Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ ટિપ્સ : એકબીજાને જીવનસાથી બનાવતા પહેલા આ પ્રશ્નો વિચારી લેજો

Webdunia
P.R
શું તમે જાણો છો કે બ્રિટનની કેમિલી કોર્ટે ત્યાંના લોકોને સાથે રહેવા અને લગ્ન કર્યા પહેલા એક કમ્પેટિબિલિટી ક્વિઝમાંથી પસાર થવાનો નિર્ણય આપ્યો છે? આ ક્વિઝમાં કપલ્સને ફાઇનાન્સ, ફેમિલી, બાળકો અને તેમની ઇચ્છાઓ સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે છે.

આ ક્વિઝમાં કંઇક નીચે પ્રમાણેના પ્રશ્નો પૂછવામાં આવે છે?

1. ફાઇનાન્સ - શું તમને બંનેને એકબીજાની સંપત્તિની હદ માલુમ છે? તમે બંને આ સંપત્તિની વહેંચણીને કઇ રીતે જુઓ છો? શું તમારી આ જ દ્રષ્ટિ સંપત્તિને બચાવવા માટે પણ લાગુ પડે છે? ત્યારે શું થશે જ્યારે તમે તમારા પૈસા જમા કરાવવા ઇચ્છશો અને તમારા પાર્ટનરને એ જ પૈસા માંથી કાર ખરીદવી હશે? શું તમે તમારા પૈસા અલગ રાખવા ઇચ્છો છો? શું તમે તમારું અલગ એકાઉન્ટ ઇચ્છો છો? શું લગ્ન કર્યા બાદ તમારે તમારી મહેનતની કમાણી તમારા પાર્ટનરના ઉધાર ચૂકવવામાં ખર્ચવી પડશે?
( લગ્ન કરવાની ઉતાવળ હશે ત્યારે તો ઉપરની વાત બહુ સામાન્ય લાગશે પણ આગળ જતાં જ્યારે તમારા પૈસાને લઇને તમારા પાર્ટનર સાથે સુમેળ નહીં સધાય ત્યારે મુશ્કેલી સર્જાઇ શકે છે માટે જરૂરી છે કે લગ્ન પહેલા જ આ વિષે વિગતવાર ચર્ચા કરી લેવામાં આવે.)

2. કૌટિંબિક સુમેળ - તમારા પાર્ટનરના પરિવારના સભ્યો સાથે તમારા કેવા સંબંધ છે? શું તેઓ સારા છે? શું તેઓ મળતાવડા છે? તમે તેમની સાથે સુમેળ સાધી શકશો કે નહીં?

3. બાળકો - શું તમારે લગ્ન બાદ બાળકો જોઇએ છે? કેટલા બાળકો જોઇએ છે? તમે તમારા બાળકોને કઇ રીતે ઉછેરવા ઇચ્છો છો? તેમને કયા પ્રકારની માન્યતા આપવા ઇચ્છો છો? શું તમે તેમને ખાનગી શાળામાં ભણાવવા માંગો છો કે પછી સરકારી શાળામાં? તમારું ઘર બાળકની શાળાની નજીકમાં જ ખરીદવું પસંદ કરશો કે ક્યાંક બીજે?

4. ધર્મ - ધર્મ વિષે તમારી વિચારધારા શું છે? તમે તમારા બાળકને કયા ધર્મની શિક્ષા આપશો?

5. મોજ-મસ્તી - શું તમે તમારા ખાલી સમયમાં પણ રોજનું નિયમિત કામ પસંદ કરો છો? શું તમારા બંનેના રસ એકસરખા છે? શું તમે તમારી રજાના દિવસે કોઇ બીચ પર સમય પસાર કરવા ઇચ્છો છો અને તમારા પાર્ટનરની ઇચ્છા કોઇ પર્વત પર મુસાફરી કરીને રજા ગાળવાની છે?
( આ વાત પણ નાની લાગશે અને શરૂઆતમાં તમને લાગશે કે તમે તમારા પાર્ટનરની પસંદને અપનાવી લેશો પણ વાત જ્યારે હંમેશા આવું કરવાની આવશે ત્યારે તમે તમારા પાર્ટનરની પસંદને વળગેલા નહીં રહી શકો.)

6. લાઇફસ્ટાઇલ - લગ્ન બાદ તમે કયા પ્રકારની જીવનશૈલી અપનાવવાની આશા રાખી રહ્યાં છો? તમે ક્યાં રહેવાનું પસંદ કરશો? શું બંનેમાંથી કોઇપણ એક વ્યક્તિ શહેરથી દૂર રહેવાનું વિચારી રહી છે?

7. ખર્ચા - શું તમારી ટેવ મોંઘા જૂતાં કે ગેઝેટ ખરીદવાની છે? શું તમારા બંનેમાંથી કોઇ એક એવું વિચારે છે કે મોઁઘી વસ્તુઓમાં પૈસા ન ખર્ચવા જોઇએ? શું તમે ચોરી-છુપે બેકારની વસ્તુઓ પાછળ પૈસા વેડફો છો? કે પછી ઓનલાઇન ગેમ્બલિંગ કરો છો? અથવા તો હેન્ડબેગ, ચોકલેટ અથવા મોંઘા કપડાં પર પૈસા ઉડાડો છો?

8. કામકાજ - શું તમે બંને એકબીજાની નોકરીથી સહમત છો? શું બેમાંથી એક પાર્ટનરે બીજાની નોકરીને લીધે પરેશાની ઉઠાવવી પડશે? શું તમે તેના માટે તૈયાર છે? શું તમારે બાળક થયા બાદ નોકરી છોડવી પડશે? તમારા પાર્ટનરનો આ વિષે શું વિચાર છે? પાર્ટ ટાઇમ વર્ક વિષે તમે શું વિચારો છો?

9. મોર્ડન કે પરંપરાગત વિચાર - શું તમે એ પ્રકારે જીવવાનું પસંદ કરશો જેવી જૂની કહેવત છે - સ્ત્રીઓ ઘરે રહે અને પુરુષ બહારનું કામ કરે? ઘરનો ખર્ચ કોણ સંભાળશે? શું ઘરની જવાબદારી બંને પસ હોવી જોઇએ? ઘર ખર્ચનું બિલ કોની પર આવવું જોઇએ?

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Show comments