Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનંત રાધિકાના જામનગર જશ્નમાં કેટલો થયો ખર્ચ.. શુ આટલી રકમ અંબાની માટે કશુ નથી ?

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2024 (11:35 IST)
મુકેશ અંબાની અને નીતા અંબાનીના નાના પુત્ર અનંત અંબાનીની પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં 3 દિવસના ઉત્સવ પર લગભગ 1000 કરોડ રૂપિયનો ખર્ચ થયો. આમ તો મુકેશ અંબાની માટે આ રકમ બહુ મોટી નથી. બ્લૂમબર્ગની રિપોર્ટના મુજબ મુકેશ અંબાનીની નેટવર્થ 113 મિલિયન ડોલર  છે. 
મુકેશ અંબાનીના નાના પુત્રના લગ્ન પહેલા પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થયુ તો દુનિયાના ખૂણે ખૂણેથી મેહમાન બોલાવવામાં આવ્યા. ભલે તે વેપાર જગતમાં ફેસબુક મેટાના માલિક માર્ક જુકરબર્ગ હોય કે માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ  જાણવા મળ્યુ છે કે જામનગરમાં ફક્ત ત્રણ દિવસમાં લગભગ સાઢા ત્રણ સો વિમાનનુ મૂવમેંટ થયુ. દેશના ઉદ્યોગપતિઓમાં અડાનીથી લઈને પીરામલ સુધી અને બિરલાથી લઈને ટાટા સુધી દરેક મોટા ઉદ્યોગપતિ ઘરના મેહમાન અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા પહોચ્યા હતા.  
બોલીવુડના ફિલ્મી કલાકારોની વાત કરવામાં આવો કદાચ જ કોઈ એવો સેલિબ્રિટી કલાકાર હશે જે આ ત્રણ દિવસના ઉત્સવમાં ક્યાય જોવા ન મળ્યા હોય. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર રજનીકાંત જેવા દિગ્ગજ અને વરિષ્ઠ કલાકારોથી લઈને જાહ્નવી કપૂર સુધીની પેઢીના કલાકાર અંબાની પરિવારના મહેમાન હતા. 
અનેક મહેમાનોએ તો પોતના પુર પરિવાર સાથે અંબાની ફેમિલીના આ ફંક્શનમાં ભાગ લઈને ચાર ચાંદ લગાવ્યા. ભલે તેમા સૈફ અલી ખાનનો પરિવાર હોય કે શાહરૂખ ખાન તમામ એવા લોકોને અંબાની પરિવારે આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા.  જે જામનગરના ઉત્સવમાં આવીને ઉત્સવનો રંગ જમાવી રહ્યા હતા. 
Anant Ambani, Radhika Merchant
બીજી બાજુ આ અવસર પર હોલીવુડ સિંગર રેહાનાએ જોરદાર પરફોર્મેંસ આપ્યુ.  મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો રેહાનાને લગભગ 70 કરોડ રૂપિયાનુ પેમેંટ કરવામાં આવ્યુ. 
 
મેહમાનો માટે સ્પેશ્યલ વિમાનની વ્યવસ્થા 
જામનગરના જે નાનકડા એયરપોર્ટ પર ક્યારેય આખો દિવસમાં 6 વિમાન આવતા જતા હતા ત્યા કલાકારોના આવવા જવાનો સિલસિલો શરૂ થયો તો ત્રણ દિવસમાં લગભગ સાઢા ત્રણસો વિમાનોની ટેકઓફ અને લૈડિંગ કરવામાં આવી. તેમા દેશના જુદા જુદા ભાગથી આવનારા મેહમાનો ઉપરાંત વિદેશથી આવનારા મેહમાનો માટે અંબાનીએ પોતાના કંપનીના 8-10 જહાજ ઉપરાંત એટલા જ વિદેશી એયરક્રાફ્ટ પણ ભાડેથી લીધા હતા. જે શટલ સર્વિસની જેમ ઉપયોગમાં લેવાયા હતા. 
 
આ સંપૂર્ણ ઉત્સવમાં આયોજનથી લઈને મેહમાનોના સ્વાગત સુધી અને મહેમાનોને રિટર્ન ગિફ્ટ આપવા સુધી અંબાની પરિવારે જેટલો ખર્ચ કર્યો છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કે છે.  આમ તો કલાકારોના ગ્લેમરથી ભરેલા આ ઉત્સવનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. 
ઉલ્લેખની છે કે ફેસબુક મેટાના માર્ક જુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચૈન પણ આ ઉત્સવમાં મેહમાન હતા. તેમની જ્યારે અનંત અંબાની સાથે મુલાકાત થઈ તો અનંત અંબાનીની રિસ્ટ વોચને લઈને રસપ્રદ વાત થઈ. થયુ એમ કે અનંત અંબાનીના કાંડામાં રિચર્ડ મિલની વૉચ જોઈને પ્રિસિલા ચૈન તેના વખાણ કરી રહી હતી. ત્યારે માર્ક જુકરબર્ગે પણ કહ્યુ કે મે પણ આ વોચ વિશે આ જ કહ્યુ છે. 
 
અનંત અંબાનીની ઘડિયાળ ચર્ચાનો વિષય 
અનંત અંબાનીની ઘડિયાળની કિમંત વિશે ચર્ચા એ છે કે ઑડેમાસ પિગટ રોયલ રૉયલ ઓક ઘડિયાળની કિમંત લગભગ 14 કરોડ રૂપિયા છે. કદાચ આ જ કારણ છે કે તેને જોઈને માર્ક જુકરબર્ગ જે ઘડિયાળ પસંદ કરે છે તે પણ આ વોચના દિવાના થઈ ગયા.  પ્રિસિલા ચેને પણ કહ્યુ કે તે પણ આવી ઘડિયાળ ઈચ્છે છે. આમ તો અનંત જે મુકેશ અંબાનીના પુત્ર છે જે  હિન્દુસ્તાનના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ છે તેમને માટે 14 કરોડની ઘડિયાળ મોટી વાત નથી અને ન તો માર્ક જુકરબર્ગ માટે ઘડિયાળ મોટી વાત છે. 
 
આ ઉત્સવ દરમિયાન અંબાની પરિવારની અંદર પારિવારિક સંબંધો અને સામાજીક બોંડિંગ જોવા મળ્યુ. તેના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. ભલે તે અનંત અંબાની તરફથી કરવામાં આવેલ ભાવુક વાત હોય કે મુકેશ અંબાનીની છલકતી આંખોમાં પરિવાર માટે દેખાતો પ્રેમ હોય. 
 
મુકેશ અંબાનીનો જોવા મળ્યો અલગ અંદાજ 
અનંત અંબાની જ્યારે મંચ પરથી સૌની સામે પોતાના મુશ્કેલ દિવસોમાં પરિવારની મદદ અને સાથનો ઉલ્લેખ કરી રહ્યા હતા તો સામે બેસેલા મુકેશ અંબાનીની આંખો છલકાય રહી હતી. જેમા તેમનુ પરિવાર પ્રત્યે પ્રેમ અને સમર્પણ જોવા મળી રહ્યુ હતુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મરાઠી ફિલ્મોની અભિનેત્રીની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનુ થયુ મોત એક ઘાયલ

Happy Birthday Salman Khan: ફિટનેસથી લઈને ફેમિલી લાઇફ સુધી, સલમાન ખાન આ 5 બાબતોમાં અસલી હીરો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

વધુ જુઓ..

નવીનતમ

સોજી વટાણા સેન્ડવિચ

મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી ? જાણો, શિયાળામાં ભૂલથી પણ આ શાક કઈ વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ?

રોજ પીવો આમળાનુ પાણી, જાણો આ નેચરલ ડ્રિંકને પીવાથી આરોગ્ય પર શુ પડે છે અસર ?

Rattanatata's birth anniversary - રતન ટાટાના 10 સફળતાના મંત્ર

Dates With Milk - ગરમ દૂધ અને ખજૂર, ઔષધીય ગુણોથી ભરપૂર આ હેલ્ધી ડ્રીંક શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે એનર્જી બુસ્ટર

આગળનો લેખ
Show comments