Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીંદગી ન મિલેગી દોબારા

Webdunia
બેનર : ઈરોઝ ઈંટરનેશનલ મીડિયા લિ, એક્સેલ એંટરટેનમેંટ
નિર્માતા : રિતેશ સિંઘવાની, ફરહન અખ્તર
નિર્દેશક : જોયા અખ્તર
સંગીત : શંકર-એહસાન-લોય
કલાકાર : ઋત્વિક રોશન, કેટરીના કેફ, અભય દેઓલ, ફરહાન અખ્તર, કલ્કિ કોચલિન
રજૂઆત તારીખ - 15 જુલાઈ 2011
P.R

જીંદગી ના મિલેગી દોબારા ત્રણ મિત્રોની સ્ટોરી છે, જે રજાઓ મનાવવા માટે એક લાંબી યાત્રા પર નીકળ્યા છે. કબીર (અભય દેઓલ)અને નતાશાની પ્રથમ મુલાકાત 6 મહિના પહેલા જ થઈ હતી. એકબીજાને તેઓ એટલો પ્રેમ કરે છે કે તેમને સગાઈ કરી લીધી. હવે તેઓ લગ્ન કરવા માંગે છે. પરંતુ એ પહેલા કબીર પોતાના બે ખાસ મિત્રો ઈમરાન(ફરહાન અખ્તર)અને અર્જુન(ઋત્વિક રોશન)ની સાતેહ 3 અઠવાડિયાની લાંબી રોડ ટ્રિપ પર જવા માંગે છે.

P.R

4 વર્ષ પહેલા ત્રણેયે આવી યાત્રા વિશે કોલેજ પૂરી કરતી વખતે વિચાર્યુ હતુ, પરંતુ કોઈ કારણથી વાત ન બની શકી. કબીર પોતાની આ ઈચ્છાને પુરી કરવા માંગે છે. ઈમરાન તો માની જાય છે પણ અર્જુન પાસે સમય નથી. કબેર તેના પર દબાણ કરે છે. બ્લેકમેલ કરે છે ત્યારે અર્જુન તૈયાર થાય છે. ત્રણે આ લાંબી ટ્રિપને લઈને ખૂબ જ રોમાંચિત છે. ઘણી યોજનાઓ બનાવે છે. બર્સિલોનામાં એકત્ર થઈને તેઓ નીકળી પડે છે. આ દરમિયાન તેમની વચ્ચે મતભેદ થાય છે. એવા રહસ્ય ખુલે છે જે તેમના વિચારોને બદલી નાખે છે. કેટલીક શીખ તેમને શીખવા મળે છે. આ રજાઓ તેમની જીંદગીને કાયમ માટે બદલી નાખે છે.

P.R

નિર્દેશક વિશે :

જોયા અખ્તર દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મ 'લક બાય ચાંસ'(2009)ને બોક્સ ઓફિસ પર ભલે સફળતા ન મળી હોય પર્ટ્તુ આ ફિલ્મ દ્વારા તેમણે સાબિત કર્યુ કે તે પ્રતિભાશાળી છે અને ફિલ્મ બનાવવાની તક તેમને માત્ર એ માટે નથી મળી કે તેઓ જાવેદ અખ્તરની પુત્રી છે કે પછી ફરહાનની બહેન છે. જીંદગી ના મિલેગી દોબારાની ન તો ફક્ત સ્ટારકાસ્ટ પરંતુ વાર્તાની તાજગે પણ દર્શકો માટે આકર્ષણનુ કેન્દ્ર સાબિત થઈ શકે છે. ઋત્વિકની સાથે સાથે જોયા માટે પણ ફિલ્મની સફળતા મહત્વની છે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments