Webdunia - Bharat's app for daily news and videos

Install App

Third Phase Voting: મતદાન કર્યા પછી બોલ્યા પીએમ મોદી, વોટર આઈડીની તાકત IED થી વધુ

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2019 (11:16 IST)
લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019)ના ત્રીજા ચરણ (Third Phase) નુ મતદાન ચાલુ છે. આ ચરણમાં પીએમ મોદી (PM Modi)એ ગુજરાતના અમદાવાદમાં પોલિંગ બૂથ પર વોટ નાખ્યો. મતદાઅન પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે એક બાજુ આતંકવાદનુ શસ્ત્ર આઈડી હોય છે અને લોકતંત્રનુ શસ્ત્ર વોટર આઈડી હોય છે.  વોટર આઈડીની તાકત આઈઈડી થી પણ અનેક ગણી વધુ છે. વધુમાં વધુ વોટ નાખો. 
 
પીએમ મોદીએ કહ્યુ કે આજે આખા દેશમાં ત્રીજા ચરણનુ મતદાન થઈ રહ્યુ છે. મારુ આ સૌભાગ્ય છે કે મને પણ આજે મારુ કર્તવ્ય નિભાવવાનુ, વોટ આપીને આ મહાન લોકતંત્રના પર્વમાં સક્રિય ભાગીદારી કરવાની તક મળી. 
 
તેમણે કહ્યુ કે જેમ કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્રતાનો આનંદ આવે છે એવી જ રીતે લોકતંત્રના મહાન પર્વમાં મતદાન કરીને એ પવિત્રતાની અનુભૂતિ કરુ છુ. હુ દેશના બધા નાગરિકોને આગ્રહ કરીશ કે આ લોકતંત્રના પર્વમાં હાલ જ્યા જ્યા મતદાન બાકી છે, પૂરા ઉત્સાહ અને ઉમંગથી મતદાન કરો. 
 
વોટ નાખતા પહેલા લીધો માતાનો આશીર્વાદ 
 
પીએમ મોદીએ વોટ નાખતા પહેલા ગાંધીનગરમાં મા સાથે મુલાકાત કરી. તેમણે માતાનો આશીર્વાદ લીધો. આશીર્વાદ સાથે જ પીએમ મોદીની માતાએ તેમને કશુ ખવડાવ્યુ પણ જ્યારબાદ તેમણે પણ માતાને ખવડાવ્યુ.  ન્યૂઝ એજંસીના વીડિયો મુજબ પીએમ મોદીને ખવડાવ્યા પછી તેમની માતાએ તેમને મોઢુ લૂછવા માટે રૂમાલ આપ્યો.  આ ઉપરાંત પીએમના માથા પર હાથ મુકીને તેમને આશીર્વાદ આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતાના પગે પડીને તેમના આશીર્વાદ પણ લીધા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments