Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Essay - સરદાર વલ્લભભાઈ પટેલ

Webdunia
' આઝાદીની લડતના એક મહાન સેનાની તરીકે જ નહી પરંતુ ભારતના ઘડવૈયા તરીકે પણ તેઓ હંમેશા યાદ રહેશે.' સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પંડિત જવાહરલાલ નહેરુએ આપેલી આ અંજલિ લોખંડી પુરૂષના યથાર્થ દર્શન કરાવે છે.

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલનો જન્મ ચરોતરના ખેડૂત કુટુંબમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમનું વતન કરમસદ હતુ. તેઓ મેટ્રિક થયા પછી આગળ ભણી શકાય તેવી ઘરની સ્થિતિ ન હોવાથી ડિસ્ટ્રિક પ્લીડરની પરીક્ષા આપી તેઓ ગોધરામા વકીલાત શરૂ કરી.

તેમનું સ્વપ્ન હતુ કે તેઓ બેરિસ્ટર બનવા વિલાયત જાય, અને તેમનું સ્વપ્ન પુરૂ થયુ અને તેઓ 1910માં વકીલાત માટે ઇગલેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. તેમણે અમદવાદમાં વકીલાતની શરૂઆત કરી. 1931માં તેઓ અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયા હતા, તે દરમિયાન જ તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને તેમના મુખ્ય સૈનિક બન્યા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ ડગાયા નહી.

ભારત આઝાદ થયા પછી સરદાર વલ્લભભાઈ ગૃહ અને રિયાસત ખાતાના પ્રધાન બન્યા હતા. આવા મહાન નીડર સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મ જયંતી પર શત શત નમન.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમતા કુલકર્ણીના કિન્નર અખાડા પર હુમલો, મહામંડલેશ્વર અને તેમના 6 શિષ્યો ઘાયલ

પુત્ર પ્રતિકના લગ્નમાં Raj Babbar ને આમંત્રણ કેમ નહી ? સાવકા ભાઈએ બતાવ્યુ કારણ

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

વધુ જુઓ..

નવીનતમ

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

આગળનો લેખ
Show comments