Webdunia - Bharat's app for daily news and videos

Install App

હત્યાઓ પાછળ સેક્સ, પ્રેમ કે અનૈતિક સંબંધો

આરુષિ હત્યાકાંડમાં ડો.રાજેશને બચાવવા પત્નિ-પ્રેમિકાનો મેદાને જંગ

Webdunia
PTI

દેશની રાજધાની દિલ્હીના નોઈડામાં થયેલી 14 વર્ષની આરુષિની હત્યા પાછળ પ્રેમ તેમજ અફેર કારણભૂત છે તેવું પોલિસ કહી રહી છે તે સાચું પણ હોય અને ઉપજાવેલી વાત પણ હોય તે તો છેલ્લે ખબર પડશે જ પરંતુ ભારતમાં ઘણા મેટ્રો શહેરોમાં પ્રેમ અને સેક્સને કારણે ઘણી બધી હત્યાઓ થઇ ચુકી છે. આરુષિ ડબલ મર્ડર કેસની હકિકત શું છે તે જાણવું ખૂબજ અઘરૂ અને ગુચવડ ભર્યું લાગી રહ્યું છે. ત્યારે આપણે વિવિધ મુદ્દા પર ચર્ચા કરીએ..

જેની સાથે આરુષિના પિતા રાજેશ તલવારના લગ્નેત્તર સંબંધ હોવાની બાબત પોલિસ જણાવી રહી છે અને જેના કારણે રાજેશે પોતાની પૂત્રી આરુષિની હત્‍યા કરી હોવાનું પોલિસ માની રહી છે તે મહિલા ડોક્‍ટર અનિતા દુરાનીએ આજે પોલિસના આ તમામ આરોપને ખોટા અને પાયાવિહોણા બતાવ્‍યાં છે. અનિતાએ જણાવ્‍યું કે બન્ને પરિવારો વચ્‍ચે ખુબ સારા સંબંધો હતાં.
PTI

ગઈ કાલે પોલિસે આખા કેસની ઉલટતપાસ બાત જે તથ્‍યો રજૂ કર્યા તે બાબતે અનિતા અને તેના પતિ પ્રફુલ્લ દુરાનીએ આજે પત્રકારોને જણાવ્‍યું કે પોલિસે જે કઈ કહ્યુ તે અમારા માટે ખુબ જ આઘાતજનક છે. દરેક બાબત એક જૂઠ્ઠાણુ છે. વાતમાં કોઈ તથ્‍ય નથી. આ બધી બાબતો પાયાવિહોણી છે. ડેન્‍ટીસ્‍ટ દંપત્તિ તલવાર સાથે દવાખાનુ ચાલુ કરનાર ડોક્‍ટર દંપત્તિ દુરાનીએ જણાવ્‍યું કે પોલિસે તેમની કોઈ તપાસ કરી નથી. એકવાર પણ તેમની આ પૂછપરછમાં શામેલ કરાયા નથી.

અનિતા પોતે પણ ડેન્‍ટીસ્‍ટ છે. તે રાજેશ તલવારને 13-14 વર્ષથી જાણએ છે અને તેઓ પારિવારીક મિત્રો જેવા છે. અનિતાએ કહ્યું કે આરુષિ મારી પૂત્રી જેવી હતી. પોલિસ કોઈ પણ પુરાવા વગર આવા આરોપ કેવી રીતે મૂકી શકે? અનિતાએ વધુમાં જણાવ્‍યું હત્‍યાની એક રાત પહેલા તે દહેરાદુનમાં હતી અને બીજા દિવસે તેને સમાચાર મળ્‍યાં કે આરુષિની હત્‍યા થઈ ગઈ છે. તેને ખુબ આઘાત લાગ્‍યો અને તુરંત તલવાર પરિવારના ત્‍યાં પહોંચી ગઈ હતી.અનિતાના પતિ પ્રફુલ્લે જણાવ્‍યું કે આરુષિ તો અમારી પૂત્રી જેવી હતી. અમે અમારી પૂત્રીને પણ આરુષિ જે શાળામાં અભ્‍યાસ કરે છે ત્‍યાં જ મૂકી હતી. કેટલીય વાર હું બન્નેને સાથે શાળાએથી ઘરે લાવ્‍યો છું.
PTI

જ્યારે ઘણા સમય બાદ આજે પોતાની મોન અવસ્થા તોડનાર આરુષિની માતા નૂપુરે પોલિસને જણાવ્યું હતું કે, રાજેશ આ કેસમાં તદ્દન નિર્દોષ છે અને તેમને બચાવવામાં અને ઈન્સાફ માટે તેઓ લડત લડશે. નુપુરે રાજેશ તલવાર અને અનિતા દુરાની વચ્ચેના લગ્નેત્તર સંબંધને પણ ફગાવી દીધા હતાં. નુપુરે જણાવ્યું કે આ બધુ થવા છતાં હું એક વાત સ્પષ્ટ કરી દઉ કે આવું કઈ હતું જ નહી.

પોતાના પતિને બચાવવા મેદાને પડેલ નુપુરે જણાવ્યું કે પોલિસ જે રીતે કહે છે તે પ્રમાણે રાજેશ આરુષિ અને હેમરાજની હત્યા કરી જ ન શકે. તે ખુબ જ પ્રેમાળ પિતા હતો. આરુષિની હત્યા તેણે કરી હોવાનું વાત તદ્દન ખોટી છે. મને તો ખરેખર એવું હતું કે સારા કર્મોના કારણે આવો પરિવાર મળ્યો. મને કાનૂન તંત્રમાં વિશ્વાસ છે અને ભગવાનમાં પણ. નુપુર પોતે પણ ડેન્ટીસ્ટ છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે 2006ના વર્ષ દરમિયાન થયેલા બધી હત્યાઓ અને મનુષ્યવધોના મુખ્ય ત્રણ કારણો લવ-અફેર અને સેક્સ હતા. પંજાબ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં આ કારણોને લીધે સૌથી વધુ હત્યાઓ થાય છે.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં 10 ટકા હત્યાઓ વ્યક્તિગત દુશ્મનાવટને લીધે થાય છે. જ્યારે 8 ટકા હત્યાઓ જમીન વિવાદને લીધે તેમજ 7 ટકા હત્યાઓ પ્રેમ અને સેક્સ જેવી બાબતોને લીધે થાય છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 64 ટકા હત્યાઓ એવા કારણોને લીધે થાય છે જેને કોઈ ચોક્કસ વર્ગમાં વિભાજીત કરી શકાય તેમ નથી.

જો કે અહેવાલનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે પછાત રાજ્યોની સરખામણીમાં સમૃદ્ધ રાજ્યોમાં પ્રેમ, સેક્સ અને અફેરને કારણે થતી હત્યાઓનું પ્રમાણ વધારે છે. જ્યારે પછાત રાજ્યોમાં વ્યક્તિગત દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને થતી હત્યાઓનું પ્રમાણ વધારે છે. લવ-અફેર અને સેક્સને પાપે થતી હત્યાઓમાં દેશભરમાં પંજાબ, દિલ્હી, ગુજરાત, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર મોખરાનું સ્થાન ધરાવે છે.

આમ આરુષિ હત્યાકાંડમાં પોલિસ દ્વારા કહેવાતી ડો. રાજેશની પ્રેમિકા અને પત્ની બન્ને રાજેશને બચાવવા મેદાને પડી છે. ત્યારે પોલિસ શું કરી શકે છે અને હવે કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યું..

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

ગુજરાતી જોક્સ - તું બેઠો રહે

ગુજરાતી જોક્સ - એક ફૂલ કળી

butter chicken - પ્રેશર કૂકરમાં બટર ચિકન બનાવવાની આ ટિપ્સ કદાચ તમે નહીં જાણતા હોવ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો