rashifal-2026

Mauni Amavasya - નો વ્હીકલ જોન, 137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ... જાણો મૌની અમાવસ્યા માટે મહાકુંભમાં કેવી છે તૈયારી

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2025 (14:16 IST)
mahakumbh
 
મહાકુંભમાં મૌની અમાવસ્યા એટલે કે 29 જાન્યુઆરી પર મહાસ્નાનની તૈયારીઓ લગભગ પુરી થઈ ગઈ છે. અમૃત સ્નાન માટે આવતીકાલથી 8 થી 9 કરોડ લોકોના આવવાનુ અનુમાન છે. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર આ અવસર પર વિશેષ અમૃત સ્નાન માટે ભક્તોનુ ઘોડાપુર પહેલાથી જ એકત્ર થઈ રહ્યુ છે. વહીવતી તંત્રી સંપૂર્ણ રીતે તૈયાર છે. સમગ્ર મેળાનુ ક્ષેત્ર નો-વ્હીકલ જોન જાહેર કરવામાં આવ્યુ છે.  ક્રાઉડ કંટ્રોલ માટે બૈરિકેટ્સ લગાવવામાં આવ્યા છે.  રેલવે એ પણ ખાસ તૈયારીઓ કરી છે. અનેક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનુ કહેવુ છે કે મૌની અમાવસ્યાના દિવસે અમે 10 કરોડ લોકોના અમૃત સ્નાનની તૈયારી કરી છે. આ માટે લગભગ 12 કિલોમીટર લાંબો ઘાટ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. જ્યા લોકો માટે સ્નાનની ઉત્તમ વ્યવસ્થા હશે. 
mahakumbha
ઘરતીનો સૌથી મોટો ધાર્મિક આયોજન મહાકુંભ 
2025માં વિશ્વનુ સૌથી મોટુ ધાર્મિક સાંસ્કૃતિક મહાકુંભની ચર્ચા દેશ-વિદેશ સુધી પહોચી ગઈ છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી લગભગ 14.76 કરોડ શ્રદ્ધાળુ પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન કરી ચુક્યા છે. ઘરતીનુ સૌથી મોટુ ધાર્મિક આયોજન મહાકુંભ મેળો 2025 પર દુનિયાભરની નજર મંડાયેલી છે. ઈંટરનેશનલ સ્પેસ સેંટરમાં હાજર નાસાના એસ્ટ્રોનૉટ ડોન પેટિટે પોતાના સોશિયલ મીડિયા X પર અંતરિક્ષથી લેવામાં આવેલી મહાકુંભની તસ્વીર શેયર કરતા લખ્યુ - 2025મા થઈ રહેલ મહાકુંભ મેળાનુ ગંગા નદી પર રાતનુ દ્રશ્ય અંતરિક્ષથી... દુનિયા નો સૌથી મોટો માનવ સમાગમ રોશનીથી જગમગી રહ્યો છે. 
mahakumbha
137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ 
મહાકુંભમાં 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન થવાનુ છે. જેમા શ્રદ્ધાળુઓની વધતી ભીડ જોતા ટ્રાફિક પ્લાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. પ્રશાસને 25 જાન્યુઆરીથી જ મેળા ક્ષેત્રમાં બહારી ગાડીઓનો પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે. ટ્રાફિક પોલીસે કેટલાક રૂટ ડાયવર્જન કર્યા છે. જેમા બીજા શહેરમાંથી આવનારા વાહનોને બાઈપાસમાંથી કાઢવામાં આવી રહ્યા છે. મેળામાં લગભગ 35 પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત વધારાની કુલ 102 પાર્કિંગની વ્યવસ્થા મેળા ક્ષેત્રમાં આવનારા લોકો માટે કરવામાં આવી છે. 
 
નો વ્હીકલ જોન જાહેર..જેથી.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments