Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HBDayAmitShah - અમિત શાહના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી ચુક્યા છે, આમ જ નથી કહેવાતા તે ચાણક્ય

Webdunia
શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (10:06 IST)
સામાન્ય પંચાયતની ચૂંટણીથી માંડીને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન યુપીની કમાન, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર તથા હરિયાણાની ચૂંટણીઓ. આમ લગભગ ત્રીસ જેટલી ચૂંટણીઓમાં વિજય અપાવ્યો છે. અને પરાજય એકમાત્ર દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન મળ્યો છે. અમિત શાહને 'મોર્ડન સમયના ચાણક્ય' કહેવામાં આવે છે. નજીકના લોકોના કહેવા પ્રમાણે, અમિત શાહે ચાણક્ય નીતિને 'હૃદયસ્થ' કરી લીધી છે. તેમની ઓફિસમાં ચાણક્યનો ફોટો અચૂક જોવા મળે છે.
 
અમિત શાહને એક વખત પુછવામાં આવ્યું કે તમે કોંગ્રેસ મુક્ત ભાજપની વાત કરો છો, વાસ્તવમાં તમે પ્રાદેશિક પક્ષો મુક્ત દેશ ઈચ્છો છો. તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું, "હું નેગેટિવ ટાર્ગેટ્સ નથી રાખતો. મારો લક્ષ્યાંક છે કે દેશની ચારેય દિશાઓમાં ભાજપનું અસ્તિત્વ અને પ્રભુત્વ હોય. ભાજપ ખરા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ બને અને તેની સાર્વત્રિક હાજરી હોય. " વર્ષ 2012માં ગુજરાતમાંથી બહાર થયા બાદ તેમણે પોતાની જાતને વધારે પોઝિટિવ બનાવી. શાહની દિલ્હીની ઓફિસમાં પણ પોઝિટિવ ક્વોટ્સ જોવા મળશે.
 
અમિત શાહની સફર
 
શાહનો જન્મ 22 ઑક્ટોબર, 1964માં મુંબઈમાં એક વણિક પરિવારમાં થયો હતો. 14 વર્ષની વયે ગાંધીનગર જિલ્લાના માણસામાં તેઓ 'તરુણ સ્વંયસેવક' તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાયા હતા. નાની વયે જ તેઓ રાજકારણના પરિચયમાં આવ્યા હતા. કદાચ એ જ કારણ છે કે અત્યારે અમિત શાહને વ્યૂહરચના ઘડવાના ઉસ્તાદ મનાય છે.
 
અમિત શાહ કૉલેજ કરવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં જોડાયા હતા. 1982માં બાયૉ-કેમિસ્ટ્રીનું ભણી રહેલા અમિત શાહને અમદાવાદ એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેઓ અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં મંત્રી બન્યા હતા. ભાજપના ઉમેદવાર તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1995ની વિધાનસભાની ચૂંટણી વખતે થઈ હતી.
 
તેઓ સરખેજ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.તે પછી ગુજરાતમાં એક પછી એક અનેક ચૂંટણીઓ તેઓ લડતા આવ્યા અને દરેકમાં જીતતા આવ્યા છે.1997માં ભારતીય જનતા યુવા મોરચામાં તેમને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા હતા. બાદમાં તેમને ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.એટલું જ નહીં, રાજ્યના સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય, ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણી હોય કે સૌથી વૈભવી ક્લબની ચૂંટણી હોય, અમિત શાહ એક પછી એક સંસ્થાઓની ચૂંટણીઓ પણ જીતતા રહ્યા અને પક્ષ વતી તેના પર નિયંત્રણો પણ મેળવતા રહ્યા.
વર્ષ 2002માં તેમને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો હતો.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકે શાહ
 
શાહ અત્યાર સુધી સરકારી પદથી દૂર રહી સંગઠનને મજબૂત કરવાનું કાર્ય કરતા રહ્યા.  આ પહેલાં પણ તેઓ ગુજરાતનું ગૃહ મંત્રાલય સંભાળી ચૂક્યા છે એટલે તેમને સરકારમાં રહી શાસન કરવાનો અનુભવ છે ખરો.
રાજકીય વિશ્લેષકોના મતે શાહ એક ઉત્તમ મૅનેજર છે. ભાજપના કાર્યકરો સૈનિકોમાં હોય તેવી શિસ્ત દેખાડે છે, તેમાં જ શાહની સંગઠનની કુશળતા વ્યક્ત થાય છે. એકદમ શિસ્તબદ્ધ રીતે કામ કરતાં આ કાર્યકરોને અમિત શાહે જ તાલીમ આપીને તૈયાર કર્યા છે.
 
અમિત શાહનો ભૂતકાળ ઘણો જ ઉતાર-ચઢાવવાળો અને વાદ-વિવાદોથી ભરેલો છે. જ્યારે તેઓ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે તેમના પર ખોટાં ઍન્કાઉન્ટર કરવાનો આરોપ પણ લાગ્યો હતો. આ અંગે વાત કરતા વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ કહે છે, "જ્યારે તેઓ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હતા ત્યારે તેઓ તેમની ખાતામાં લાયકાતને બદલે વફાદાર અધિકારીઓની પસંદગી કરતા હતા.
 
હર્ષદ(દાઢી) પટેલે પાટીદાર મતો મેળવવા માટે મદદ કરી
અમિત શાહના વિશ્વાસુ એવા હર્ષદ(દાઢી) પટેલ રાણીપમાં રહેતા હતા અને પાટીદાર સમાજ સાથે જોડાયા હતા. તેથી 1997ની સરખેજ વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહને મદદ કરવા માટે અને સરખેજના પાટીદાર મતો મેળવવા માટે તેઓ અમિત શાહની સાથે જોડાયા હતા. હાલ હર્ષદ પટેલ ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી છે.
 
અમિત શાહને ઉમેદવારી કરાવવાથી લઈ જીતાવવા સુધીમાં કમલેશ ત્રિપાઠીનો રોલ
અમિત શાહના ચોથા વિશ્વાસુ એવા કમલેશ ત્રિપાઠી કે જેઓ તે વખતે વેજલપુર નગરપાલિકાના પ્રમુખ હતા અને તેઓ પણ અમિત શાહને સંપૂર્ણપણે મદદ કરવા માટે તૈયાર થયા હતા. હાલ એડીસી બેંકની વેબસાઈટ મુજબ, કમલેશ ત્રિપાઠી એડીસી બેંકના ડિરેક્ટર છે. આમ સરખેજ વિધાનસભાની પેટાચૂંટણીમાં અમિત શાહની ઉમેદવારી સામે ભાજપમાં ભારે આંતરિક વિખવાદ હોવા છતાં પણ આ ચારેય યુવા નેતાઓએ શાહને જીતાડવા માટે સંપૂર્ણ મદદ કરી હતી. 
 
ગુજરાતની સૌથી મોટી બેંકના ચેરમેન અમિત શાહની સૌથી નજીક
અમિત શાહના પાંચમાં વિશ્વાસુ અજય પટેલ હાલ ગાંધીનગર લોકસભા ચૂંટણીનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવબેંકના ચેરમેન છે. જ્યારે વર્ષ 6 જૂન 2003થી તેઓ અમદાવાદ ડીસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેનપદે છે. આ ઉપરાંત ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડેરેશનના અને અમદાવાદ જિલ્લાના ખરીદ-વેચાણ સંઘના ડિરેક્ટર છે. તેમજ અમદાવાદ જિલ્લા સહકારી સંઘના પણ ડિરેક્ટર છે. સહકારી બેંકોથી લઈ સહકારી ક્ષેત્રમાં દબદબો ધરાવતા અજય પટેલ કર્ણાવતી ક્લબના ડિરેક્ટર અને રાજપથ ક્લબના કો-ઓપ્ટેડ મેમ્બર છે.
 
પાંચ વિશ્વાસુને એડીસી બેંકથી લઈ એપીએમસી સુધી સત્તામાં ભાગીદાર
ત્યારબાદ અમિત શાહ એકબાદ એક પગથિયાં ચડવા લાગ્યા અને એપીએમસીથી માંડીને ગુજરાત ક્રિકેટ બોર્ડ સુધી પોતાનો કબજો જમાવી શક્યા. આ ઉપરાંત અમિત શાહનો ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક પર પણ કબજો હતો. તેથી પોતાના આ પાંચ વિશ્વાસુને એડીસી બેંકથી લઈ એપીએમસી સુધી સત્તામાં ભાગીદાર બનાવ્યા હતા.
 
શાહ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સાથીદાર તરીકે ઉપસી આવ્યા અને તેમણે સમગ્ર ભાજપની ધુરા પોતાના હાથમાં લઈ લીધી. નરેન્દ્ર મોદીની વ્યક્તિગત લોકપ્રિયતાનો ઉપયોગ કરીને દેશમાં ગમે ત્યાં પક્ષને ચૂંટણીમાં જિતાડી દેવાની કુનેહ તેમણે કેળવી છે.જોકે, રાજકીય સ્પર્ધકો ભાજપને હંમેશાં એ વાત યાદ અપાવતા રહે છે કે અમિત શાહ સામે ફોજદારી ગુના પણ દાખલ થયા હતા.
 
 
1964, 22 ઑક્ટોબર: મુંબઈમાં જન્મ
1978: આરએસએસના તરુણ સ્વંયસેવક બન્યા
1982: એબીવીપી ગુજરાતના મદદનીશ મંત્રી બન્યા
1987: ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા
1989: ભાજપના અમદાવાદ શહેર સંગઠનમાં મંત્રી બન્યા
1995: ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કૉર્પોરેશનના ચૅરમૅન બન્યા
1997: ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા
1998: ગુજરાત ભાજપમાં મંત્રી તરીકે નીમાયા
1999: ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખ બન્યા
2000: અમદાવાદ જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅન બન્યા
2002-2010: ગુજરાત સરકારમાં મંત્રી તરીકે રહ્યા
2006: ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા
2009: સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ એસોસિયેશન અમદાવાદના પ્રમુખ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ બન્યા
2010: સોહરાબુદ્દીન અને કૌસર બી નકલી ઍન્કાઉન્ટર કેસમાં ધરપકડ થઈ
2013: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા
2014: ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા
2014: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા
2016: સોમનાથ મંદિર ટ્રસ્ટના સભ્ય બન્યા
2016: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ફરી એક વાર પસંદગી
2019: કેન્દ્રિય ગૃહ મંત્રી તરીકે નિયુક્તિ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

આગળનો લેખ
Show comments