વાત જ્યારે સમયની રોક અને કામ પ્રત્યે નિષ્ઠાની આવે છે તો લવલી સિંહનો કોઈ મુકાબલો નથી. તેને પોતાના કામ પર ગર્વ છે અને હંમેશા 100 ટકા આપે છે. લવલી સિંહને ખૂબ મોટા ઉદ્યોગપતિ સરતાજ રાણાની પુત્રી દિવ્યાની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
દિવ્યાના પડછાયાની જેમ લવલી સિંહ તેની સાથે જ જાય છે. તેના ઓવર પ્રોટેક્ટિવ સ્વભાવને કારણે દિવ્યા પરેશાન થઈ જાય છે. કોલેજમાં પોતાની સ્વતંત્રતા ભરી જીંદગી જીવવામાં તે લવલી સિંહને અવરોધ સમજે છે. કારણ કે લવલી સિંહ તેને ક્યારેય એકલો છોડતો નથી.
લવલીને રસ્તામાંથી હટાવવા દિવ્યા એક માસ્ટર પ્લાન બનાવે છે. નકલી પ્રેમની જાળ પાથરે છે. જેથી લવલી રોમાંસમાં વ્યસ્ત થઈ જાય અને દિવ્યા જે ઈચ્છે તે કરી શકે. લવલી સિંહ ખૂબ જ ટફ છે અને તેને મનાવવો સહેલો નથી. પણ દિવ્યા સફળ થઈ જાય છે.
ત્યારબાદ લવલીસિંહ એકદમ બદલાય જાય છે પણ પરિસ્થિતિઓ વિપરિત થઈ જાય છે. દિવ્યાને લવલી વિશે એવી વાતો ખબર પડે છે, જેના વિશે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે મુશ્કેલીમાં પડી જાય છે અને કોઈ નિર્ણય નથી લઈ શકતી. આ સાથે જ લવલી સિંહ પણ પોતાની જાતને છળ, કપટ અને અસત્યના જાળમાં સપડાયેલો સમજે છે. બોડીગાર્ડ નાદાનિયત, છળ, પ્રેમ, તાકત, જીંદગી અને મોતની સ્ટોરી છે.
નિર્દેશક વિશ ે - મલયાલમ અને તમિલ સિનેમામાં સિદ્દીકી એક મોટુ નામ છે. ઘણી હિટ ફિલ્મો દ્વારા તેમણે એક કથાકાર, પટકથા લેખક અને નિર્દેશકના રૂપમાં જોડાયેલા છે. હિન્દી ફિલ્મો હેરાફેરી, હલચલ, ભાગમભગ અને ઢોલ તેમની લખેલી વાર્તા પર જ આધારિત છે કેરિયરની શરૂઆતમાં તેમણે લાલ નામની વ્યક્તિની સાથે મળીને ફિલ્મો નિર્દેશિત કરી હતી, પરંતુ પાછળથી તેઓ અલગ થઈ ગયા. બોડીગાર્ડ તેમણે સૌ પહેલા મલયાલમમાં બનાવી પછી તમિલમાં. હવે તેમણે આને હિંદી અને તેલુગુમાં બનાવી છે. સિદ્દિકીનુ કહેવુ છે કે સલમાન ખાનના ચેહરાની માસુમિયત એ તેમને હિન્દીમાં બોડીગાર્ડ બનાવવાની પ્રેરણા આપી.