Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુગંધ માટે માસુમો પશુઓની હત્યા

Webdunia
વ્હેલના આંતરડામાંથી નીકળતાં એક કિંમતી અવયવ એમ્બરગ્રિસનો ઉપયોગ પરફ્યુ મન ે ચોટાડવા માટે થાય છે. કેમકે આ બધા જ પરફ્યુમ પદાર્થોની અંદર સૌથી છેલ્લે ઉડે છે. હકીકતમાં આ સ્પર્મ વ્હેલ દ્વારા પોતાના ભોજનને પચાવવા માટે છોડવામાં આવતી પિત્ત છે. છાણ જેવો દેખાતો એક પદાર્થ જેના માટે પરફ્યૂમ કંપનીઓ દાવો કરે છે કે આ તેમના દ્વારા ઉલ્ટીથી બહાર કાઢી દેવામાં આવે છે અને પાણી પર તરતો રહે છે જ્યાર સુધી તેને માછીમારો દ્વારા એકઠો ન કરી લેવાય કે પછી તે જમીન પર ન પહોચી જાય.

આ એકદમ ખોટી વાત છે. પરફ્યૂમ ઉદ્યોગ કરનાર કોઈ વ્યક્તિ જેને પદાર્થના ટનની જરૂરિયાત હોય છે તે સમુદ્રના કિનારા પર જનાર ભાગ્યશાળી લોકોને વ્હેલની ઉલ્ટીના ટુકડાની રાહ નહિ જુએ. હકીકતમાં આ સ્પર્મ વ્હેલની હત્યા કરીને મેળવવામાં આવે છે જેની પર 1977માં આખા વિશ્વ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ નોર્વે અને જાપાન દ્વારા કરવામાં આવી રહ્યો છે.

જ્યાં ફ્રાંસ આ દેશો દ્વારા વ્હેલની હત્યા કરવાની નિંદા કરે છે ત્યાં વિશ્વમાં ફ્રાંસની પાસે જે એવી જ સુવિધા છે જ્યાં એમ્બરગ્રિસનું પ્રસંસ્કરણ થાય છે અને તે આ બંને દેશો પાસેથી ખરીદે છે. માંગ દર વર્ષે ચાર ટનની છે. એમ્બરગ્રિસ અમેરિકા અને ઓસ્ટ્રેલીયામાં વ્યાપાર હેતુ પ્રતિબંધિત છે પરંતુ યોરપાઈ પરફ્યુમ બનાવનાર તેવું બહાનું કરીને તેને વેચે છે કે આ તો જુનુ છે.

થોડીક એવી ફ્રેંચ કંપનિયો છે જે આખા વિશ્વની અંદર એમ્બરગ્રિસનો વ્યાપાર કરે છે. જો કે તેની પર ખુબ જ કડકાઈનો પ્રતિબંધ લાગેલો છે. સ્પર્મ વ્હેનને 1970માં સંકટાપન્ન પ્રજાતિ તરીકે ઘોષિત કરી દેવામાં આવી હતી.

અમેરિકામાં 1973માં એંડેંજર્ડ સ્પીશિસ એક્ટ પારિત થયા બાદ સ્પર્મ વ્હેલ તેમજ તેના ઉત્પાદોને થોડુક સંરક્ષણ મળી ગયું હતું.

કસ્તુરી મૃગ વ્યાપારનો એક અન્ય શિકાર છે. આ ખુબ જ સંકટાપન્ન છે. જે રીતે આનો શિકાર કરવામાં આવી રહ્યો છે તેને જોતા લાગે છે કે તે પાંચ વર્ષોમાં જ નામશેષ થઈ જશે.

આ શિંગડા વિનાના અને મોટા કાનવાળા એક નાના પ્રકારના હરણ હોય છે. દિવસ દરમિયાન તે જંગલની અંદર છુપાયેલ રહે છે અને રાત્રિના સમયે તે ચારો શોધવા માટે બહાર નીકળે છે. તેઓ હંમેશા ઝુંડમાં જ રહે છે. તેમાં નર પ્રજાતિમાં એક ગંધવાળી થેલી હોય છે તે ત્યારે સક્રિય થઈ જાય છે જ્યારે તેઓ બે વર્ષના હોય છે. આ થેલીને કસ્તુરીના નામથી ઓળખવામાં આવે છે. જે એક સુગંધિત પદાર્થ છોડે છે જેનો ઉપયોગ મૃગ માદાને આકર્ષવા માટે કરે છે. તેમાં દરેક કસ્તુરીનો ભાર લગભગ 15 ગ્રામ હોય છે. પરફ્યુમ ઉદ્યોગને આ નાની કસ્તુરીની જરૂરત હોય છે.

દરેક વર્ષે લગભગ 4000 વયસ્ક નર નરણોની હત્યા કરવામાં આવે છે ફક્ત ફ્રેંચ પરફ્યુમ ઉદ્યોગ જ વિશ્વની કસ્તુરીના 15 ટકાનો ઉપયોગ કરે છે. બધી જ કસ્તુરી મૃગ પ્રજાતિઓ 1980થી આંતરરાષ્ટ્રીય સાઈટીસ સમજુતિના લીધે સુરક્ષિત છે. આ છતાં પણ પાછલા 10 વર્ષોમાં એશિયાના બધા જ જંગલી જીવોની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે. 1986માં ભારતમાં 30,000 હતા અને આજે 3000 જ છે.

દરેક નર હરણ માટે ચાર થી પાંચ કસ્તુરી હરણને મારવામાં આવે છે. કેમકે એક કિલો કસ્તુરી મેળવવા માટે લગભગ ખુબ જ મોટા ગ્લૈડવાળા 40 હરણોની જરૂરત હોય છે જેનો અર્થ થયો કે લગભગ 160 હરણોની હત્યા. અવિધ શિકારી કસ્તુરી મૃગને પકડવા માટે સ્ટીલના તારનો ઉપયોગ કરે છે.

તેઓ જીવીત પશુને કાપીને ખોલી દે છે અને પછી તેને દર્દથી તડપતું જ મરવા માટે છોડી દેવામાં આવે છે. જેમ જેમ તેમની હત્યા કરવામાં આવી રહી છે તેમ તેમ તેમની સંખ્યા ઓછી થતી જાય છે. હવે તેમના શિકારમાં પણ વધારો થઈ રહ્યો છે કેમકે બધા જ ઘરડાં નરની હત્યા કરી દેવાઈ છે એટલા માટે યુવા નરોની હત્યા કરવામાં આવી રહી છે જેનાથી કસ્તુરીઓ આકાર નાનામાં નાનો મળી રહ્યો છે. જેનો અર્થ થયો કે સમાન વજન માટે વધારે નરની હત્યા.

સિંથેટિક્સ તેલ ખુબ જ સરળતાથી મળી રહે છે જે પશુઓમાંથી તેલની આવશ્યકતાને ખતમ કરવામાં મદદ કરે છે. પરંતુ જ્યાર સુધી તમે પરફ્યુમ ઉદ્યોગને આવું કરવાથી નહિ રોકો ત્યાર સુધી આ ક્રમ ચાલુ જ રહેશે. મે ક્યારેય પણ પરફ્યૂમનો ઉપયોગ નથી કર્યો શું તમારે તેની જરૂરિયાત છે.

મેનકા ગાંધી (લેખિકા સાંસદ તેમજ પર્યાવરણતજ્ઞ છે.)

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments