Webdunia - Bharat's app for daily news and videos

Install App

Women's Day 2023: 'તે સ્ત્રી છે જે કંઈ પણ કરી શકે છે', મહિલાઓ વિશે ઘણું કહે છે આ ફિલ્મો

Webdunia
બુધવાર, 8 માર્ચ 2023 (09:51 IST)
International Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. બદલાતા સમયની સાથે મહિલાઓએ પોતાની જાતમાં ઘણો બદલાવ લાવી દીધો છે, એક સમયે જે મહિલા માત્ર ઘરના કામો જ કરતી હતી, આજના સમયમાં તે ઓફિસ પણ જાય છે અને ઘરનું પણ ધ્યાન રાખે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 'એમ્બ્રેસ ઇક્વિટી' થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે મહિલા દિવસની સાથે હોળીનો તહેવાર છે અને આ ખાસ અવસર પર તમે તમારા પરિવાર સાથે મહિલાઓની ભાવનાને સલામ કરતી ફિલ્મો જોઈ શકો છો. અહીં અમે તમને તે ફિલ્મોની યાદી જણાવી રહ્યા છીએ, જેમાં પ્રતિકૂળ સંજોગોમાં મહિલાઓનો ઉત્સાહ અને જુસ્સો બતાવવામાં આવ્યો છે.
 
 
ફિલ્મ- Qala
 
નેટફ્લિક્સની ફિલ્મ 'કાલા' વર્ષ 2022માં રિલીઝ થઈ હતી, જેના ગીતો પણ હિટ રહ્યા હતા. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક મહિલાને ઉડવા માટે તેના જ પરિવારના સભ્યો સામે બળવો કરવો પડે છે અને પ્રખ્યાત થયા પછી પણ તેને સન્માન નથી મળતું. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે કાલા નામના પાત્રને તેના હકમાંથી કશું મળતું નથી ત્યારે તે તેને છીનવી લેવાની શક્તિ પણ ધરાવે છે.
 
ફિલ્મ - Gunjan Saxena - The Kargil Girl
 
આ ફિલ્મમાં પાયલોટ ગુંજન સક્સેનાની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમણે 1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાને મદદ કરી હતી અને ઘાયલ સૈનિકોને બચાવ્યા હતા. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરે ગુંજન સક્સેનાનું પાત્ર ભજવ્યું હતું. પાયલોટ બનવાની તેની સફર ફિલ્મમાં સુંદર રીતે બતાવવામાં આવી છે.
 
ફિલ્મ- Chhapaak
 
આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે એસિડ એટેક સર્વાઈવરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે લક્ષ્મી અગ્રવાલે પ્રતિકૂળ સંજોગોમાં પણ હાર ન માની અને આજના સમયમાં તે તેના જેવી ઘણી મહિલાઓની મદદ કરે છે.
 
 ફિલ્મ- Neerja
 
ફ્લાઈટ એટેન્ડન્ટ નીરજા ભનોટની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ 'નીરજા'માં આ પાત્ર સોનમ કપૂરે ભજવ્યું હતું. નીરજા ભનોતે પોતાનો જીવ જોખમમાં મૂકીને સેંકડો મુસાફરોને બચાવ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન રામ માધવાણીએ કર્યું હતું. આ ફિલ્મ તમે મહિલા દિવસના અવસર પર જોઈ શકો છો.
 
ફિલ્મ - Gangubai Kathiawadi
 
વર્ષ 2022માં રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' તમે Netflix પર જોઈ શકો છો. ફિલ્મની વાર્તા ગંગુબાઈ કાઠિયાવાડી પર આધારિત છે જેને તેના પતિએ થોડા પૈસા માટે વેચી દીધી હતી અને પછી તેને સેક્સ વર્કર બનવા માટે મજબૂર કરી હતી. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે ગંગુબાઈએ સેક્સ વર્કરોને સમાજમાં સન્માન અને તેમના બાળકોને શિક્ષણનો અધિકાર અપાવવા માટે લાંબી લડાઈ લડી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Adani Bribery case - કોણ છે સાગર અદાણી ? જાણો ગૌતમ અદાણીના ભત્રીજા અને તેમના એનર્જી બિઝનેસ મેનેજમેંટની સંપૂર્ણ સ્ટોરી

આગળનો લેખ