Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્રકારત્વએ શબ્દ ને બ્રહ્મનું અનુષ્ઠાન-તરૂણ

દેશની એકતા માટે હિમ્મત અને જીગરની જરૂર છે - શ્રી તરૂણ વિજય

Webdunia
શનિવાર, 17 મે 2008 (13:04 IST)
N.D

ઇન્દોરમાં નઇ દુનિયાના મહેમાન બનેલા વરિષ્ઠ પત્રકાર અને આરએસએસની વિચારધારણાવાળા મહેમાન સંપાદક શ્રી તરૂણ વિજયની દ્રષ્ટિએ પત્રકારત્વ શબ્દ અને બ્રહ્મનું અનુષ્ઠાન છે. તેઓની નજરમાં નઇ દુનિયા પત્રકારત્વનું તીર્થસ્થળ છે. તેઓ કહે છે કે, નઇદુનિયાએ ભાષાની શુદ્ધતા અને સંસ્કારોને સુરક્ષિત રાખવાનો ખૂબજ પ્રયત્ન કર્યો છે.

શ્રી તરૂણ વિજયે ગઇકાલ શુક્રવારે નઇ દુનિયાના કાર્યલયમાં થોડાક કલાકોની મુલાકાત લીધી હતી. તેઓએ વરિષ્ઠ સંપાદકો અને સંપાદકીય સહયોગિઓ સાથે આજના અખબાર વિષે લાંબી ચર્ચાઓ કરી હતી. વિજયના દ્રષ્ટિકોણથી આજે સંપાદકીય સંયોજનમાં ગામ અને ગ્રામીણોને પણ કેન્દ્રબિન્દુમાં રાખવા જોઇએ. તેઓનું માનવું છે કે શાહરૂખ ખાન, પી.ચિદ્મબરમ, કે મનમોહનસિંહને જે મહત્વ મળે છે તેવું જ મહત્વ કોઇ ખેડૂત કે ગ્રામીણ લોકોને કેમ નથી આપવામાં આવતું.
N.D

દેશની એકત ા માટે હિમ્મત અને જીગ રની જરૂર છ ે - શ્રી તરૂણ વિજ ય
જયપુરની ઘટના બાદ સામાજિક એકતાએ દેશને એક નવો રસ્તો દેખાડયો છે. બોમ્બ ધડાકા કાયર ઓસામાના હાથોએ કર્યા, પરંતુ ગુલાબી શહેરમાં હિન્દૂ-મુસલમાનની ભારતીયતા, એક હિન્દૂસ્તાનની એકતા, હિમ્મતની સાથે અસરગ્રસ્તોને હિમ્મત દાખવી. રક્તદાન આપવામાં ઉત્સુક લાંબી લાઇનોમાં ઉભા રહેલા લોકો બીજુ કોઇ નહીં ભારતીયો હતા. તે લોકોના મોઢે એક જ વાત હતી. ચિંતા ના કરતા હમ સબ સાથ-સાથ હે. બસ બીજું શું જોઇએ? ઇસ્લામના નામ પર કાયરો છુપાયને બાળકો, મહિલાઓ અને પુરૂષોની હત્યાઓ કરનાર આંતકવાદીઓને હિન્દૂ-મુસ્લિમ એકતા જ તોડી નાખશે. અને આ જ એકતા તેઓની નામુરાદ જેહાદને દફન કરશે. જે ગત 20 વર્ષોમાં 60 હજારથી વધુ ભારતીઓની હત્યા કરી ચુક્યા છે.

જયપુરની આ એકતા જોઇને તાલિબાન આંતકવાદીઓ જરૂર નિરાશ થયા હશે. જે લોકો લાશોનો ધર્મ તપાસ કરીને નક્કી કરે છે કે શોકગ્રસ્ત થવું જોઇએ કે કહી દેવું જોઇએ કે હિન્દુઓએ જ ખુદ વિસ્ફોટ કરીને હિન્દૂઓની હત્યાઓ કરાવી, જેથી મુસ્લિમોને બદમાન કરી શકાય. ગોધરામાં પણ આવું જ થયું હતું. આતંકવાદેઓનો કોઇ ધર્મ નથી હોતો, પરંતુ તે પણ સાચુ છે કે જ્યાં સુધી સ્થાનિક લોકોની સહાયતા ના મળે ત્યાં સુધી તેઓ સફળ પણ ન થઇ શકે. આથી આંતકવાદીઓને સહાયતા આપનાર પણ એટલાજ ગુનેગાર બને છે અને તેઓને કડકમાં કડક સજા થવી જોઇએ. સંતોષની વાત એ છે કે હવે મુસ્લિમ સમાજમાંથી પણ ઘણા મુસલમાનો આતંકી જેહાદનો વિરોધ કરી રહ્યા છે. તેઓને આગળ લાવવા સન્માન મળ્વું જોઇએ. દુઃખની વાત તો એ છે કે જયપુર ધડાકાની દુઃખદ ઘટના પર પણ ઘણા કોંગ્રેસી રાજનેતાઓ રાજકારણનો ઉપયોગ કરીને રાજયના મુખ્યમંત્રી વસુંધરાજી પર કાદવ ઉછાળવાનું ના ચુક્યા. કોંગેસી પ્રવક્તા દ્વારા મુખ્યમંત્રી વસુંધરા રાજે પર થયેલી ટિપ્પણી - ભારતીય રાજકારણનું તે સ્વરૂપ દેખાડે છે કે જે પાર્ટીને દેશથી મોટી માનવામાં આવે છે. આ સમય વસુંધરા રાજેનું મનોબળ ને શક્તિ વધારવાનો છે, નહીં કે ચુનાવી રાજકારણ રમવાનો.

શબ્દોની હાટમાં વહેચાય રહેલા થાકેલા નિવેદનોની અસર હવે પલળેલા કાગળ-થી પણ નહીં થાય. જમ્મૂનું રઘુનાથ મંદિર, ગાઁધીનગરનું અક્ષરધામ મંદિર, કાશીનું સંકટમોચન મંદિર, સંસદ કે પછી યુ.પી કોર્ટ પરિસરમાં બોમ્બ ધડાકા વગેરે આતંકવાદી હમલા આતંકવાદીઓના મનોબળને વધારવાનું પરિચાયક છે. પરંતુ જે દેશમાં દેશદ્રોહી આતંકવાદીઓને સર્વોચ્ચ અદાલતના આદેશથી ફાંસી આપવામાં આવેલી, ત્યારે વોટબેંક માટેજ તેઓને બચાવવાની તરફેણ કરવામાં આવતી હોય, જયાઁ આતંકવાદીઓ વિરૂદ્ધ લડાઇ હિન્દૂસ્તાનીઓ લડાઇ છે તેવું માનવાને બદલે રાજકારણનો સહારો લઇને વોટબેક માટે મથતા આપણા રાજકારીણોએ કોઇ પણ હદે જવા તૈયાર છે. તે દેશ ઓર સરકારને 'કમજોર રાજય' કહેવામાં આવે છે.

ભારતને ભયમુક્ત કરવું જ પડશે, શું તેના માટે બધા રાજનૈતિક પાર્ટીઓ એમના વૈચારિક મદભેદોને ભુલીને 'વયં પંચાધિકમ શતમ'ની ભાવના પ્રગટ નહીં કરી શકે? જયપુરે તો આ ભાવના દેખાડી દીધી ત્યારે આજે પણ દિલ્હી કમજોર અને ગંદા રાજકારણમાં છુપાયેલી છે.

આપણે સૌપ્રથમ ભારતીય છીએ. રાજકારણ રંગ અને આસ્થાની ઓળખાણ એમની પછી છે. આ ભાવ આપણા કાર્યો થી પ્રગટ કરવાનો સમય આવી ગયો છે જો આજે નહીં થાય તો ક્યારેય નહીં થાય. શું એ સારૂ ના કહેવાત જયપુર ઘટનામાં શોકપ્રગટ કરવા ગયેલા આપણા રાજકારણીઓ સોનિયા, અડવાણી, રાજનાથસિંહ અને મનમોહનસિંહ એક સાથે જાત. અસરગ્રસ્તોના દુઃખોને દૂર કરતા અને આતંકવાદીને હરાવવાના હેતુને દ્રઢ રણનીતિ બનાવવા એક સાથે વિચારતા થયા હોત. શું આ દેશ બધાનો નથી ?

શ્રી તરૂણ વિજય

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments