'
ચક્રવ્યૂહ'ની સ્ટોરી છ પાત્રો, આદિત્ય ખાન (અર્જુન રામપાલ), કબીર (અભય દેઓલ), રેહા મેનન (ઈશા ગુપ્તા), રંજન (મનોજ વાજપેયી) જૂહી (અંજલી પાટીલ) અને ગોવિંદ સૂર્યવંશી (ઓમપુરી)ની આસપાસ ફરે છે.
આદિલ એક પોલીસ ઓફિસર છે અને જે પણ નિયમ તોડે છે તે તેનો દુશ્મન છે. તેની પત્ની રેહા ઈંટેલિજેંસ ઓફિસર છે. રંજન એક ક્રાંતિકારી છે. ગોવિંદ લંડનમાં ભણેલો છે. પણ તે કોઈ કોર્પોરેટનો લીડર હોવાને બદલે તે એક આંદોલનનો લીડર બને છે. કબીર એક વિદ્રોહી છે અને તે આદિલ માટે ગમે તે કરી શકે છે. ગરીબીમાં ઉછરેલ જૂહીને બંદૂક ઉઠાવ્યા વગર છુટકો નથી.
આ બધા એક એવા ચક્રવ્યૂહમાં છે. જેમા તેમની વફાદારી, સત્ય, પ્રેમ અને વિશ્વાસની પરીક્ષા પગલે પગલે થતી રહે છે.