Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra Elections - સરકાર બનશે તો બધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દઈશુ, કેમ ભડક્યા રાજ ઠાકરે

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2024 (17:02 IST)
મહારાષ્ટ્રમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય તાપમાન પણ વધી રહ્યું છે. હવે મહારાષ્ટ્રની ચૂંટણીમાં લાઉડસ્પીકરો પણ ઉતરી ગયા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મતદાન માટે ફતવા અને લાઉડસ્પીકરના ઉપયોગને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેનું કહેવું છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેશે. આવો જાણીએ રાજ ઠાકરેએ આ મુદ્દે બીજું શું કહ્યું.
 
હિન્દુ ફક્ત રમખાણો સમયે સાથે આવે છે - રાજ ઠાકરે 
 
ઉલ્લેખનીય છે કે મનસે ચીફ રાજ ઠાકરે મહારાષ્ટ્રના અમરાવતીમાં પોતાની પાર્ટીના ઉમેદવારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.  આ દરમિયાન તેમણે હિન્દુત્વના મુદ્દાને લઈને જોરશોરથી મહાવિકાસ અઘાડી એટલે કે  MVA પર હુમલો બોલ્યો. રાજ ઠાકરે એ કહ્ય કે હિન્દુ વિખરાય ગયા છે. તેઓ ફક્ત રમખાણો વખતે એકસાથે આવે છે.  ત્યારબાદ રાજ ઠાકરેએ કહ્યુ કે મુસલમાન મસ્જિદોના મહાવિકાસ અઘાડીને વોટ આપવા માટે ફતવો રજુ કરી રહ્યા છે.  
 
શરદ પવાર જાતિવાદ ફેલાવનાર સંત  - રાજ ઠાકરે
અમરાવતીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે શરદ પવારને મહારાષ્ટ્રમાં જાતિવાદ ફેલાવનારા સંત કહ્યા અને ઉદ્ધવને સ્વાર્થી કહ્યા. MNS ચીફે કહ્યું કે જ્યારે ઉદ્ધવ સીએમ હતા ત્યારે મેં તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દીધા હતા, ત્યારબાદ અમારા લોકો પર 17 હજાર કેસ નોંધાયા હતા.
 
હુ બધુ ઠીક કરી દઈશ - રાજ ઠાકરે 
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ ઠાકરેએ કહ્યુ કે જો મને સત્તા આપવામાં આવે તો કાલે કોઈપણ મસ્જિદ પર સ્પીકર નહી હોય. તેમણે કહ્યુ કે ઉદ્ધવે બાળા સાહેબ ઠાકરેના નામથી હિન્દુ હ્રદય સમ્રાટ હટાવી દીધુ.  તેમણે સ્વાર્થ માટે આવુ કર્યુ. કારણ કે તેઓ મજબૂર હતા. કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી તેમની સાથે છે.  તેઓ બાળાસાહેબને હિન્દુ હ્રદય સમ્રાટ કહે તો સારું નહીં લાગે. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે મને એકવાર સત્તા આપો હું બધું ઠીક કરી દઈશ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments