Webdunia - Bharat's app for daily news and videos

Install App

Joe Biden's swearing : અમેરિકા ચૂંટણીથી આજ સુધીની પાંચ મોટી વાતો

Webdunia
બુધવાર, 20 જાન્યુઆરી 2021 (12:32 IST)
3 નવેમ્બર, 2020ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ઘણી બાબતોને લઈને ખાસ રહી. ડેમૉકૅટિક ઉમેદવાર જો બાઇડનની જીત સાથે અમેરિકાની જનતાએ સત્તાપલટા પર મહોર મારી દીધી હતી. હવે જ્યારે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટણીની ખાસ બાબતો પર ફરી નજર કરીએ
 
આ ચૂંટણી ઘણા માપદંડો અનુસાર અભૂતપૂર્વ કહી શકાય તેવી રહી. આ ચૂંટણી પછી તેનાં પરિણામો અને પરિણામોને કારણે સર્જાયેલી સ્થિતિ પણ તેવી જ રીતે અભૂતપૂર્વ રહી. ભલે તે લાંબી મતગણતરી પછી આવેલાં પરિણામો હોય કે પછી અમેરિકાનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસની પસંદગીની વાત હોય. આ ચૂંટણી આવી અનેક બાબતોને લીધે ઐતિહાસિક રહી.
 
લાંબા સમય સુધી ચાલી મતગણતરી
 
આ વખતે કોરોના મહામારીને કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોસ્ટલ બૅલટનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે મતગણતરીની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી હતી. અમુક રાજ્યોમાં રિપબલ્કિન ઉમેદવાર ટ્રમ્પ તો અમુકમાં બાઇડન આગળ ચાલી રહ્યા હતા. ઘણા દિવસો સુધી આ રસાકસી જારી રહી અને અંતે 273 ઇલેક્ટોરલ વોટ સાથે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી ગયા હતા.ઘણા સમય સુધી ચાલેલી ખેંચતાણ બાદ આખરે જો બાઇડન વિજેતા તરીકે સામે આવ્યા અને હવે આજે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
 
કાનૂની ગૂંચવણમાં ફસાયાં ચૂંટણીપરિણામ
 
રાષ્ટ્રપતિપદ માટેનાં પરિણામો જાહેર કરાયાં બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અવારનવાર મતગણતરીમાં ધાંધલી થઈ હોવાના આરોપો મૂક્યા હતા. તેમના સમર્થનમાં જ્યૉર્જિયા, મિશિગન, પેન્સિલવેનિયા અને વિસ્કૉન્સિનનાં પરિણામો રદ કરવા માટે કેસ દાખલ કરાયો હતો. આ કેસને 18 રાજ્યના સ્ટેટ ઍટર્ની જનરલ અને કૉંગ્રેસના 108 રિપબ્લિકન સભ્યોએ ટેકો આપ્યો હતો. જોકે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ટૂંકા આદેશ સાથે કેસ રદ કરી દીધો. તેમાં કહેવાયું હતું કે ટેક્સાસ પાસે આવો કેસ કરવાની કાનૂની સત્તા નથી. આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ માટે આંચકા સમાન હતો. તેમણે અગાઉ પુરાવા વગર દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. ટ્રમ્પે વારંવાર એવા દાવા કર્યા છે કે ગેરકાનૂની રીતે થયેલા મતોને લીધે તેઓ હાર્યાં છે. ચૂંટણી પરિણામો આવ્યાં છે ત્યારથી જ ટ્રમ્પ અને તેમના સમર્થકોએ પરિણામોને કેટલીક કોર્ટમાં પડકાર્યાં છે, પણ અત્યાર સુધી તેમને સફળતા નહોતી મળી.
 
જો બાઇડન : ડોનાલ્ડ ટ્રમ્પને હરાવનાર 'દુનિયાના સૌથી અનુભવી રાજનેતા'
 
20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ જો બાઇડન અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ વયે રાષ્ટ્રપતિપદ ગ્રહણ કરનારી વ્યક્તિ બની જશે.  કમલા હેરિસ અને જો બાઇડનના માથે કોરોના મહામારીના કટોકટીભર્યા વખતમાંથી દેશને બહાર કાઢવાનો મુખ્ય પડકાર છે. 
 
કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યાં
 
ઘણા અર્થોમાં આ એક ઐતિહાસિક વાત છે, એની પાછળનાં કારણો પર નજર કરીએ તો તેમના પરિવારની પૃષ્ઠભૂમિ અગત્યની છે.કમલા હેરિસે અમેરિકાના રાજકારણમાં એક અશ્વેત નેતા તરીકે છેલ્લાં વર્ષોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે, પરંતુ કહી શકાય કે તેઓ પોતાનાં ભારતીય મૂળથી દૂર પણ થયાં નથી. 2018માં પ્રકાશિત તેમની આત્મકથા 'ધી ટ્રૂથ્સ વી હોલ્ડ'માં કમલા હેરિસ પોતાના નામનો અર્થ પણ સમજાવતાં લખે છે કે "તેનો અર્થ છે કમળનું ફૂલ, જે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક પણ છે. કમળનું ફૂલ પાણીની સપાટી પર ઊગે છે પરંતુ તેનાં મૂળ પાણીની નીચે નદીના તળિયામાં મજબૂતાઈથી ટકેલાં હોય છે." ભારતીય મૂળનાં માતા અને જમૈકન મૂળના પિતાનાં પુત્રી કમલા હેરિસ અમેરિકાના રાજકારણમાં એક ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓખળાય છે.
 
નવેમ્બર 2020માં યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે તેમણે ઉમેદવારીની રેસમાં ઊતરવાની જાહેરાત 2019 જાન્યુઆરીમાં કરી હતી. જોકે એ રેસમાં તેઓ જો બાઇડન સામે હારી ગયાં હતાં.  જોકે, આ વખતે રાજકીય નિષ્ણાતો કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર તરીકે બાઇડનને રાષ્ટ્રપતિ બનાવવામાં એક મજબૂત ટેકા સ્પરૂપે જોઈ રહ્યાં હતાં. અમેરિકામાં અશ્વેત લોકો સાથે રંગભેદના મુદ્દા પર કમલા હેરિસ મુખર રહ્યાં છે અને તેમણે જો બાઇડનને આ મુદ્દે ડેમૉક્રેટિક પાર્ટીના એક કાર્યક્રમમાં આડે હાથે લીધા હતા.
 
જો બાઇડનનો ચૂંટણીપ્રચાર સાથે જૂનો નાતો છે. આજથી 47 વર્ષ અગાઉ એમણે અમેરિકાની સંઘીય રાજનીતિમાં પગ મૂક્યો હતો. 1973માં સૅનેટની ચૂંટણીથી એમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાગીદારીની પહેલી ચાલ તેઓ આજથી 33 વર્ષ અગાઉ ચાલ્યા હતા. હવે જો એવું કહીએ કે બાઇડન પાસે મતદારોને આકર્ષવાની કુદરતી બક્ષિશ છે તો એ ખોટું નહીં ગણાય. જનતાથી રૂબરૂ થતાં જ બાઇડન ઘણી વાર ભાવનાઓમાં વહી જાય છે અને એ જ કારણે રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું એમનું પહેલું અભિયાન શરૂ થાય, એ પહેલાં જ ખતમ થઈ ગયું હતું.
 
અમેરિકન સંસદ પર હુમલો
 
6 જાન્યુઆરીના રોજ હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો કૅપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા, જ્યાં કૉંગ્રેસના સભ્યો ચૂંટણીપરિણામો માટે મતદાન કરી રહ્યા હતા. કૅપિટલ હિંસામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા હતા. ટ્રમ્પ દ્વારા સતત પાયાવિહોણા દાવાઓ કરવામાં આવતાં કે નવેમ્બર 2019માં યોજાયેલી ચૂંટણીમાં છેતરપિંડી થઈ છે, જેણે તેમના સમર્થકોને કૅપિટલમાં હુમલો કરવા માટે બળ પૂરૂં પાડ્યું હતું.
 
આ ઘટના બાદ સતત માગણી થઈ રહી હતી કે ટ્રમ્પ રાજીનામું આપે અને તેમને રાષ્ટ્રપતિપદથી હઠાવવામાં આવે અને તેમની સામે મહાભિયોગનો ખટલો ચલાવવામાં આવે. આ ઘટના બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ અમેરિકન સંસદના નીચલા સદન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પસાર થઈ ગયો હતો.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments