Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવ-પાર્વતી જીના લગ્નની કથા

Webdunia
સતીના વિરહમાં શંકરજીની દયનીય દશા થઈ ગઈ. તેઓ દરેક સમયે સતીનું જ ધ્યાન કરતાં હતાં અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતાં હતાં. બીજી બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્દ્ધાંગિની બનીશ. હવે જગદમ્બાનો સંકલ્પ વ્યર્થ તો જઈ ન શકે. તેમણે યોગ્ય સમય પર રાજા હિમાલયની પત્ની મેનકાના ગર્ભમાં પ્રવિષ્ટ થઈને તેમના ખોળે અવતાર લીધો. પર્વતરાજની પુત્રી હોવાને લીધે તે 'પાર્વતી' કહેવાયા. જ્યારે પાર્વતી મોટી થઈને લગ્ન લાયક થઈ ગઈ ત્યારે તેન માતા-પિતાને તેની લગ્નની ચિંતા થવા લાગી અને તેઓ તેને માટે એક યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. એક દિવસ અચાનક દેવર્ષિ નારદ રાજા હિમાલયના મહેલમાં આવી પહોચ્યા અને પાર્વતીને જોઈને કહેવા લાગ્યા કે તેમના વિવાહ શંકરજીની સાથે થવા જોઈએ. કેમક તેઓ બધી જ રીતે પાર્વતી માટે યોગ્ય છે. પાર્વતીના માતા-પિતાને આ વાત સાંભળીને આનંદનું ઠેકાણું ન રહ્યું કે સાક્ષાત જગન્માતા સતી તેમને ત્યાં પ્રગટ થયા છે. તેઓ મનમાં પોતાને ખુબ જ ભાગ્યશાળી સમજવ લાગ્યા.
 
 
એક દિવસ અચાનક ભગવાન શંકર સતીના વિરહમાં ફરતાં-ફરતાં તે પ્રદેશમાં જઈ ચડ્યાં અને પાસેના ગંગાવતરણમાં તપસ્યા કરવા લાગ્યા. જ્યારે હિમાલયને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પાર્વતીને લઈને શિવજીની પાસે ગયાં. ત્યાં રાજાએ શિવજીને વિનમ્રતાપૂર્વક પોતાની પુત્રીને સેવામાં ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. શિવજીએ પહેલાં તો આનાકાની કરી, પરંતુ પાર્વતીની ભક્તિ જોઈને તેમના આગ્રહને ટાળી ન શક્યાં.
 
શિવજીની અનુમતિ મળ્યાં બાદ પાર્વતી દરરોજ પોતાની સખિયોંની સાથે તેમની સેવા કરવા લાગી. પાર્વતી હમેશા તે વાતનું ધ્યાન રાખતી હતી કે શિવજીને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય. તેઓ હંમેશા તેમના ચરણ ધોઈને ચરણોદક ગ્રહણ કરતીં હતી અને ખુબ જ ભક્તિભાવથી તેમની પૂજા કરતી હતી. આ રીતે પાર્વતીને ભગવાન શંકરની સેવા કરતાં ઘણો સમય પસાર થઈ ગયો હતો. પરંતુ પાર્વતી જેવી સુંદર બાળાની પાસે એકાંતમાં સેવા લેવા છતાં પણ શંકરના મનમાં ક્યારેય કોઈ વિકાર ન હોતો થયો. તેઓ હંમેશા પોતાની સમાધિમાં જ નિશ્ચલ રહેતાં હતાં.
 
બીજી બાજુ દેવતાઓને તારક નામનો રાક્ષસ ખુબ જ હેરાન કરી રહ્યો હતો. તે જાણીને કે શિવજીના પુત્ર દ્વારા જ તારકનું મૃટ્યું શક્ય છે તો બધા જ દેવતા શિવ-પાર્વતીના વિવાહ કરાવવાની ચેષ્ટા કરવા લાગ્યા. તેમણે શિવને પાર્વતીની પ્રત્યે અનુરક્ત કરવા માટે કામદેવને તેમની પાસે મોકલ્યાં પરંતુ પુષ્પાયુધનું પુષ્પબાણ પણ શંકરના મનને વિક્ષુબ્ધ ન કરી શક્યું. ઉલટુ કામદેવ તેમની ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયાં. ત્યાર બાદ શંકર પણ ત્યાં વધારે સમય રહેવું તે પોતાની તપશ્ચર્યા માટે વિધ્નરૂપ સમજીને કૈલાસ તરફ ચાલી નીકળયાં. પાર્વતીને શંકરની સેવાથી દૂર થવાનું ખુબ જ દુઃખ થયું પરંતુ તેમણે નિરાશ ન થઈને હવે તપ દ્વારા શંકરને સંતુષ્ટ કરવાનો મનમાં નિશ્ચય કરી લીધો. તેમની માતાએ તેમને સુકુમાર અને તપના અયોગ્ય સમજીને ખુબ જ મનાવ્યાં તેથી તેમનું નામ 'ઉમા'- ઉ+મા (તપ ના કર)- પ્રસિદ્ધ થયું. પરંતુ પાર્વતી પર તેની કોઈ જ અસર ન થઈ. પોતાનના સંકલ્પથી જરા પણ ડગમગી નહિ. તે ઘરેથી નીકળીને શિખર પર તપસ્યા કરવા લાગી જ્યાં શિવજીએ તપસ્યા કરી હતી. તેથી તો લોકો તે શિખરને 'ગૌરી-શિખર' કહેવા લાગ્યા. ત્યાં તેમણે પહેલાં વર્ષે ફળાહાર વડે જીવન પ્સાર કર્યું, બીજા વર્ષે તેઓ (વૃક્ષોંના પાન) ખાઈને રહેવા લાગ્યા અને ત્યાર બાદ તો તેમણે પર્ણનો પણ ત્યાગ કરી દિધો અને તેથી તેઓ 'અપર્ણા' કહેવાયા. આ રીતે પાર્વતીએ ત્રણ હજાર વર્ષ સુધી તપસ્યા કરી. તેમની કઠોર તપસ્યાને જોઈને ઋષિ-મુનિ પણ ચક થઈ ગયાં.


W.D
છેલ્લે ભગવાન આશુતોષનું આસન હલ્યું. તેમણે પાર્વતીની પરીક્ષા માટે પહેલાં સપ્તર્ષિયોંને અને પાછળ પોતે વટુવેશ ધારણ કરીને પાર્વતીની પરીક્ષા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે તેમણે બધી જ તપાસ કરીને જોઈ લીધું કે પાર્વતીની તેમના પ્રત્યે અવિચળ નિષ્ઠા છે, ત્યારે તેઓ પોતાને વધારે સમય સુધી તેમની સામે સંતાડી ન શક્યાં અને પોતાના રૂપમાં પાર્વતીની સામે પ્રગટ થઈ ગયાં અને તેમને પાણીગ્રહણનું વરદાન આપીને અંતર્ધાન થઈ ગયાં. પાર્વતી પોતાના તપને પૂર્ણ થતું જોઈને ઘરે પાછી ફરી અને પોતાના માતા-પિતાને બધી જ વાત કહી સંભળાવી. પોતાની પ્રેમાળ પુત્રીની કઠોર તપસ્યાને પુર્ણ થતી જોઈને તેમના માતા-પિતાના આનંદનું ઠેકાણું ન રહ્યું. બીજી બાજુ શંકરજીએ સપ્તર્ષિયોંને વિવાહનો પ્રસ્તાવ લઈને હિમાલયની પાસે મોકલ્યા અને આ રીતે વિવાહની શુભ તિથિ નિશ્ચિત થઈ.

સપ્તર્ષિયોં દ્વારા વિવાહની તિથિ નિશ્ચિત કરી દિધા બાદ ભગવાન્‌ શંકરજીએ નારદજી દ્વારા બધા જ દેવતાઓંને વિવાહમાં આવવા માટે આદરપૂર્વક નિમંત્રિત કર્યા અને પોતાના ગણોને જાન માટેની તૈયારી કરવાનો આદેશ આપ્યો. તેમન આ આદેશથી ખુબ જ પ્રસન્ન થઈને ગણેશ્વર શંખકર્ણ, કેકરાક્ષ, વિકૃત, વિશાખ, વિકૃતાનન, દુન્દુભ, કપાલ, કુંડક, કાકપાદોદર, મધુપિંગ, પ્રમથ, વીરભદ્ર આદિ ગણોંના અધ્યક્ષ પોત પોતાના ગણોંને સાથે લઈને ચાલી નીકળ્યાં. નંદી, ક્ષેત્રપાલ, ભૈરવ આદિ ગણરાજ પણ કોટિ-કોટિ ગણોંની સાથે નીકળી પડ્યાં. આ બધા જ ત્રણ નેત્રોવાળા હતાં. બધાના માથા પર ચંદ્રમા અને ગળામાં નીલા ચિન્હ હતાં. બધાએ રુદ્રાક્ષના આભૂષણો પહેર્યા હતાં. બધાના શરીર પર ઉત્તમ ભસ્મ લગાવેલી હતી આ ગણોંની સાથે શંકરજીના ભૂતોં, પ્રેતોં, પિશાચોંની સેના પણ આવીની સમ્મિલિત થઈ ગઈ હતી. તેમાં ડાકણ, યાતુધાન, વેતાળ, બ્રહ્મરાક્ષસ આદિ પણ હતાં. આ બધાના રૂપ-રંગ, આકાર-પ્રકાર, ચેષ્ટાએઁ, વેશ-ભૂષા, હાવ-ભાવ આદિ અત્યંત વિચિત્ર હતું. કિસી કે મુખ હી તે બધા પોત પોતાના તરંગમાં મસ્ત થઈને નાચતાં-ગાતાં મોજ કરતાં મહાદેવ શંકરજીની ચારે બાજુ એકત્રિત થઈ ગયાં.

ચંડીદેવી ખુબ જ પ્રસન્નતાની સાથે ઉત્સવ મનાવતી ભગવાન્‌ રુદ્રદેવની બહેન બનીને ત્યાં પહોચીં ગઈ. તેમણે સર્પોંના આભૂષણ પહેર્યા હતાં. ધીરે-ધીરે ત્યાં બધા જ દેવતાઓ પણ એકત્ર થઈ ગયાં. બધા જ પ્રમુખ ઋષિ પણ ત્યાં આવી પહોચ્યાં હતાં. તુમ્બુરુ, નારદ, હાહા અને હૂહૂ આદિ શ્રેષ્ઠ ગંધર્વ તેમજ કિન્નર પણ શિવજીની જાનની શોભા વધારવા માટે ત્યાં આવી પહોચ્યા હતાં. તેમની સાથે બધી જ જગન્માતાઓ, દેવકન્યાઓ, દેવિયો તેમજ પવિત્ર દેવાંગનાઓ પણ ત્યાં આવી ગઈ હતી.

આ બધાના ત્યાં આવી પહોચ્યા બાદ ભગવાન શંકરજીએ પોતાના સ્ફુટિક જેવા ઉજ્જ્વલ, સુંદર વૃષભ પર સવાર થયા. વરરાજાના વેશમાં શિવજીની શોભા નિરાળી હતી. આ દિવ્ય અને વિચિત્ર જાનના પ્રસ્થાનને સમયે ડમરુઓંની ડમ-ડમ, શંખોંના ગંભીર નાદ, ઋષિયોં-મહર્ષિયોંના મંત્રોચ્ચાર, યક્ષોં, કિન્નરોં, ગન્ધર્વોંના સરસ ગાન અને દેવાંગનાઓંના મનમોહક નૃત્ય મંગળ ગીતોંની ગૂઁજથી ત્રણેય લોક પરિવ્યાપ્ત થઈ ગયાં હતાં.

બીજી બાજુ હિમાલયે ખુબ જ ધૂમ-ધામથી વિવાહ માટે તૈયારીઓ કરી હતી અને શુભ લગ્નમાં શિવજીની જાન હિમાલયના દ્વાર પર આવી ગઈ. પહેલાં તો શિવજીનું વિકટ રૂપ અને તેમની ભૂત-પ્રેતોંની સેનાને જોઈને મેના ખુબ જ ડરી ગઈ અને તેમણે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવવા માટે આનાકાની કરી. પરંતુ પાછળથી તેમણે શંકરનો કરોડોં કામદેવોંને લજ્જીત કરનાર સોળ વર્ષની અવસ્થાનું પરમ લાવણ્યમય રૂપ જોયું તો દેહ-ગેહની સુધિ ભૂલી ગઈ અને શંકર પર પોતાની કન્યાની સાથે સાથે પોતાની આત્માને પણ ન્યોછાવર કરી દિધી. હર-ગૌરીનો વિવાહ આનંદપૂર્વક સંપન્ન થયો. હિમાચલે કન્યાદાન કર્યું. વિષ્ણુ ભગવાન તથા અન્યાન્ય દેવ અને દેવ-રમણિયોં નાના પ્રકારના ઉપહાર ભેંટમાં આપ્યાં. બ્રહ્માજીએ વેદોક્ત રીતિથી વિવાહ કરાવ્યાં.

સંબંધિત સમાચાર

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

Kharmas 2024- કમુરતામા માંગલિક કાર્ય પર લાગશે બ્રેક, 2025 સુધી જોવી પડશે રાહ

Kharmas 2024 Niyam : શરૂ થયો ખરમાસનો મહિનો, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, જાણો આ દરમિયાન શું કરવું જોઈએ ?

Annapurna Jayanti: ઘરમાં ભોજનના આશીર્વાદ મેળવવા માટે અન્નપૂર્ણા જયંતિ પર કરો આ કામ, તમારી દુકાનો ક્યારેય ખાલી નહીં થાય

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

આગળનો લેખ
Show comments