ડેંજરસ ઈશ્કથી કરિશ્મા કપૂર કમબેક કરી રહી છે. જો કે તે કમબેક શબ્દથી ચિડાય છે અને કહે છે કે તે લાંબી રજા પર હતી, બાળકોની દેખરેખ કરી રહી હતી. બાળકો હવે મોટા થઈ ગયા છે તેથી તે હવે કામ પર પરત ફરી છે.
ડેંજરસ ઈશ્કમાં સ્ટોરી છે સુપરમોડલ સંજના (કરિશ્મા કપૂર) અને રોહનની. રોહન એક ખૂબ જ મોટો બિઝનેસમેનનો પુત્ર છે સંજનાને પ્રેમ કરે છે. સોશલ સર્કિટમાં બંનેની જોડી ફેમસ છે. એક દિવસ રોહન અને સંજનાને પેરિસ જવાનુ હોય છે. પરંતુ છેલ્લી ઘડીએ સંજના પેરિસ જવાની ના પાડી દે છે. કારણ કે તેને એક ખૂબ જ મોટી મોડેલિંગની ઓફર મળે છે. તે રોહનને પણ જવા નથી દેતી. એટલા માટે નહી કે તે રોહન વગર રહી નથી શકતી પણ એટલા માટે કે તેને એવુ લાગે છે કે રોહનને ન જવા દેવો જોઈએ.
તેનુ આ સહજ જ્ઞાન રોહનને કિડનેપ થવાથી નથી રોકી શકતુ. અપહરણકર્તા સંજનાની જીંદગી મુશ્કેલીઓથી ભરે દે છે. કિડનેપર 50 કરોડની માંગ કરે છે અને પોલીસનું માનવુ છે કે આટલી મોટી રકમ આપવા છતા રોહનનો જીવ બચાવવો મુશ્કેલ છે. સમય વીતતો જાય છે અને રોહનને લાગે છે કે તે ધીરે ધીરે મોત તેની નિકટ આવી રહી છે.
અચાનક સંજનાને એક વિશેષ શક્તિનો અનુભવ થાય છે. તેને જુદા જુદા દ્રશ્યો દેખાય છે. ભૂતકાળના એ દ્રશ્યો જુદા જુદા સમયના છે. શરૂઆતમાં તો સંજના કંફ્યૂઝ થઈ જાય છે, પરંતુ ધીરે ધીરે તેને તેમાથી એક એવો ક્લૂ મળે છે જેના દ્વારા તે પોતાના બોયફ્રેંડ રોહનની જીંદગી બચાવી શકે છે.
શુ તે પોતાના ભવિષ્યને બચાવવા અતીતની યાત્રા કરશે ? આવુ કેવી રીતે શક્ય છે ? સંજનાની સાથે આવુ કેમ થાય છે ? આ બધા પ્રશ્નોના જવાબ છે 'ડેંજરસ ઈશ્ક'(થ્રીડી)માં.