છે
IFM
રોહનની ગેરહાજરીમાં વિક્રમ એકદિવસ તેના ઘરે પહોંચી જાય છે અને નેહાની નજીક આવવાના પ્રયત્નો કરે છે, નેહા તેના મનને જાણી જાય છે અને ગુસ્સે થઈને તેને ઘરેથી કાઢી મુકે છે.
કેટલાક દિવસો પછી રોહન, નેહ, લવી અને વિક્રમ એક ડિસ્કોથેકમાં જાય છે, જ્યા એક માણસ નેહાને છંછેડે છે. રોહન આ જોઈ ક્રોધે ભરાય છે અને તેની સાથે લડે છે. મારઘાડમાં પેલો માણસ મરી જાય છે.
વિક્રમ આ ઘટનાનો સાક્ષી છે અને તેની ગવાહીથી રોહન કઠોર સજાથી બચી શકે છે. નેહા સાથે વિક્રમ બદલો લેવા માંગે છે અને તેને આ ખૂબ જ સારી તક મળી છે. રોહનનો જીવ બચાવવાના બદલામાં એ નેહા આગળ એક શરત મૂકે છે કે તેને એક રાત તેની સાથે સૂવુ પડશે. નેહા શરત માની લે છે. નેહા અને વિક્રમને રોહન એક સાથે જોઈ લે છે અને એ બંને સાથે બદલો લેવા વ્યાકુળ થાય છે. બંનેને મારવાના ઉદ્દેશ્યથી એ એક યોજના બનાવે છે. જેના માટે તેઓ ગોવા જાય છે.
IFM
શુ રોહનને હકીકતની જાણ થશે ? શુ એ નેહાને માફ કરશે ? શુ એ બંને સાથે બદલો લેશે ?