Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના શહેનશાહ અમિત શાહનો રોડ શો, જાણો રગેરગની મેરેથોન માહિતી

Webdunia
શનિવાર, 30 માર્ચ 2019 (12:40 IST)
લોકસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવાના છે. તેઓ તેમના થલતેજના નિવાસથી નારણપુરા ખાતે સરદાર પટેલના બાવલા ખાતે પહોંચ્યા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં સભા યોજી હતી. જેમાં NDA નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી શાહ રોડ શો કર્યા બાદ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભરવા રવાના થયા હતા. સરદાર પટેલના બાવલાથી શરૂ થનારા રોડ શોના રૂટ પર 24 જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કરશે. રૂટ પર 25 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 4 કિમીના 3 કલાક ચાલનારા રોડ શો દરમિયાન અમિત શાહે પોતાનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે . તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર છે.

લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર સીટ પર વિક્રમજનક લીડથી જીતાડવાની ખાતરી આપી હતી અને દેશ ચિંતા કરવા કહ્યું હતું એનડીએની મોદી પછી ક્રેડિટ અમિત શાહને તેઓ ગ્રાસ રૂટ લીડર છે. મોદીએ પાંચ વર્ષમાં દેશની સેવા કરી છે, દેશનું નામ શક્તિઓમાં નામ કર્યું છે. અમારા મતભેદ હતા પરંતુ સાથે બેઠા પછી કોઈ મતભેદ નથી રહ્યા. વિવાદો પુરા થઈ ગયા. અમારી વિચારધારા એક છે. હિન્દુત્વ શ્વાસ છે. દિલ મિલે ન મિલે હાથ ભલે ન મળે. અમારા દિલ મળી ગયા છે. પ્રધાનમંત્રી કોણ હશે તેમ કહેતા. ચૂંટણી આવે તો માહોલ ગરમ થાય છે. માહોલ અમારો જ છે. ભગવો ભગવો.

અમિત શાહ જંગી બહુમતીથી જીતશે, અહીંથી લાલકૃષ્ણ અડવાણી જીતતા આવ્યા હતા. અમિત શાહ માટે હું અમદાવાદ આવ્યો છું. મોદી સરકાર ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું. ભારત ટોપ 3 દેશોમાં આવી જશે. વડાપ્રધાનને વિરોધીઓ ગાળો આપે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અપશબ્દો બોલે છે. રાહુલ કહે છે ચોકીદાર ચોર છે. પરંતુ અમે કહીએ છીએ ચોકીદાર ચોર નહીં પ્યોર છે. મોદીનું પીએમ બનવાનું શ્યોર છે.
મોદીજી સુધી નોર્થઈસ્ટમાં અવાજ જવો જોઈએ. તમામ સાથી પક્ષોનું સ્વાગત છે. 1982ના દિવસો યાદ આવ્યા છે. બૂથ પર પોસ્ટર લગાવતા આજે ભાજપે મને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો. મારા જીવનમાંથી ભાજપને કાઢી દો તો શૂન્ય રહે. લાલ કૃષ્ણ અડવાણી જ્યાંથી સાંસદ રહ્યાથી મને ભાજપે ઉમેદવાર બનાવ્યો. ચૂંટણી એક જ મુદ્દે લડાશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે. અરૂણાચલથી કન્યાકુમારી સુધી એક જ અવાજ આવે મોદી મોદી. ફરી એકવાર મોદીની સરકાર બનશે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પ્રમુખ પ્રકાશસિંઘ બાદલ, શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ શાહના નામાંકનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.
શાહના શક્તિ પ્રદર્શનમાં વચ્ચે સરદાર પટેલના બાવલા પાસે 100 મીટરમાં તમામ દુકાનો, શોપિંગ કોમ્પલેક્સ અને બે હોસ્પિટલને પણ અસર થઈ હતી. જ્યારે 100 મીટર વિસ્તારમાં એક પણ વાહનના આવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જ્યારે ઉસ્માનપુરા અંડરબ્રિજને પણ બંધ રખાયો છે. રોડ શોને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જેમાં 1100 થી વધુ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓનો કાફલો રહેશે. પોલીસ બંદોબસ્ત મા 01 આઈજી,03 ડીસીપી,07 એસીપી,19 પીઆઇ ,120 પીએસઆઈ,1100 પોલીસ કર્મચારીઆ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ , અમદાવાદ એસઓજી , અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પન રહેશે કડક સુરક્ષા આપશે જેથી કરી ને કોઈપણ પ્રકારનો અટકચાળો કે અગમ્ય પરિસ્થિતિનું નિર્માણ ના થાય ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ઉમેદવારપત્ર ભરવા જઈ રહ્યાં છે. ત્યારે જે પાટીદાર સમાજ શાહનો વિરોધ કરી રહ્યાં હતા તેવા સૌથી વધુ પાટીદાર મતદારો ધરાવતી ઘાટલોડિયા વિધાનસભામાંથી પાટીદાર મતદારો અમિત શાહના રોડ શોમાં જોડાયા છે. આ જ પાટીદાર સમાજ અનામત આંદોલન દરમિયાન અમિત શાહને જનરલ ડાયર કહીને સંબોધતા હતા. આજે અમિત શાહ ઉમેદવારીપત્ર ભરવા શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે 73 બસો ભરીને પાટીદારો સભામાં આવી પહોંચ્યા છે.ઘાટલોડિયા વિધાનસભામાં કુલ 3 લાખ મતદારોમાંથી 60 હજાર પાટીદાર મતદારો છે. આ પાટીદાર મતદારો આજે અમિત શાહની રેલીમાં જોડાયા છે. ઘાટલો઼ડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ વિસ્તારમાંથી કુલ 73 બસમાં પાટીદાર મતદારો શાહની રેલીમાં પહોંચ્યા છે.  

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. આ પહેલા ભાજપે જાહેરાત કરી હતી કે અમિત શાહના રોડ શોમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના ઉમેદવારો પણ હાજર રહેશે. જેને પગલે શુક્રવારે જ બાકીના 7 ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા. પરંતુ શાહનો રોડ શરૂ થઈ ગયો છે પણ બાકીના 7 ઉમેદવારનું કોઈ ઠેકાણું નથી. એક તરફ ભાજપે રાજ્યની તમામ બેઠકો પર અસર ઉભી કરવા અમિત શાહને ગાંધીનગરથી ઉમેદવાર બનાવ્યા છે તો બીજી તરફ 7 ઉમેદવારો પર હજુ કોઈ નિર્ણય પણ લઈ શક્યા નથી. આ અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તમામ ઉમેદવારોને સાથે રાખવાનું નક્કી કર્યુ હતુ. હવે તેમાં ફેરફાર કર્યો છે. અમિતભાઈની સાથે અન્ય બેઠકો ઉપર શનિવારે ભાજપના ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરશે. જ્યાં ઉમેદવારો જાહેર નથી, થયા ત્યાં ટૂંક સમયમાં દિલ્હીથી નામની જાહેરાત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments