સન ઓફ સરદારના નિર્માતા અજય દેવગન છે અને તેણે પોતાની આ ફિલ્મ પર એટલો વિશ્વાસ છે કે દિવાળી પર તે યશરાજ ફિલ્મ્સની 'જબ તક હૈ જાન' સાથે સીધી ટક્કર લઈ રહી છે. આમ પણ દિવાળી અજય માટે લકી સાબિત થઈ છે.
સન ઓફ સરદારના નામથી જ સ્પષ્ટ છે કે આ પંજાબની સ્ટોરી છે. મહેમાનગતિમાં સરદારોનો કોઈ જવાબ નહી. પોતાની ઘરે આવેલ મહેમાનોનું તેઓ દિલથી સ્વાગત કરે છે. પણ જ્યારે વાત ગૌરવ અને સન્માનની આવે ત્યારે તેઓ તેને ગંભીરતાથી લે છે.
જસ્સી (અજય દેવગન) એક મસ્તમૌલા અને પ્રેમ વહેંચનારો સરદાર છે. લંડનમાં તે રહ છે. પંજાબમાં તે પોતાની જમીન વેચવા માટે આવે છે. અહી તેની મુલાકાત મીત(સોનાક્ષી સિન્હા) સાથ થાય છે. મીતને જોતા જ જસ્સી તેન પ્રેમ કરવા માંડે છે.
ઘટનાઓ એવી બને છે કે જસ્સીને મીતની ઘરે જવુ પડે છે. અહી તેની મુલાકાત બિલ્લૂ (સંજય દત્ત) સાથે થાય છે જે મીતના ઘરનો મુખિયા છે. કેટલીક ન વિચારેલી વાતો જસ્સી સાથે થાય છે, અને પછી ઉંદર-બિલ્લીની રમત શરૂ થાય છે. કન્ફ્યૂજનને કારણે ઘણી હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે અને દમદાર એક્શન જોવા મળે છે.