Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ છે સ્મોગ અને અને આપણા શરીર પર તેની શુ અસર વર્તાય છે..

Webdunia
સોમવાર, 7 નવેમ્બર 2016 (16:33 IST)
ચીનની રાજધાનીમાં હવા એટલી ખરાબ થઈ ગઈ છે કે વૈજ્ઞાનિકોએ કહી દીધુ કે શહેર રહેવા લાયક જ નથી. બીજી બાજુ પેરિસમાં પણ વાયુ પ્રદૂષણનુ સ્તર એટલુ વધી ગયુ છે કે સરકારને કડક પગલા ઉઠાવવા પડ્યા છે. અહી સાર્વજનિક પરિવહન વ્યવસ્થાને ત્રણ દિવસ માટે મફત કરી દેવામાં આવી છે જેથી લોકો પોતાની કાર ઘર પર જ છોડી દે અને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત થાય. 
 
ઠંડી અને ગરમ હવાનું ચક્કર 
 
સ્મોગ શબ્દનો ઉપયોગ 20મી સદીની શરૂઆતથી થઈ રહ્યો છે. આ શબ્દ અંગ્રેજીના બે શબ્દો 'સ્મોક' અને  'ફૉગ' ને એક કરીને બન્યો છે. સામાન્ય રીતે જ્યારે ઠંડી હવા કોઈ ભીડભાડ વાળા સ્થાન પર પહોંચે છે ત્યારે સ્મૉગ બને છે.  ઠંડી હવા ભારે હોવાથી ત્યાના રહેવાશી વિસ્તારની ગરમ હવાના નીચે એક પરત બનાવી લે છે. ત્યારે એવુ લાગે છે જાણે કે ઠંડી હવાએ આખા શહેરને એક ધાબળાની જેમ લપેટી લીધુ છે. 
 
ગરમ હવા હંમેશા ઉપરની તરફ ઉઠવાનો પ્રયત્ન કરે છે અને થોડી જ વારમાં કોઈ વાસણના ઢાંકનની જેમ વ્યવ્હાર કરવા માંડે છે  થોડા જ સમયમાં હવાની આ બંને ગરમ અને ઠંડી પરત વચ્ચેની હરકતો રોકાય જાય છે.  આ વિશેષ ઉલટ પલટને કારણે સ્મૉગ બને છે અને આ કારણ છે કે ગરમી કરતા ઠંડીની ઋતુમાં સ્મૉગ વધુ સહેલાઈથી બની જાય છે. 
 
સ્મૉગ બનવાનુ બીજુ મોટુ કારણ છે પ્રદૂષણ. આજકાલ દરેક મોટુ શહેર વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યુ છે. ક્યાક ઉદ્યોગ ધંધા અને ગાડીઓમાંથી નીકળનારા ધુમાડા તો ક્યાક ચિમનીઓ.. બધુ મળીને હવામાં ઘણો બધો ધુમાડો છોડી રહ્યા છે. 
 
સીમા નક્કી કરવી જરૂરી 
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)ઘણા સમયથી ચેતાવણી આપતુ આવ્યુ છે કે સૂક્ષ્મ પર્ટિકુલેટ કણ, ઓજોન, નાઈટ્રોજન મોનોઓક્સાઈડ અને સલ્ફર ડાઈ ઓક્સાઈડ લોકોના આરોગ્ય માટે ખૂબ ખતરનાક છે. પાછલા વર્ષોમાં ડબલ્યૂએચઓએ વારેઘડીએ કહ્યુ છે કે આ હાનિકારક પદાર્થો માટે એક સીમા નક્કી કરવી જોઈએ નહી તો મોટા શહેરોમાં રહેનારા લોકોને ખૂબ નુકશાન થશે. 
 
શિયાળામાં જ્યારે સ્મૉગની ઋતુ ચાલી રહી હોય છે ત્યારે ગાડીઓના ધુમાડાથી હવામાં મળનારા સૂક્ષ્મ કણ ખૂબ મોટી સમસ્યા  ઉભી કરી દે છે. આ સૂક્ષ્મ કણની જાડાઈ લગભગ 2.5 માઈક્રોમીટર હોય છે અને પોતાના આટલા નાના આકારને કારણે આ શ્વાસ સાથે ફેફ્સામાં ઘુસી જાય છે અને પછી હ્રદયને પણ નુકશાન પહોંચાડે છે. 
 
 
ઈરાન - અહીનુ વાતાવરણ દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં નંબર વન છે. ધુમાડાની એટલી ખરાબ અસર છે કે અહી જીવનદર બીજા દેશ કરતા ઓછો છે. 
 
ગરમીમાં જ્યારે સ્મૉગ બને છે તો સૌથી મોટી સમસ્યા હોય છે ઓજોનની. કારના ધુમાડામાં જે નાઈટ્રોજન ઑક્સાઈડ અને હાઈડ્રોકાર્બન્સ હોય છે તે સૂર્યની રોશનીમાં રંગહીન ઓજોન ગેસમાં બદલાય જાય છે. ઓજોન ઉપરી વાતાવરણમાં એક રક્ષા પરત બનાવીને આપણને સૂર્યની હાનિકારક કિરણોથી બચાવે છે.  પણ જો એ જ ઓઝોન જો ઘરતીના કિનાર બનવા લાગે તો એ અમારે માટે ખૂબ જ ઝેરુલુ થઈ જાય છે. 
 
માર્ગ અકસ્માતથી પણ ખતરનાક -  જર્મનીમાં માઈંસના માક્સ પ્લાંક ઈંસ્ટીટ્યૂટના બેનેડિક્ટ શ્ટાઈલ કહે છે - મોટાભાગના લોકોને ખબર જ નથી કે સ્મૉગ હકીકતમાં કેટલો ખતરનાક હોય છે.  દર વર્ષે ફ્કત જર્મનીમાં જ 40,000થી વધુ પ્રદૂષણના કારણે થનારી બીમારીઓથી પોતાનો જીવ ગુમાવે છે. આ સંખ્યા રસ્તા પર થતી દુર્ઘટનામાં માર્યા જનારા લોકો કરતા પણ વધુ છે.  લાંબા સમય સુધી આ હાનિકારક પદાર્થોના સંપર્કમાં આવવાથી શ્વાસની ખતરનાક બીમારી, ફેફ્સાનુ કે મૂત્રાશયનુ કેંસર પણ થઈ શકે છે. 
 
આ ઉપરાંત ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં અનેક હાનિકારક કણ નીકળે છે.  હવાને સ્વચ્છ રાખવા માટે બર્લિન અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં  સરકારે ઓછા ઉત્સર્જન વાળા ક્ષેત્ર બનાવી દીધા છે.   છેલ્લા એક દસકામાં સાર્વજનિક વાહન વ્યવ્હારના સાધનોનો ખૂબ વિકાસ થયો છે.  સ્ટાઈલ કહે છે. વિકાસશીલ દેશોમાં વધુ લોકોએ સાઈકલનો ઉપયોગ કરવો જોઈએ.  આનાથી સમસ્યાનુ સમાધાન તો નહી થઈ જાય પણ આ એક શરૂઆત જરૂર રહેશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

વધુ જુઓ..

નવીનતમ

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

આગળનો લેખ
Show comments