Webdunia - Bharat's app for daily news and videos

Install App

આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?

સ્વાઈન ફ્લૂ સંબંધિત અમુક માહિતી

જનકસિંહ ઝાલા
સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ અસંખ્ય લોકો બની ચૂક્યાં છે.

W.D
W.D
ગુજરાતમાં એક એનઆરઆઈ દંપત્તિ પણ ખંડિત થયું છે. છેલ્લે ચેન્નઈમાં એક ચાર વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યાં બાદ આ જીવલેણ બીમારીનો મૃતાંક છ એ પહોંચી ગયો છે અને હજુ પણ આ આંકડો ઉપર જવાની શક્યતા છે.

આજે ઘણા બધા લોકો એવા છે જે સ્વાઈન ફ્લૂ વિષે જાણતા નથી. તાજેતરમાં નાગપુરના ઈંડિયન મેડિકલ એશોશિએસનને સ્વાઈન ફ્લૂ સંબધિત અમુક માહિતી રજૂ કરી હતી. જે હું વેબદુનિયા ગુજરાતીના માધ્યમ થકી આપ સુધી પહોંચાડી રહ્યો છું.

એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ?

એચવનએનવન ( H1N1) એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.

માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ ( H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ) માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.

એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસને બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.

* ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની
* વારંવાર ઉલટી થવી
* ચાલી ન શકવું, ક્રિયાપ્રતિક્રિયા ન આપવી
* મુંઝવણ અને વારંવાર રડવું
* તાવ અને શરદીનો ભોગ બનવું
* પૂરતું પ્રવાહી ન પીવું


વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો

* શ્વાસ લેવામાં પરેશાની
* પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ
* ગભરાહટ
* વારંવાર ઉલટી થવી
* અચાનક ચક્કર આવવા

તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?

W.D
W.D
એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.

હું મારી જાતને આ બીમારીથી કેવી રીતે બચાવી શકું ?

દુ:ખ સાથે કહેવું પડે છે કે, અત્યાર સુધી એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે અત્યાર સુધી કોઈ દવા બહાર પડી નથી. કેટલાક લોકો 'ટેમી ફ્લૂ' નામની દવા જરૂર વાપરે છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગનું કહે છે કે, જ્યારે આ રોગના લક્ષણો મળી આવે ત્યારે આ દવાઓનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ.

* જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.
* શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.
* બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.
* બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો
* જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલો જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.

હુ કેવી રીતે જાણી શકું કે, હું સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છું ?

તમે ખુદ ક્યારેય પણ નહીં જાણી શકો કે, તમે સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છો, કારણ કે, અગાઉ જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂના દરદીમાં પણ એ જ ચિન્હો જોવા મળે છે જે મોસમી તાવના દરદીમાં જોવા મળે છે. માત્ર આરોગ્ય તંત્ર અને ડોક્ટરો જ તમારું ચેક અપ કરીને તમને જણાવી શકે છે કે, આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશી ચૂક્યો છે કે, નહીં.

છતાં પણ જો આપના મનમાં કોઈ શંકા સંશય હોય તો આપના લોહી અને કફના નમૂનાને તમે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી શકો છે. અહીં પણ અફસોસ કરવા જેવી એક વાત એ છે કે, આવડા મોટો ભારત દેશમાં જ્યા કરોડોની સંખ્યામાં લોકો રહે છે ત્યાં આ વાયરસની તપાસ માટે માત્ર 18 જ લેબોરેટરી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments