Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચક દે ઈંડિયા

Webdunia
નિર્માતા - આદિત્ય ચોપડા
નિર્દેશક - શિમીત અમીન
IFMIFM

સંગીત- સલીમ મર્ચેટ-સુલેમાન મર્ચેટ
કલાકાર - શાહરુખ ખાન

ભારતની રાષ્ટ્રીય રમ ત હોકીની દુર્દશા કોઈનાથી છીપાયેલી નથી. એક સમયે આ રમતમાં આપણો દેશ સર્વોચ્ય સ્થાન પર બીરાજમાન હતો. વર્ષો સુધી મળેલી સતત અસફળતાઓને કારણે સામાન્ય માણસનો મોહ હોકી પ્રત્ય ે ઓછ ો થ ઈ ગય ો છ ે.. યશરાજ ફિલ્મ્સએ પોતાની રમત પર આધારિત ફિલ્મમાં હોકીને પસંદગી આપી છે. શાહરુખ ખાન જેવા સુપરસ્ટારના જોડાવવાથી આ ફિલ્મનું વજન વધી ગયુ છે.

કબીર ખાન (શાહરુખ ખાન) કદી ભારતીય હોકી ટીમનો કપ્તાન હતો. તેને દુનિયાના શ્રેષ્ઠ સેંટર ફોરવર્ડમાંથી એક મનાતો હતો. આજે તેની કોઈ ઓળખાણ નથી. છતાં, હજુ પણ 'જે નથી થઈ શકતું તે જ કરવાનું છે" તેવી ભાવના તેની અંદર રહેલી છે.

પડકારો સ્વીકારવા એ દરેકના ગજાંની વાત નથી. કબીર એક એવો જ મુશ્કેલીથી ભરેલો પડકાર સ્વીકારે છે. તે ભારતીય મહિલા હોકી ટીમના કોચ બનવાના પ્રસ્તાવને સ્વીકાર કરે છે.

આ ટીમના કોચ બનવું એટલે કાંટાનો મુકુટ પહેરવા બરાબર છે. છોકરીઓની ટીમ આ રમતમાં ખૂબ નબળી છે. જુદા-જુદા રાજ્યોમાંથી આવેલી આ છોકરીઓમાં જોશ અને જનૂનની કમી છે. પોતાના દેશ માટે રમવું તે એક ગૌરવંની વાત હોય છે. પણ આ ગૌરવને કદાચ જ કદી આ છોકરીઓએ સમજ્યું હોય. તે તો ફક્ત એટલા માટે જ રમી રહી હતી કે રિટાયરમેંટ પછી તેમને પેંશન મળવાની શરુ થઈ જશે.

તે હોકીને પકડવી, બોલ પર નજર રાખવી, વિરોધીયોની નજર ચૂકાવવી વગેરે આ રમતના મૂળભૂત સિધ્ધાંતો જ ભૂલી ગઈ છે. તેઓ ફક્ત એટલું જ જાણે છે કે ટીમમાં તેમનું સ્થાન બની રહે.

તેમણે કદાચ જ આ ઉર્જા અને ઉત્સાહને અનુભવી હોય, જે ભારત તરફથી રમતી વખતે અનુભવાય છે. કોઈ ટ્રોફીને જીત્યાં પછી કેવું લાગે છે તે ટ્રોફી જીતીને જ જાણી શકાય છે.

' ચક દે ઈંડિયા' એક એવા કોચની વાર્તા છે જેણે ગર્તમાં ડૂબેલી ટીમને ફરીથી તૈયાર કરવાની છે. જીતવું શુ હોય છે તે તેમને શીખવવાનું છે. આ વાર્તા છે એકતા, અનુશાસન, ઈમાનદારી અને સમર્પણની.

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

Lemon pickle- લીંબુનું અથાણું

Kids Story- જ્ઞાની છોકરા અને રાજાની વાર્તા

Gujarati Health Tips - શિયાળામાં આ લોકોએ ગરમ ​​પાણીથી ન્હાવાની ન કરવી જોઈએ ભૂલ, નહીં તો થશે આ ગંભીર સમસ્યાઓ

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?

Show comments