બુઢ્ઢા હોગા તેરા બાપ'મા મહાનાયક અમિતાભ બચ્ચન એ જ અંદાજમાં જોવા મળશે જેવા કે તેઓ 70 અને 80ના દાયકામાં બનનારી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. એંગ્રી યંગ મેનની જેમ, જે ગુસ્સાથી ભરેલો રહેતો હતો, તેની ચાલ ઢાલમાં સ્ટાઈલ જોવા મળતી હતી અને જે એકલો જ કોઈપણ હથિયાર વાગર 20-25ને ક્ષણમાં ધૂળ ભેગો કરતો હતો. નિર્દેશક પૂરી જગન્નાથએ બિગ બી ને એ જ અંદાજમાં રજૂ કર્યા છે.
અમિતાભે આ ફિલ્મમાં એક હિટમેનનુ પાત્ર ભજવ્યુ છે જે લાંબા સમયથી પેરિસમાં રહે છે. પોતાના અંતિમ કામને પુરૂ કરવા તે ભારત આવે છે. ભારતમાં તેનો સામનો તેના અતીત સાથે થાય છે. જ્યારબાદ તેનો મક્સદ બદલાય જાય છે.
ફિલ્મમાં અમિતાભનુ પાત્ર સુપરસ્ટાઈલિશ બતાવવામાં આવ્યુ છે. સ્કાર્ફ, જૈજી શર્ટ, ડિઝાઈનર ડેનિમ, બ્રાંડેડ ચશ્મા અને બે ઘડિયાળ પહેરેલા અમિતાભ હાર્લી ડેવિડસન બાઈક પર સવારી કરતા જોવા મળશે. દિલથી યુવા આ પાત્રનો એટીટ્યુડ જોવા લાયક રહેશે અને પોતાના એક્શનથી તેઓ સૌને ચકિત કરશે.