' જાને તૂ...યા જાને ના' એક એવી પ્રેમ સ્ટોરી છે, જેમાં સુખ-દુ:ખ, દિલનુ તૂટવુ, હાસ્યના ફુવારા, ગીતો અને મારધાડ પણ છે. ફિલ્મના નાયક છે જયસિંહ રાઠોર (ઈમરાન ખાન)અને નાયિકા અદિતિ મહંત(જેનેલિયા)
આ બંનેને જોઈને એવુ લાગે છે કે બંનેની જોડી સ્વર્ગની કોઈ પેસ્ટ્રી શોપમાં બનાવવામાં આવી છે. જય એક એવો રાજપૂત છે જે હિંસા પર વિશ્વાસ નથી કરતો. જયના વિરુધ્ધ અદિતિ ખૂબ જ અધીરી અને હિંસક છે. તમે કશુ પણ કરો પણ તેની સાથે દુશ્મની ન કરતા. તે તમારુ લોહી પી જશે. તમને ગાળો પણ સાંભળવા મળી શકે છે. તેની આ હિંસા ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી જય નથી આવી જતો. જય એક એવો વ્યક્તિ છે જે આ જંગલી બિલાડીને કાબૂમાં લાવી શકે છે.
અદિતિના આ વ્યવ્હારમાં જયને તેની કોઈ ભૂલ નથી લાગતી. તે અદિતિના મા-બાપને દોષી માને છે. બાળપણથી જ તેઓ તેને કંટ્રોલમાં રાખતા તો વાત આટલી હદે આગળ ન વધતી.
IFM
જયના અહિંસક વ્યવ્હારથી અદિતિ બિલકુલ અંજાતી નથી. તેના મુજબ તે અત્યાર સુધી જેટલા લોકોને મળી છે તેમા જય સૌથી વધારે ડરપોક છે. સફરજન અને સંતરા જેવા બંનેના જુદા જુદા સ્વભાવ છે.
વાર્તામાં થોડાંક પેચ પણ છે. રોતલૂ મનમાંને મનમા અદિતિને માટે રડે છે. બોમ્બસનુ દિલ જયને માટે ધડકે છે. જિગ્ગી અને શાલીનની પણ અલગ જ કથા છે.
ચાલો પાછા નજર નાખીએ જય અને અદિતિની વાર્તા તરફ. બંનેમાં ભલે ઘણુ અંતર હોય, પરંતુ તેમની જોડી 'મેડ ફોર ઈચ અધર' લાગે છે. આ વાત તેમના બધા મિત્રો જાણે છે. તેમના માતા-પિતા જાણે છે, પરંતુ શુ આ વાત જય અને અદિતિ જાણે છે ?
શુ બે વ્યક્તિ પોતાના દિલની હકીકત જાણી શકે છે ? તેઓ કેવી રીતે જાણશે પોતાના દિલની વાત સાચી છે ? તેમણે કેવી રીતે ખબર પડશે કે આ જ પ્રેમ છે ?
મ્યૂઝિકલ-રોમાંટિક-કોમેડીથી ભરેલી 'જાને તૂ...યા જાને ના'માં આ મોજ-મસ્તીથી ભરેલા પ્રસંગો બતાવવામાં આવ્યા છે.
પાત્ર-પરિચય જયસિંહ રાઠોર (ઈમરાન ખાન)
IFM
જયની જડ રાજસ્થાનમાં છે. તેણે બાળપણમાંજ પિતા ગુમાવ્યા છે. તેની મમ્મી સાવિત્રીએ તેને ઉછેર્યો. જયના પિતાના મૃત્યુ પછી સાવિત્રી રાજસ્થાન છોડી મુંબઈ આવી ગઈ. તે એક સામાજિક કાર્યકર્તા છે અને મનુષ્યના અધિકારો માટે લડે છે.
સાવિત્રીનુ માનવુ છે કે ભારતીય માતાઓ તેમના પુત્રોને બગાડવા માટે જવાબદાર હોય છે. જયને તેમને એટલો જ પ્રેમ કર્યો જેટલો જરૂરી હતો. બ્રેકફાસ્ટ બનાવવાથી લઈને કપડાં ધોવા સુધીનુ કામ જય પોતાના હાથથી જ કરે છે.
જયની જીંદગીનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે અદિતિ. પહેલી મુલાકાત પછી જ બંને સારા મિત્રો બની ગયા. બંનેને અલગ-અલગ ફરતા કોઈએ નથી જોયા. જ્યારે તેઓ સાથે નથી હોતા, તો ફોન પર એક બીજા સાથે વાતો કરી રહ્યા હોય છે.
અદિતિ મહંત (જેનેલિયા)
IFM
વાતો વાતોમાં અદિતિએ એક દિવસ જયને કહ્યુ હતુ કે તે જ્યારે નાની હતી ત્યારે તેના મિત્ર તેને 'કાલી બિલ્લી'કહીને હેરાન કરતો હતો. જયે તેમા થોડો સુધાર કરી દીધો અને તેને મ્યાઉંનુ નામ આપી દીધુ. જયને છોડી બીજુ કોઈ પણ આ નામથી બોલાવે તો અદિતિ તેનો જીવ પણ લઈ શકે છે.
અદિતિ જીંદગીની પૂરી મજા લે છે. તે સરળતાથી હસે છે, રડે છે અને ગુસ્સો તો નાક પર જ ચઢેલો રહે છે. તેને 'ટોમબોય'સમજવાની ભૂલ ન કરતા. તે ખૂબ જ આકર્ષક છે. અફેયરની તો વાત જ છોડો. દુનિયાવાળા આશ્ચર્ય કરે છે કે અદિતિની સાથે આટલા દિવસ રહેવા છતા જય જીવતો છે ?
એક વાત નક્કી છે કે કોઈએ પણ જયને હેરાન કર્યો તો અદિતિના રૂપમાં તેનો એક ખતરનાક દુશ્મન ઉભો થઈ જાય છે.