અજય દેવગન અને કાજોલે હમણા સુધી હલચલ(1995), ગુંડારાજ(1995), ઈશ્ક (1997), પ્યાર તો હોના હી થા(1998), દિલ ક્યા કરે(1999) અને રાજૂ ચાચા (2000) માં સાથે કામ કર્યુ છે. બંનેની સાતમી ફિલ્મ 'યૂ, મી ઔર હમ' 11 એપ્રિલે રજૂ થવાની છે.
છેલ્લા આઠ વર્ષમાં કાજોલની એકમાત્ર ફિલ્મ 'ફના' રજૂ થઈ છે, આમ છતાં તે આજે પણ દર્શકોમાં એટલી જ લોકપ્રિય ક્છે. કાજોલના પ્રશંસકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
P.R
અજય દેવગનનુ નિર્દેશન 'યૂ,મી ઔર હમ'ની એક વધુ ખાસ વાત છે. આમ તો અજયની નિર્દેશકના રૂપમાં આ પહેલી ફિલ્મ છે, પણ દર્શકો જોવા માગે છે કે અજયે આ કેવા પ્રકારની ફિલ્મ બનાવી છે. આમિર ખાને નિર્દેશકના રૂપમાં પોતાની પરીક્ષા પાસ કરી લીધી છે, હવે અજયનો વારો છે.
અજય(અજય દેવગન) અને પિયા (કાજોલ)ની મુલાકાત એક ક્રૂજ પર થાય છે. પિયા જ્યારે અજય સમક્ષ ડ્રિંક રજૂ કરે છે ત્યારે તે પહેલીવાર પિયાને જુએ છે. અજયને દારૂ કરતા પણ વધુ પિયાનો નશો ચડી જાય છે.
તે તેને જોતાં જ તેનો દિવાનો બની જાય છે. કહેવા ખાતર તો આમ તે એક મનોવૈજ્ઞાનિક છે પણ પિયા તેના મગજમાં ઉથલ-પાથલ મચાવે છે.
તે પિયાને ઈમ્પ્રેશ કરવાના દરેક પ્રયત્નો કરે છે, પણ તેને પટાવવી એટલી સરળ નથી. તે અજયને પસંદ તો કરે છે, પરંતુ નિર્ણય લેતા પહેલા થોડો સમય માંગે છે. બંને વચ્ચે એક બંધન તો બંધાઈ જ જાય છે.
P.R
સમુદ્રની વચ્ચે બંનેની પ્રેમકથા શરૂ થઈ જાય છે, પણ મોજાઓ તેમનાથી વિરુધ્ધ દિશામાં જાય છે. આમ છતાં સમુદ્ર સાચા પ્રેમને દૂર નથી રાખી શકતો.
અજય અને પિયાએ પોતાના પ્રેમની કોઈ નિશાની નથી બનાવી. બની શકે કે તેમના નામ લોકો જલ્દી ભૂલી જાય. આમ છતાં તેમણે ઘણુ બધુ મેળવી લીધુ છે. તેમને એકબીજાના આત્માને પ્રેમ કર્યો અને જીવનમાં આટલુ પૂરતુ હોય છે.