Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂપાલા સામે ક્ષત્રિયો મેદાનેઃ પરિણામ ભોગવવા તૈયાર રહેજો

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2024 (14:53 IST)
ishu christ


રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ હજુ સમ્યો નથી. જોકે, રૂપાલાએ વીડિયો બનાવી ક્ષત્રિય સમાજની માફી પણ માગી લીધી હતી. પરંતુ આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી છે. આજની બેઠકમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ આ રણનીતિ જાહેર કરવામાં આવશે.

વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રૂપાલાની ટિકીટ રદ થવી જોઈએ. રૂપાલા એકમાત્ર ટાર્ગેટ છે. બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપશે તો અમે તેની સાથે​​​​​​​ અમારી ઈજ્જત પર વાર છે. સમાજ માફ નહીં કરે, અમે 26 બેઠકોમાં ક્ષત્રિય સમાજને ટિકિટની માગ મૂકી હતી. સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. હાલ રાજકોટ સીટ પૂરતી જ વાત છે. આ બેઠકમાં 90 સંસ્થાના આગેવાનો હાજર છે. માફ કરવામાં નહીં આવે.

ટૂંક સમયમાં રાજકોટમાં મહાસંમેલન યોજાશે. ક્ષત્રિય સમાજના આગેવાન વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રૂપાલાના પૂતળાંનું દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાધાન માન્ય નથી, સમાજ અને આગેવાનો જે કરશે તે મુદ્દો ઉઠાવી ટિકિટ રદ થાય તેવા પ્રયાસો કરીશું. પક્ષ સામે વાંધો નથી, વ્યક્તિ સામે વાંધો છે. રૂપાલાનો જ વિરોધ છે, ​​​​​​​તેમના વિરોધમાં મતદાન કરાશે.​​​​​​​ ક્ષત્રિયો તેમની તાકાત બતાવશે. સમગ્ર ગુજરાતમાં 17 ટકા જેટલું ક્ષત્રિય સમાજનું મતદાન છે. રૂપાલાને ઉમેદવાર રાખશો તો પરિણામ બદલવાની અમારી તાકાત છે.પરષોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ આપણા પર દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો પણ કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો કોઈ વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તો તેમના પર થયા હતા. એ સમયે તેઓ તલવાર આગળ નહોતા ઝૂક્યા.’

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

વધુ જુઓ..

નવીનતમ

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

How to clean Sandals:વેડિંગ પાર્ટીમાં પહેરવા માટે ખરીદ્યા છે સેન્ડલ, નવા તરીકે રાખવા આ રીતને અપનાવો

માથામાં વધતી ખંજવાળ ખોડો નહીં પણ ઈન્ફેકશનને કારણે પણ હોઈ શકે, જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

આગળનો લેખ
Show comments