Dharma Sangrah

Maharashtra New CM -લોકોની ઈચ્છા છે કે હું મહારાષ્ટ્રનો CM બનું... હવે શું છે એકનાથ શિંદેનો પ્લાન, સરકાર બનાવતા પહેલા કર્યો મોટો દાવો

Webdunia
સોમવાર, 2 ડિસેમ્બર 2024 (09:20 IST)
Maharashtra New CM:મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે અને મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી હોવા છતાં મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ હજુ પણ યથાવત છે. દરમિયાન, એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે જનતા તેમને મહારાષ્ટ્રના સીએમ તરીકે પાછા જોવા માંગે છે. મહારાષ્ટ્રની નવી સરકારની 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેવાની જાહેરાતના એક દિવસ બાદ કાર્યકારી મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ તેમની પરત ફરવાની જોરદાર હિમાયત કરી છે. તેમણે કહ્યું કે તેમણે સામાન્ય માણસની જેમ કામ કર્યું છે, તેથી જ સામાન્ય માણસને લાગે છે કે તેઓ ફરીથી સત્તામાં આવે.
 
હવે શું છે એકનાથ શિંદેનો પ્લાન?
 
એકનાથ શિંદે(Eknath Shinde)એ પણ ભાજપના કેન્દ્રીય નેતૃત્વને યાદ અપાવવાનો પ્રયાસ કર્યો છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડવામાં આવી હતી. જો કે, આ સાથે તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમની પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સમર્થન કરશે. તેમણે ફરીથી નારાજગીની અટકળોને પણ નકારી કાઢી છે અને કહ્યું છે કે મહાયુતિ વચ્ચે કોઈ મતભેદ નથી. તેમણે કહ્યું કે હું સંપૂર્ણપણે ભાજપ સાથે છું. વાસ્તવમાં એવી અટકળો હતી કે શિંદે નવી સરકારની રચનાથી ખુશ નથી.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 ડિસેમ્બરે બીજેપી ધારાસભ્ય દળની બેઠક યોજાશે. દિલ્હીથી બે નિરીક્ષકો મુંબઈ આવશે અને ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ સત્તાવાર રીતે સીએમ ચહેરાની જાહેરાત કરશે.
 
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ શનિવારે કહ્યું કે નવી સરકારનો શપથ ગ્રહણ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે.
 
શિંદે તેમના વતન ગામમાં બે દિવસ રોકાયા હતા, તેમની તબિયત પણ બગડી હતી
 
શનિવારે તેમની તબિયત લથડી હતી. મુંબઈથી આવેલા ડૉક્ટરોએ તેમની સારવાર કરી. હવે તેમને સારુ છે. રવિવારે શિંદે સાતારાના એક મંદિરમાં ગયા હતા અને થોડા સમય પછી મીડિયા સાથે વાત પણ કરી હતી.
 
તેમણે કહ્યું, 'હવે મને સારુ છે. ચૂંટણીના વ્યસ્ત કાર્યક્રમ બાદ હું અહીં આરામ કરવા આવ્યો છું. ખેંચતાણ અંગે તેમને ત્રણ વખત પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ શિંદેએ જવાબ આપ્યો ન હતો. તેઓ સાંજે સાતારાથી મુંબઈ પહોંચ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

Jingle Bell Song in Gujarati : ક્રિસમસ માટે નહોતું બનાવાયું 'જિંગલ બેલ્સ' ગીત, જાણો કેવી રીતે થયું આટલું ફેમસ, અને શું થાય છે તેનો મતલબ ?

મધમાં એક વસ્તુ મિક્સ કરીને ખાશો તો દૂર થઈ જશે ખાંસી-ગળાની ખરાશ, અને વજન ઘટાડવામાં પણ અસરકારક

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

VIDEO: ઋત્વિક રોશનની જેમ કાકાના લગ્નમા નાચ્યા પુત્ર રેહાન-રિદાન, પિંકી બોલી - દાદી હોવાનુ ગર્વ છે

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments