rashifal-2026

World Hepatitis Day- લિવરના સોજાનો સામનો કરી રહ્યા છો તો કોરોનાનુ સંક્રમણ થતા હાલત નાજુક થઈ શકે છે

Webdunia
શુક્રવાર, 28 જુલાઈ 2023 (08:15 IST)
જો તમે હેપેટાઇટિસ (Hepatitis)  એટલે કે લિવર(Leaver) ની બીમારીથી પીડાય રહ્યા છો તો કોરોના ચેપ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. આ ચેતવણી અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય  એજન્સી સેંટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એંડ પ્રિવેંશન દ્વારા રજુ  કરવામાં આવી છે. સીડીસી અનુસાર, વૃદ્ધ લોકો કે જેઓ પહેલાથી માંદા છે અને હિપેટાઇટિસ(Hepatitis) થી પીડાય રહ્યા છે, તેઓને વિશેષ સાવચેતી રાખવાની  જરૂર છે.
 
આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે (Hepatitis)  છે. આ વર્ષની થીમ છે - હિપેટાઇટિસ ફ્રી ફ્યુચર . આ લીવરની બીમારીને કારણે દર વર્ષે 13 લાખ લોકો મૃત્યુ પામે છે. વરસાદની ઋતુ ચાલી રહી છે અને કોરોના સંક્રમણ પણ ફેલાઇ રહ્યુ  છે. હેપેટાઇટિસ વાયરસનો ચેપ પણ આવી સીઝનમાં સરળતાથી થાય છે, તેથી ખાસ કરીને સાવધ રહેવાની જરૂર છે. જાણો કોરોનાના આ કાળમા તમે ખુદને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો. 
 
શુ છે  હેપેટાઈટિસ - 
 
 હિપેટાઇટિસ ને સરળ ભાષામાં કહીએ તો આ લીવરમાં થતો સોજો છે. જેનુ મુખ્ય કારણ વાયરસનુ સંક્રમણ છે. જે સામાન્ય રીતે દૂષિત ખોરાક ખાવાથી અથવા પાણી પીવાથી, સંક્રમિત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફેલાય છે. આ કારણોસર, હિપેટાઇટિસના 5 વાયરસ એ, બી, સીડી અને ઇ છે. આમાં, ટાઈપ-બી અને સી જીવલેણ સ્વરૂપ લઈને લિવર સિરોસિસ અને કેન્સરને જન્મ આપે છે. જો પ્રારંભિક સારવાર પ્રાપ્ત કરવામાં નહીં આવે, તો સ્થિતિ ગંભીર બને છે અને લીવરને સંપૂર્ણપણે નુકસાન થઈ શકે છે.
 
કેવી રીતે ફેલાય છે : 
હેપેટાઈટિસ-બી કોઈ ખરાબ પાણી કે વિષ્ઠા દ્વારા નથી ફેલાતો, પરંતુ વધારે શારીરિક સંપર્ક, લોહી વડે, શરીરના જુદા જુદા સ્ત્રાવ જેવુ કે વીર્ય, યોનિ સ્ત્રાવ, મૂત્ર, માતાઓ દ્વારા સ્તનપાન વગેરે વડે ફેલાય છે. સાથે સાથે ભુલથી ઈંજેક્શન લગાવવાથી સોય વધારે પડતી ઘુસી જવાથી, એક જ હાઈપોડર્મિક નીડલ વડે વિસંક્રમિત રીતે કેટલાયે લોકોને ઈંજેક્શન લગાવતાં રહેવાથી, ટેટુ બનાવવાથી, નાક-કાન વિંધાવાથી, રેજર બ્લેડનો સામુહિક ઉપયોગ કરવાથી, બીજાના ટુથબ્રશન ઉપયોગ કરવાથી, અસુરક્ષિત રક્તદાન વેગેરે જેવા કારણોને લીધે ફેલાય છે. 
 
કેટલા પ્રકારની હોય છે લિવરની આ બીમારી ? 
 
હીપેટાઇટિસ-એ: આ વાયરસ શરીરમાં દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. આવા કિસ્સાઓમાં, લિવરમાં સોજો આવે છે, ભૂખ ઓછી લાગે છે, તાવ આવે છે, ઉલટી થાય છે અને સાંધાનો દુખાવો થાય છે.
 
હેપેટાઇટિસ-બી: આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સોય અથવા અસુરક્ષિત સેક્સ દ્વારા ફેલાય છે. લીવર પર અસર થવાને કારણે દર્દીને ઉલટી, થાક, પેટનો દુ:ખાવો, પીળી ત્વચા રંગ જેવી સમસ્યાઓ થાય છે. તે યકૃતનો સૌથી લાંબી બિમારી છે જે યકૃત સિરોસિસ અને કેન્સરનું સ્વરૂપ લે છે. જો સગર્ભા સ્ત્રીને ચેપ લાગે છે, તો બાળક પણ તેનાથી પીડિત થઈ શકે છે. આ વર્ષની થીમ તેને રોકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
 
હિપેટાઇટિસ-સી: આ વાયરસ હેપેટાઇટિસ-એ અને બી કરતા વધુ જોખમી છે. તે શરીર પર ટૈટૂ લગાડવાથી,  દૂષિત લોહી ચઢાવવાથી, ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરવાથી  અથવા બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી ફેલાય છે. તેના લક્ષણો ગંભીર સ્થિતિમાં થોડા સમય પછી જ દેખાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ