કોલેજમાં રાજ મલ્હોત્રા (શાહિદ કપૂર) દરેક બાબતે નંબર વન છે. વાત પછી ભણવાની હોય કે રમતની કે પછી નાટકોની, પહેલો નંબર તો બસ રાજનો જ આવે. એવુ લાગે છે કે ટાઈમ મેગેજીનવાળા પોતાના કવરપેજ માટે તેને જ શોધી રહ્યા હોય.
ચાર વર્ષ પછી જ્યારે રાજ આર્કિટેક્ટનો અભ્યાસ કરીને કોલેજમાંથી બહાર નીકળ્યો તો તેના હાથમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીની ચમકતી ટ્રોફી હતી. બહારની દુનિયામાં પહેલો નંબર લાવવો સરળ નથી. રાજને પોતાની પ્રતિભાને લોકો સામે પ્રદર્શિત કરવાની એક તક મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો.
એક તો સંઘર્ષ અને તેના પર રાજનુ નસીબ તેનાથી રિસાઈ ગયુ. જ્યારે પણ તેની સાથે કાંઈક સારુ થવાનુ હોય છે, વાત બગડી જાય છે. જરૂરી કામ હોય તો એલાર્મ નહોતુ વાગતુ. નહાતી વખતે વચ્ચે શૉવરમાં પાણી આવતુ બંધ થઈ જતુ. જ્યારે કોઈ મહત્વપૂર્ણ માણસને મળવા જવાનુ હોય ત્યારે કાર સ્ટાર્ટ થવાની ના પાડી દેતી. કદી ડીલ કેંસલ થઈ જતી તો કદી ડીલ કરનારો જ આ દુનિયા છોડીને જતો રહેતો. દરેક વાતનુ પરિણામ ખરાબ જ આવતુ.
IFM
વાંકા નસીબ સાથે લડતાં-લડતાં રાજ હેરાન થઈ જાય છે. હારીને છેવટે તે ક્રિસ્ટલ બોલ રીડર હસીના બાનો જાન (જૂહી ચાવલા)ની શરણમાં આવે છે, જેથી તે તેણે આગળનો રસ્તો બતાવે.
હસીના જણાવે છે કે તેમનુ નસીબ બહુ જલ્દી ચમકવાનુ છે. તેના દરેક કામો સફળ થશે, પરંતુ ગ્રહો બદલવા માટે તેમણે લકી ચાર્મ શોધવો પડશે. આનાથી વધુ તેમને કશુ ન જણાવ્યુ. રાજ વિચારમાં પડી ગયો કે તેનો લકી ચાર્મ તેને કંઈ વસ્તુમાં મળશે.
અચાનક રાજની જીંદગીમાં બધુ વ્યવસ્થિત થવા માંડે છે. તે ટોપ બિલ્ડર સંજીવ ગિલ(ઓમપુરી)ને પ્રભાવિત કરી લે છે. સંજીવ તેને એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જવાબદારી સોંપે છે.
હવે વાત કરીએ પ્રિયા(વિદ્યા બાલન)ની. પ્રિયા ઉપરથી ભલે કઠોર લાગતી હોય, પરંતુ દિલની બહુ સારી છે. તેના થોડાક આદર્શ છે. જેમ કે દુનિયાને શ્રેષ્ઠ બનાવવી. આ દિશામાં તે એકલી જ લડી રહી છે. ખોટુ કે ખરાબ સિવાય તે બીજો કોઈ વિકલ્પ પસંદ નથી કરતી.
IFM
પ્રિયા જેવી છોકરીને પ્રભાવિત કરવામાં રાજ સફળ થાય છે. તે પ્રિયાનો વિશ્વવાસ મેળવવામાં સફળ થઈને એક એવા મસીહાનુ રૂપ રજૂ કરે છે જે તેનુ કમ્યુનિટી સેંટર તૂટવાથી બચાવી શકે છે.
શુ રાજને અજાણતાં જ તેનો લકી ચાર્મ મળી ગયો છે ? શુ ભાગ્યની દેવી તેના પર ખુશ થઈ ગઈ છે ? આ નવુ નસીબ તેને ક્યા લઈ જશે ? પ્રેમની ઉંચાઈઓ પર કે પછી સફળતાના શિખર પર ? આ તો ફક્ત 'કિસ્મત કનેક્શન' જોયા પછી જ ખબર પડશે.