Webdunia - Bharat's app for daily news and videos

Install App

આઈ વોન્ટ ટુ ફિલ ગુડ, કુછ સમજે ક્યા ડ્યુડ.........

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2015 (12:05 IST)
ફીલિંગ ગુડ, ...અહા  ... જિંદગી નાં તમામ પડતર પ્રશ્નો એકી જાટકે સોલ્વ થઇ જાય અને ઉપ કમિંગ નવી જિંદગી નું ચણતર આપની આશાઓ સપનાઓ અને ઈચ્છાઓ નાં આર્કિટેકચર મુજબ એવું તો શાનદા અને જાનદાર થાય કે જોવા વાળનું દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય, અને પછી નવી જિંદગીની ગાડી  પાટા પર એવી તો પુરપાટ દોડવા લાગે કે વળી તેનું રીમોન્ટ કંટ્રોલ પણ આપણી રુલ બૂક મુજબ કંટ્રોલ થાય, વાહ શું વાત છે.
 
આને કહેવાય ફિલ ગુડ...પણ આ તપ કોઈક સપના જેવી વાત લાગે બાકી અસલ જિંદગી માં તો  સ્ટ્રેસ હોય  ..ખૂણે ખૂણે ટ્વેંટી ટ્વેંટી ની મેચ હોય, હરદમ જાગતા રહેવાનું નહીતર સુતા જડ્પાઈ જવાનો ડર હોય, એક સાંધતા તેર તૂટે એવી અઘરી સીત્ચ્યુંએશન હોય,આવી જીવન ઘટમાળ માં કોઈ સોસીઅલ સાઈટ પર ફીલિંગ અપડેટ કરવાથી કે સોસીઅલ એપ ઉપર સ્ટેટસ પૂરવાથી કઈ આ ગુડ ફીલિંગ નો ગેપ જીવનમાં ફૂલફિલ થાયજ એવું જરૂરી નથી.
 
આમતો ફિલ ગુડ એ અંગ્રેજી ભાષાનું એક વિશેષણ છે.પણ આપણા જીવનમાં એ એક વિશેષ ક્ષણ થી જરાય પણ કમ નથી,લીટલ ડીફરન્સ એ રહે છે કે આપણે ફિલ ગુડ કહેવાથી, લખવાથી,વાંચવાથી,સમજવાથી ફિલ નથી કરી શકતા.
 
હા,એક વાત છે કે હમેશા આશાવાદી રહેતો મનુષ્ય દરેક વખતે પોતાના જીવનની દશા ને દિશા બંને 180 ડીગ્રી ઘૂમી અને જે દુખ અને તકલીફોની ઇન ફ્રન્ટ ઉભા છીએ તેને એકદમ પાછળ બેક સાઈડ માં ધકેલવા પ્રયત્નશીલ રહે છે.
 
ગુડ એટલે સરસ અને ફિલ એટલે અનુભવવું,બીજા અર્થમાં ફિલ એટલે ભરવું, એટલે એક સીધો મતલબ એવો લઇ શકાય કે જીવનમાં સરસ મજાનો અનુભવ ભરવો એટલે ફિલ ગુડ કરવું, ફિલ ગુડ એ એક એવું ફંક્શન છે કે જે આપણી પાસે છે, આ અનુભૂતિ ની એક એવી કુદરતી ગીફ્ટ છે જે તમે કોઈ પણ પ્લેસ પર હો તમને સ્વર્ગ નો અહેસાસ કરાવવા પુરતું છે.
 
 
જ્યારે દિલની ધડકન 60 થી 10 બીપીએમ(બીટ્સ પર મિનીટ ) નાં દરે ધડકી રહી હોય અને શરીર નું તાપમાન 37 અંશ સેલ્સીઅસ અને 98.6 ફેરનહીટ માં કાઉનટ થતું હોય (શરીર ની આદર્શ પરિસ્થિતિ) તેમજ મન નાં તરંગો શાંત થયા હોય. એક ઉમગ નું વાદળ જે બર્રોબર આપણી ઉપર વરસવા તૈયાર હોય, ધાર્યું પરિણામ કે ધારેલી
 વસ્તુ થઇ કે થવાના સંકેત હોય.બસ કૈક આવીજ પરિસ્થિતિ હોય છે ફિલ ગુડ ને ફિલ કરતી વખતે.
 
જીવનની અંધકાર વળી રાત ની સુંદર સોહામણી પ્રકાશવાળી સવાર છે ફિલ ગુડ, સુકાયેલા ગળા માટે ઠંડુ અને મધુર અમૃત જળ છે ફિલ ગુડ, જ્યારે નર્વસનેસ્સ માજા મુકે અને ડીપ્રેશન ફૂલ ફોર્મ માં બેટિંગ કરે ત્યારે એવા સમયે ડીપ્રેશન ને ક્લીન બોલ્ડ કરવા ફેકાયેલ બોલ છે ફિલ ગુડ, પણ ફિલ ગુડ થાય કેવી રીતે  ... અગાઉ  કહ્યું એમ કઈ બોલવા, લખવા,વાંચવા થી કે કલ્પના કરવાથી તો નથીજ થવાનું એ ફેકટ છે.
 
પણ અહી કેટલીક એવી એક્ટની વાત કરવી છે જે ખરેખર ફિલ ગુડ  પુરતી છે,
 
આપણા ભાગદોડ વાળા જીવનમાં  મન પણ ખુબજ તનાવ ભાર અનુભવે છે અને જ્યાં  દુખ, તકલીફ,પીડા, ભારોભાર ઠાંસી ઠાંસી ને ભર્યા છે એ દિમાગ માં ફિલ ગુડ જેવી કોમળ કળી કેમ એન્ટ્રી કરી શકશે, માટે જરૂર છે સર્વપ્રથમ ભાર હળવો કરવાની , અને મન ને હળવું કરવા માટે તમામ વસ્તુને લાઈટલી લેવાની આદત કેળવવી પડે, ધેર આર નથીંગ પરમેનન્ટ, આ દુનિયામાં કશુજ કાયમી નથી, પછી એ આપણી ચિંતા હોય કે ઘર નાં પાર્કિંગ માં ઉભેલી લકજરી કાર હોય, બધુજ ચાલ્યું જવાનું છે એક વાર, એવરીથીંગ મેળ ફોર લોસ્ટ,તમામ વસ્તુઓ નું સર્જન નાશ થવા માટે થયું છે, અને દરેક જવાનું છે, આજે નહિ તો કાલે, અને સાથે સમય પણ બદલવાનો છે અને પરિસ્થિતિ પણ બદલાવાની છે, તકલીફોની ગુંચ ઉકેલવાની છે અને સરળતામય હુંફાળો કોમળ દોરો હશે જેનાથી મનપસંદ આકાર માં કપડું બનાવવાનું છે, એક એવું કપડું જે આપણને સુંદરતા આપે અનુપમ સુંદરતા, કેવળ સુંદરતા  ..
 
તેથીજ, નેગેટીવ થોટ ને ગુડ બાય કહીને પોજીટીવીટી ની એન્ટ્રી લાઈફ માં ધૂમધડાકા ભેર થવા દેવી જોઈએ તો જીવનમાં ફિલ ગુડ થાય જ્યારે સવાલોના થોથાઓ આપણને ઘેરે છે, નિષ્ફળતા નો ડર આપણી ફરતે ઘૂમે  છે, ચિંતા નાં અઢળક કીડાઓ આપણી અંદર સળવળે છે, ત્યારે આ દરેક ને કિક મારીને આપણને તમામ માંથી છુટકારો અપાવનાર પરિબળ છે ફિલ ગુડ.
 
જીવનમાં આપણે અલગ અલગ પડાવ અલગ અલગ પરિસ્થિતિઓ માંથી પસાર થઈએ છીએ દરેક વખતે કાઈ બધુજ આપના હાથમાં હોય એવું જરૂરી નથી કે દરેક વખતે આપની ઈચ્છાઓ મુજબ થાય એવું પણ જરૂરી નથી, ઘણી બધી વખત લેટ ગો થી તો ઘણી બધી વખત ફોરગીવ થી તો ઘણી વખત ઇગનોર થી આપણે કોમ્પ્રોમાઇજ કરવું પડે છે, આ બધાની વચ્ચે આપણા જીવનનો છોડ જે કોમળ છે તે હર્યોભર્યો અને ખીલેલો રહે,ખુશ રહે,આનંદિત રહે, રીલેક્સ રહે,માટે જે પાણીની ધારા વહેવડાવવાની છે ફિલ ગુડ છે.
 
સમય નું ટીક ટોક વિધાઉટ એની ડોટ કન્ટીન્યુ ચાલુ છે, આપણે સુઈએ પણ એ દોડે છે, આપણે લાખ કોશિશે પણ જે રોકી નથી શકવાના તે સમય છે,દરેક દીવસ જીવનનો એક દિવસ ઓછો કરે છે જે સનાતન સત્ય છે, અને ઓછી થતી વસ્તુની કીમત હમેશા વધે છે તે મેનેજમેન્ટ સત્ય છે, તો જે દિવસો આપણા હાથ માંથી સરકતા જાય છે, તેના પ્રત્યે, તેની કલાકો ને ક્ષણો પ્રત્યે ફિલ ગુડ કરીને ટાટા બાય બાય કહીએ તો એમાં જરૂર ડહાપણ છે.
સદનસીબે આપણા ક્રિએટરે આપણને કોઈજ એવી સ્પ્સીઅલ ડીસકાઉન્ટ નથી કરી કે જ્યારે આપણે  ડાઉન થઈએ તૂટી  જઈએ કે હાર સ્વીકારીએ, રડવા  લાગીએ કે પડ્યા ત્યાં બેસી રહીએ કે ડર અનુભવીએ, આવા નેગેટીવ પાસા જીવનમાં ફિલ કરીએ ત્યારે સમય સ્ટોપ થાય અને આપણી રાહ જુએ, જ્યારે સમય સ્ટોપ નથી થતો તો શામાટે આપણે થઈએ અને તેથીજ જરૂર છે આ બધી નેગેટીવીટી ની ધૂળ ખંખેરી ફિલ ગુડ ની હુંફ અનુભવવાની.
 
સારું અનુભવવું એ એક એવી વસ્તુ છે કે જે નવું ક્રિએશન જન્માવે છે, જયારે આપને કોઈ એક સવાલનાં  ચિંતામાં હોઈએ ત્યારે વિજ્ઞાન કહે છે કે મગજ એક હદે સ્ટોપ થાય છે,અને બંધ મગજે સોલ્યુશન મળવું અશક્ય છે, જેથી સરવાળે પગ પર કુહાડી ફટકારવાના લોજીકનું અનુસરણ થાય છે, આના બદલે જો આપણે કોઈપણ ટેન્શન, ડીપ્રેશન, નાં સમયે સ્થિરતા રાખી શકીએ, મન ને ફિલ ગુડ કરાવવા સક્ષમ રહી શકીએ તો તમામ પ્રશ્નો નું સોલ્યુશન શોધવું ખુબજ સરળ થઇ પડે છે.
 
તેથી  પેલું કહે છે ને કે સીટ બેક, રીલેક્સ, રેડી,સ્ટેડી,પો  .... જીવનની એ સફર કે જે શરૂજ છે તેમાં નવી શરૂઆત કરો, અને ફિલ ગુડ કરો, બીજું શું ત્યારે  ....
 
Parth Anghan
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

વધુ જુઓ..

નવીનતમ

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

Show comments