Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યારે થશે આંતકનું એન્કાઉન્ટર !

કોણ કરશે આંતકવાદનો ખાતમો...

અલ્કેશ વ્યાસ
રવિવાર, 14 સપ્ટેમ્બર 2008 (17:13 IST)
PTIPTI
13 મી માર્ચ 2003ના દિવસે મુંબઇ થંભી ગયું. મુંબઇની દોડતી ધડકન એવી ટ્રેનના ફુરચે ફુરચો બોલી ગયા, 13 નિર્દોષ જીંદગી ભગવાનને પ્યારી થઇ. કેટલાય ઘાયલ થયા. આંતકીઓના બોમ્બ ધમાકા પછી મોટા બણગા ફુકતા રાજકારણીઓ, અધિકારીઓએ આંતકવાદીઓને કાબુમાં લેવાના મનસુબા ઘડ્યા. પરંતુ આ મનસુબા તો કામયાબ ના થયા પણ આંતકીઓની જાણે કે હિંમત ખુલી ગઇ છે. એક પછી એક શહેરમાં તેઓ ખેલી રહ્યા છે મોતનો ખેલ.
25 મી ઓગસ્ટે ફરી એક વાર મુંબઇ ધણધણી ઉઠ્યું..બે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટે હરતી ફરતી 60 જીંદગીઓને લાશમાં ફેરવી, મોતના આ તાંડવ પછી પણ જાણ કે આંતકીઓની શેતાની શાન ઠેકાણે ના આવી.
આસામ, નવી દિલ્હી, વારાણસી, મુંબઈ, માલેગાંવ, હૈદરાબાદ, જયપુર, બેંગલોર, અમદાવાદ અને 13મી સપ્ટેમ્બરે ફરી એકવાર પાટનગર ધ્રુજી ઉઠ્યું છે. શહેરના ત્રણ વિસ્તારમાં એક પછી એક થયેલા પાંચ ધડાકાઓમાં 25 મોત થયા છે જ્યારે 75થી વધુ ઘાયલ થયા.
દેશની આબરૂ ફરી એક વાર સંકટમાં મુકાઇ, દેશની ગુપ્તચર એજન્સીઓ, પોલીસની આંખોમાં ધુળ નાંખી આંતકીઓએ સરેઆમ આપણી આબરૂને ચીંથરેહાલ કરી છે. આમ છતાં આપણી સરકારી રેર્કડો એમની એમ વાગ્યા જ કરે છે. અમે એમ કરીશું તેમ કરીશું...! પરંતુ ક્યાં સુધી આમ નિર્દોષોની જીંદગી લૂંટાતી રહેશે...ક્યાં સુધી આપણે કાયરતા દેખાડતા રહીશું....ક્યાં સુધી નપાણી સરકારીના ભરોસે આપણી જિંદગી દાવ પર મુકતા રહીશું...
આપણી કાયરતાનો જ આ રાક્ષસો લાભ ઉઠાવી રહ્યા છે. આપણા ભાઇ-બહેનોને આ રીતે ઘવાયેલા ના જોવા હોય તો હવે કાયરતાને ગળે ટુંપો દેવો પડશે. મક્કમ બનવું પડશે. રાષ્ટ્રભક્તિ સાથે સમાજશક્તિનો અનોખો સમન્વય સાધવો પડશે. આંતકીઓનું નું અન્કાઉન્ટર કરવું પડશે ! કોણ કરશે આંતકીઓનું એન્કાઉન્ટર ? દેશને જરૂર છે આ માટે બાહોશ નેતા, બાહોશ અધિકારીઓ સાથોસાથ બાહોશ નાગરિકોની.... ક્યારે આગળ આવશે આવા નેતા, અધિકારી અને નાગરિકો દેશની લાજ બચાવવા, સમય તેમની રાહ જોઇ રહ્યો છે. તકેદારી એ રાખવાની છે કે ક્યાંક મોડુ ના થઇ જાય !!
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતાં બિલને મંજૂરી

Rishabh Pant -ઋષભ પંત બન્યા IPL ના નવા કિંગ, દસ વર્ષમાં પગાર રૂ. 1.90 કરોડથી વધીને રૂ. 27 કરોડ થયો

Show comments