બોલીવુડની મોટા ભાગની મહિલા નિર્દેશક આર્ટ સિનેમા બનાવે છે, કોમર્શિયલ ફિલ્મો બનાવનારી મહિલા નિર્દેશક એકાદ બે છે. જેમાં સૌથી ઉપર ફરાહ ખાનનુ નામ છે, જેમણે 'મે હું ના' અને 'ઓમ શાંતિ ઓમ' જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પોતાના ખાસ મિત્ર શાહરૂખ ને બદલે અક્ષય કુમાર તેમની ફિલ્મ તીસ માર ખાઁ ના હીરો છે.
આ ફિલ્મનો હીરો તબરેજ મિર્જા ખન એક ચોર છે. એવો ચોર જે સદીઓમાં એકાદ જન્મે છે. નિડર હોવાની સાથે સાથે એ એટલો બેશરમ છે કે શરમ પણ તેનાથી શરમાય છે. કેટલીય મોટી ચોરીઓ તે કરી ચૂક્યો છે. તે અને ડોલર, સોડા, બર્ગર જેવા નામવાળા તેની ગેંગના સાથી પોલીસને નચાવતા રહે છે.
નાની-મોટી ચોરી નથી. તીસ માર ખાનની જીંદગીની સૌથી મોટી ચોરી. તેને એંટિક પીસ ચોરવાના છે, જેની કિમંત છે પાંચ સો કરોડ રૂપિયા. એ પણ ચાલતી ટ્રેનમાં જેમા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત છે. તે આ પડકાર સ્વીકારી લે છે.
શુ ખાન પોતાના મિત્રો અને અભિનેત્રી બનવાનુ સ્વપ્ન જોતી પોતાની ગર્લફ્રેંડ અન્યાની સાથે ઈતિહાસની સૌથી મોટી ચોરી કરી શકશે ? તે પોતાની ચોરીને કેવી રીતે સફળ બનાવશે ? જાણવા માટે જોવી પડશે 'તીસ માર ખાઁ'.