Dharma Sangrah

પત્નીની લાશ બાઈક પર, નાગપુર હાઈવે પર કેમ સરપટ ભાગતો રહ્યો પતિ, કારણ જાણીને છલકાય જશે આંસુ

Webdunia
સોમવાર, 11 ઑગસ્ટ 2025 (11:14 IST)
નાગપુર-જબલપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર સોમવારે એક એવુ દ્રશ્ય સામે આવ્યુ જેને રહગીરોનુ દિલ દહેલાવી નાખ્યુ અને આંખો ભીની કરી દીધી. 35 વર્ષીય અમિત યાદવ પોતાની પત્ની ગ્યારસીની લાશ મોટરસાઈકલ પર બાંધીને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં લોકો હેરાન હતા. કેટલાકે તેને રોકવાની કોશિશ પણ કરી, પણ તે રોકાયા વગર આગળ વધતી ગઈ.   
 
પણ આ વિચિત્ર નજારાની પાછળ એક દિલ તોડનારી સ્ટોરી હતી. રક્ષાબંધનના દિવસે થયેલ એક દર્દનાક દુર્ઘટના થઈ હતી. અમિત યાદવ પોતાની પત્ની ગ્યારસી સાથે નાગપુર જીલ્લાના લોણારાથી દેવલાપાર થઈને કરણપુર જઈ રહ્યો હતો. બંને પોતાની નાનકડી દુનિયામાં બસ તહેવાર મનાવવા નીકળ્યા હતા રસ્તામાં એક ટ્રકે અચાનક કટ મારી, પાછળ બેસેલી ગ્યારસી રસ્તા પર પડી અને જોત જોતામાં એજ ટ્રકના પૈડા નીચે કચડાઈ ગઈ. ઘટના સ્થળ પર જ તેનુ મોત થઈ ગયુ.   
<

Nagpur Man Transports Wife’s Body On Motorcycle After Fatal Accident. The incident took place on Sunday at nearly 12 p.m. on the Nagpur-Jabalpur National Highway near the Morfata area under the Deolapar police jurisdiction. The woman identified as Gyarsi Amit Yadav. #nagpur pic.twitter.com/eWFGtHWiQ4

— Vladimir Nagpurkar (@santrameme) August 11, 2025 >
ટ્રક ચાલક રોકાયો નહી. અમિત સ્તબ્ધ હતો, ભાંગી પડ્યો હતો. તેને રડતા-રડતા જ રસ્તે જતા વાહનો પાસે મદદ માંગી. હાથ જોડ્યા, પણ કોઈએ ગાડી રોકી નહી. કોઈએ ખભો આપવાની હિમંત બતાવી નહી.  બેબસ અને એકલા પડેલા અમિતે એક મુશ્કેલ, દર્દ ભર્યો નિર્ણય લીધો અને પોતાની પત્નીનુ શબ મોટરસાઈકલ પર બાંધીને ગામ તરફ નીકળી પડ્યો  
 
હાઇવે પરનું આ દ્રશ્ય જોનારાઓ માટે વિચિત્ર અને આઘાતજનક હતું. કોઈ સમજી શક્યું નહીં કે આ માણસ આવું કેમ કરી રહ્યો છે. ભય અને આઘાતમાં ડૂબેલા અમિતે તેની બાઇક રોકી નહીં.
 
અંતે, હાઇવે પોલીસે તેને મોરફાટા વિસ્તારમાં રોક્યો. જ્યારે પોલીસે આખી વાર્તા સાંભળી, ત્યારે બધાના ચહેરા ગંભીર થઈ ગયા. ગ્યારસીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નાગપુરની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો અને પૂછપરછ માટે અમિતની અટકાયત કરવામાં આવી.
 
મધ્યપ્રદેશના સિઓનીના રહેવાસી અમિત અને ગ્યારસી છેલ્લા 10 વર્ષથી નાગપુર જિલ્લાના લોનારામાં રહેતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. રક્ષાબંધનના દિવસે, જ્યારે બાકીના લોકો રાખડી અને મીઠાઈમાં વ્યસ્ત હતા, ત્યારે આ બંને સાથે આ પીડાદાયક ઘટના બની. એક એવી ઘટના જે પ્રશ્ન છોડી દે છે કે ભીડમાં માનવતા ક્યારે જાગશે?
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - લાંબી બીમારી

આગળનો લેખ
Show comments