આઠ વર્ષીય તહાન (પૂર્વ ભંડારા) પોતાના દાદા(વિક્ટર બેનર્જી), માં હબા(સારિકા) અને બહેન જોયા (સના શેખ)ની સાથે કાશ્મીરમાં રહે છે. આ બધા એ આશા સાથે જીવી રહ્યા છે કે એક દિવસ તહાનના પિતાજી આવશે જે ત્રણ વર્ષથી ગાયબ છે.
તહાનના દાદ ાન ા મૃત્યુ પછી જમીનદાર લાલાજી અંવે તેમના મેનેજર કુકા (રાહુલ ખન્ના) તહાનના પરિવારની સંપત્તિ લઈ લે છે, કારણ કે તહાનના પરિવારે તેમની પાસેથી કર્જ લીધુ હતુ. જેમાં તહાનનો પાલતૂ ગધેડાનો પણ સમાવેશ થાય છે.
બીરબલ વગર તહાનનુ જીવવુ મુશ્કેલ થઈ જાય છે. તેની જીંદગીનો એકમાત્ર ઉદ્દેશ્ય બીરબલને પાછો લાવવાનો છે. પૈસા કમાવવાના ઘણા પ્રયત્નો કર્યા પછી એક દિવસ તહાન લાલાજી પાસે પોતાનો ગધેડો પાછો માંગવા જાય છે.
P.R
તેને એ જાણીને ખૂબ જ દુ:ખ થાય છે કે લાલાએ સુભાન ડર (અનુપમ ખેર)ને બીરબલ વેચી દીધો છે. બીરબલને લઈને સુભાન એ પહાડોની પાછળ લઈ ગયો જ્યાંથી તહાનના પિતાજી આજ સુધી પરત નથી આવ્યા.
તહાન હિમંત નથી હારતો અને સુભાન સુધી જઈ પહોંચે છે પહેલા તો તહાનને સુભાન મહત્વ નથી આપતો પણ જ્યારે એ તહાનનો બીરબલ પ્રત્યે પ્રેમ જુએ છે તો તેનુ દિલ પીગળી જાય છે.
તહાનની મુશ્કેલીઓ હજુ પણ ઓછી નથી થઈ. સુભાન તેને જણાવે છે કે બીરબલને તેણે પોતાના આઠ વર્ષના અનાથ ભત્રીજાને ભેટમાં આપી દીધો છે. આ બાબતે તહાનની મદદ તેનો મદદગાર (રાહુલ બોસ) પણ નથી કરી શકતો.
P.R
નિરાશ તહાન ઘર તરફ પાછો ફરે છે. રસ્તામાં તેની મુલાકાત ઈદરીસ નામના છોકરા સાથે થાય છે. ઈદરીસને જ્યારે તહાનની કથા ખબર પડે છે તો તે તહાનને દિલાસો આપતા કહે છે કે બીરબલને પાછો લાવવા માટે તેણે જોઈએ તેવા પ્રયાસો નથી કર્યા. તહાનને ઈદરીસ કહે છે કે જો તહાન ઈદરીસની મદદ કરે તો એ બીરબલને પાછો લાવી શકે છે.
તહાને ફક્ત એક પાર્સલ પહાડીના પેલે પાર પહોંચાડવાનુ છે. તહાન તૈયાર થઈ જાય છે. ઈદરીસ તેને એક ગ્રેનેડ આપતા કહે છે કે સમય જતા એ બતાવશે કે તેનુ શુ કરવાનું છે.
શુ છે એ પાર્સલમાં ? ઈદરીસનો ઈરાદો શુ છે ? શુ તહાનને બીરબલ પરત મળશે ? જાણવા માટે જુઓ 'તહાન'.