Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારને બહુમત, સત્તામાં આવતા જ મોદી લઈ શકે છે આ 7 મોટા નિર્ણય

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (13:13 IST)
જો મોદી સરકાર કેન્દ્રમાં બહુમતી સાથે આવશે તો આશા છે કે, સરકાર ધીમે ધીમે એ નિર્ણયો લેશે જે તેમના એજન્ડામાં છે
* બેનામી સંપત્તિ પર પ્રહાર
*ત્રિપલ તલાક,
* GSTમાં સુધાર
* આતંકવાદ,
* સમાન નાગરિક કાયદા વિશે સખત  નિર્ણય લઈ શકે છે બીજેપી સરકાર

દેશમાં આ સમયે એક્ઝિટ પોલની ચર્ચા થઇ રહી છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાએ અંદાજ લગાવ્યું છે કે નરેન્દ્ર મોદીની વાપસી નક્કી જ નહી પણ મોદીની વાપસી ધમાકેદાર ધમાકા થવાની છે. આવી ધમાકેદાર વાપસી વિશે અનુમાન છે કે 2014ના રેકોર્ડ પણ તોડી શકે છે.
 
ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયાએ એનડીએની સરેરાશ 352 સીટનું અનુમાન લગાવ્યું છે. જે ગત વખતના એનડીએના ફાઇનલ આંકડા 336 કરતાં પણ વધુ છે. તેથી દરેકની નજર હવે 23 મેના પરિણામ પર ટકેલી છે.
 
જો મોદી સરકાર કેન્દ્રમાં એક મોટી તાકાત સાથે વાપસી કરે તો આશા છે કે સરકાર સૌપ્રથમ ધીમે-ધીમે તે નિર્ણય લેશે. જે તેને એજન્ડામાં છે. નિર્ણય નોટબંધી જેવા સખત પણ હોઇ શકે છે. કારણ કે પોતે નરેન્દ્ર મોદીનું કહેવું છે કે દેશ હિતમાં મોટા નિર્ણય લેવામાં તેમણે ક્યારેય પીછે હઠ નથી કરી.
 
બેનામી સંપત્તિ પર પ્રહાર
મોદી સરકાર 2014માં આવતા જ નોટબંધી અને જીએસટી જેવા સખત પગલા લીધાં હતા. જે  સૌ કોઇને ચોંકાવી દીધા હતા. વિપક્ષે આ નિર્ણયોની નિંદાપણ  કરી હતી  પરંતુ મોદી સરકાર પૂરી તાકાત સાથે આગળ વધી. તે સિવાય  નરેન્દ્ર મોદી ઘણીવાર બેનામી સંપત્તિનો ઉલ્લેખ કરી ચુક્યા છે. જો સત્તામાં તેમની સંપૂર્ણ બહુમત સાથે વાપસી થાય તો તે બેનામી સંપત્તિ પર પ્રહાર કરી શકે છે.
 
GSTમાં સુધાર
Goods and Service Tax (GST)ને લઇને અત્યાતે પણ લોકોમાં ગૂંચવણ છે. શરૂઆતમાં જીએસટીને લઇને નાના-મોટા વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યું હતું. ચૂંટણી પહેલાં સરકાર સતત જીએસટી દરોમાં સમીક્ષા કરી લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યા  હવે આશા રાખવામાં આવી રહી છે કે જો મોદી સરકાર સત્તામાં આવતા જ તો પછી જીએસટીમાં મોટો ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે.
 
એક દેશ એક ચૂંટણી પર નિર્ણયની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એજન્ડામાં એક સાથે એક ચૂંટણી એટલે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે થાય તે ઘણા સમયથી થઈ રહ્યો છે. તે આ અંગે રાજ્યો સાથે પણ વાત કરી છે પરંતુ કોઇ નિર્ણય લેવાયો નથી. હવે જો સંપૂર્ણ સત્તા ભાજપના હાથમાં આવશે તો નરેન્દ્ર મોદીનો આ એજન્ડા પૂરો થઇ જશે છે.
 
NRC મુદ્દે આગળ વધશે સરકાર?
પૂર્વોત્તરમાં એનઆરસીનો મુદ્દો આ વખતે ચૂંટણીમાં છવાયેલો રહ્યો. આસામ-અરુણાચલમાં જે પ્રકારે વિરોધ થયો તે છતાં બીજેપી આ મુદ્દે આગળ વધી તેનાથી તે વિપક્ષ પર ભારે પડી છે. બીજેપીએ એનઆરસીને દેશભરમાં લાગુ કરવાનું વચન આપ્યું છે. તેવામાં એક્ઝિટ પોલનું પરિણામ જો સાચુ સાબિત થયું તો નવી કેન્દ્ર સરકાર તેને હકીકતમાં તબદીલ કરી શકે છે.
 
સમાન નાગરિક કાયદો
દરેક નાગરિક માટે એક જ કાયદાનો મુદ્દે બીજેપી ઘણા સમયથી ઉઠાવતી રહી છે. એટલે કે કોઇપણ ધાર્મિક કાયદાના સ્થાને ફક્ત બંધારણીય કાયદો લાગુ થશે. જેના અંતર્ગત દરેક પરિવારમાં બે બાળકો, લગ્ન, સંપત્તિના અધિકાર નિયમિત કરી શકાશે. એક્ઝિટ પોલના પરિણામ સાચા સાબિત થાય તો ભારતીય જનતા પાર્ટી આ તરફ આગળ વધી શકે છે.
 
આતંકવાદ પર વધુ સખત નિર્ણયો
આતંકવાદને લઇને મોદી સરકારનું વલણ સખત છે. 282 બેઠકોના દમ પર જ બીજેપીની સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું. તે પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી એરસ્ટ્રાઇક. એક્ઝિટ પોલ અનુસાર જો બીજેપી ફરીથી સત્તા પર આવે તો પાકિસ્તાન વિરુદ્ધ સખત નિર્ણયો લેવા પર વધુ ભાર મુકી શકે છે.
 
ત્રિપલ તલાક પર મોટો નિર્ણય
મુસ્લિમ મહિલાઓને હક અપાવવાની વાત પર બીજેપીએ સંસદમાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યુ. જેમાં પોતાની પત્નીઓને ત્રિપલ તલાક આપનાર મુસ્લિમ પુરુષો વિરુદ્ધ એક્શન લેવાની વાત કરવામાં આવી છે. બીજેપી આ બિલને લોકસભા-રાજ્યસભામાં લાવી ચુકી છે. પરંતુ વિપક્ષે દર વખતે અડચણ ઉભી કરી છે. જો બીજેપી સત્તામાં વાપસી કરે તો મુસ્લિમ મહિલાઓના હિતમાં નિર્ણય લેવાઇ શકે છે.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments