Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કેવી રીતે રોકાઈ ભાજપની હેટ્રીક, કેમ બનાસની બેન બન્યાં કોંગ્રેસના ગેનીબેન

Webdunia
બુધવાર, 5 જૂન 2024 (12:47 IST)
geniben thakore

geniben thakore



ગુજરાતમાં આ વખતે અણધાર્યું પરિણામ આવ્યું છે. રાજ્યમાં ભાજપે ચૂંટણી પહેલા શરૂ કરેલા જબરદસ્ત પ્રચાર વખતે એવું લાગતું હતું કે, આ વખતે ભાજપને હેટ્રિક મળશે અને ભારે લીડથી દરેક ઉમેદવાર જીતી જશે. પરંતુ બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન જીતી જતાં ભાજપની હેટ્રિકનું સપનું ધોવાઈ ગયું છે.

શરૂઆતથી જ કોંગ્રેસ તૂટી ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ત્યાર બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપને એવો કોન્ફિડેન્ટ હતો કે આસાનીથી આ વખતે લોકસભાની નૈયા પાર થઈ જશે પણ આ કોન્ફિડેન્ટ ઓવરકોન્ફિડેન્ટમાં ફેરવાઈ ગયો હતો. બીજી તરફ કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં હતાં અને તેમને પદનો તાજ મળ્યો હતો. ત્યારે ભાજપના કાર્યકરોમાં પણ અસંતોષ ફેલાયો હતો. આટલેથી નહીં અટકતાં ભાજપના નેતાઓ સામે લોકોની નારાજગી અને ક્ષત્રિય આંદોલનના મંડાણને કારણે મતદાન ઓછું થયું અને ભાજપને લીડની ચિંતા સતાવા લાગી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કશું ખોવાનું હતું જ નહીં. એક સીટ પણ મળે તો મોટો તાજ તેમના માથે હતો. પરિણામમાં ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ઓછું અસર કરી ગયું પણ કોંગ્રેસ થોડીક મજબૂત થઈ કારણ કે આ ચૂંટણીમાં વોટશેર વધ્યો.
geniben thakore
ગુજરાતમાં ભાજપે રાખેલા 5 લાખની લીડના ટાર્ગેટને પહોંચી વળવામાં આ વખતે આંખે પાણી આવ્યું છે. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલા ભલે ભારે માર્જિનથી જીત્યા હોય પણ તેમના નિવેદનને કારણે ક્ષત્રિયો નારાજ થયા હતાં અને તેમણે ભાજપ તરફી મતદાન કરવાનું ટાળ્યું હતું. તે ઉપરાંત ક્યાંક કાર્યકરોમાં પણ નારાજગીનો સુર ઉઠ્યો હોવાથી ભાજપની લીડ ઓછી થઈ હોવાનું રાજકિય નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપના કેટલા ઉમેદવારોને પાંચ લાખની લીડ મળી છે તે જોઈએ.

આ વખતે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ 7.68 લાખની લીડથી જીત્યાં છે. બીજી તરફ નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 7.44 લાખની લીડથી જીત્યાં છે. જ્યારે પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ પાંચ લાખની લીડથી જીતી ગયાં છે. તે સિવાય વડોદરા બેઠક પર ભાજપમાં આંતરિક જૂથવાદ ઉભો થયો હતો અને રંજનબેને ચૂંટણી લડવાનો ઈનકાર કરતાં ડો, હેમાંગ જોશીને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. હેમાંગ જોશીને 8.73 લાખ મત મળ્યાં છે અને તેઓ 5.82 લાખની લીડથી જીત્યાં છે. આ સિવાય ભાવનગરથી નિમુબેન બાંભણિયા ચાર લાખ, રાજકોટથી પરશોત્તમ રૂપાલા 4.80 લાખ અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 4.61 લાખ મતની લીડથી જીત્યાં છે.રાજ્યમાં ભાજપમાંથી ચાર લાખથી ઓછી લીડથી જીતનારા ઉમેદવારોની વાત કરીએ તો, અમરેલીથી ભરત સુતારિયા 3.21 લાખ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ 3.57 લાખ, દાહોદથી જસવંત ભાભોર 3.33 લાખ, છોટા ઉદેપુરથી જશવંતસિંહ રાઠવા 3.97 લાખ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 3.80 લાખ મતોથી ચૂંટણી જીત્યાં છે. આ સિવાય પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 29 હજાર, આણંદથી મિતેષ પટેલ 89 હજાર અને ભરૂચથી મનસુખ વસાવા 85 હજાર મતથી ચૂંટણી જીત્યાં છે.

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

Relationship Tips: સગાઈ પછી તમે તો નથી કરી રહ્યા આ ભૂલ જાણો સંબંધને મજબૂત બનાવી રાખવા માટે આ ટિપ્સ

National Postal Worker Day- રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસનુ ઈતિહાસ અને રોચક તથ્ય, પોસ્ટ ઓફિસ ની જાણકારી,

Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર

હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહ્યા છે મોત, જાણો કેવી રીતે તમારા હાર્ટને બનાવશો મજબૂત?

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

Show comments