Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 મે બાદ ગુજરાત સરકારમાં થશે મોટા ફેરફાર, આ મંત્રીઓના કપાઈ શકે છે પત્તાં

Webdunia
ગુરુવાર, 2 મે 2019 (15:05 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. વિધાનસભા કરતાં લોકસભામાં ભાજપ ગુજરાતમાં પોતાનો દબદબો જાળવવામાં સફળ રહ્યું ન હોવાનો રિપોર્ટ ગયો છે. ગાંધીનગરમાં છેલ્લાં દિવસ સુધી અમિત શાહે જાતે દોડાદોડી કરવી પડી હતી એ રંજ તેઓ ભૂલે તેવી સંભાવના ઓછી છે. ગાંધીનગરની બેઠકની સ્થિતિ જોઈ ભાજપ આકરા મૂડમાં છે પણ ચૂંટણીના પરિણામની રાહ જોવાઈ રહી છે. લોકસભાના પરિણામો બાદ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ફેરફારો કરવાનું મન ભાજપ હાઇકમાન્ડે બનાવી લીધું છે. આ સાથે કેટલાક મંત્રીઓના પત્તાં પણ કપાય તેવી સંભાવના છે. જે મંત્રીના વિસ્તારમાં ભાજપ હારશે અે મંત્રીનું કદ આપોઆપ ઘટાડી દેવાશે. જોકે, રાજકીય વિશ્લેષકો આ બાબતને ગપગોળા ગણાવી રહ્યાં છે. જ્યાં સુધી દિલ્હીમાં મોદી સરકારની કેબિનેટ ન બને ત્યાં સુધી ગુજરાતમાં કોઈ પણ જાતના ફેરફાર થાય તેવી સંભાવના ઘણી જ ઓછી છે. સરકાર પર પ્રેશર હોવા છતાં પણ મોદી અને અમિત શાહ હાલમાં ગુજરાત નહીં દિલ્હી માટે દોડાદોડી કરી રહ્યાં છે. સરકારમાં ફેરફાર થાય તો પણ હજુ 6 મહિનાનો સમય લાગશે. હાલમાં ભાજપમાંથી જ આ બાબતોને હવા અપાઈ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જોકે, જો અને તો ની સ્થિતિનો સ્પષ્ટ ખુલાસો રિઝલ્ટ બાદ થઈ જશે. લોકસભામાં ભાજપને બહુમતી મળવામાં સમસ્યા આવી તો ગુજરાત ભાજપમાં ફેરફાર થઇ શકે છે પણ હાલમાં આ પ્રકારની કોઈ સ્થિતિ શક્ય નથી. ભાજપમાં મંત્રીપદની લાલસા ધરાવતા નેતાઓ આ પ્રકારની મીડિયામાં હવા ચલાવી પોતાનું રાજકીય કદ વધારવાની સાથે નડતાં નેતાઓની બાદબાકી કરવાની મોડસ ઓપરેન્ડી ચલાવી રહ્યાં છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાઃ ચૂડાસમા જ્યાંથી ચૂંટણી જીત્યા તે ધોળકા બેઠકની મતગણતરીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કોર્ટનો આદેશ ચૂડાસમાની અપેક્ષાથી વિપરિત આવે તો રાજીનામું આપવું પડે. આ સ્થિતિ વચ્ચે ભાજપ પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ
દિલીપ ઠાકોરઃ પાટણ બેઠક પરથી પાર્ટીના આગ્રહ છતાં લોકસભાની ચૂંટણી લડવા નનૈયો ભણનારા દિલીપ ઠાકોરની એક્ઝિટ લગભગ પાક્કી મનાઇ રહી છે. ઠાકોર સમાજમાં ઘટતો દબદબો કારણ બની શકી છે. દિલીપ ઠાકોરનું ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ઘટ્યું હોવાનું આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે.
પરબત પટેલઃ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાથી પટેલ જીતી જ જશે તેવો વિશ્વાસ ભાજપને છે. આવાં સંજોગોમાં તેમણે મંત્રીપદ જતું કરી રાજીનામું આપવું જ રહ્યું. આ બેઠક પર શંકર ચૌધરીને સ્થાન મળે તેવી સંભાવના છે.
પરસોત્તમ સોલંકીઃ ભાજપ પાસે હવે કુંવરજી બાવળિયાનો મજબૂત વિકલ્પ મળી જતાં લગભગ નિષ્ક્રિય રહેતા પરસોત્તમ સોલંકીને હવે ભાજપ પડતાં મૂકશે. ભાજપ હવે કોળીના નામે કોઈ પણ બ્લેકમેઇલિંગ સહન કરવાના મૂડમાં નથી. બાવળિયાએ આ ચૂંટણીમાં કોળી સમાજના સર્વ સામાન્ય નેતા હોવાનું સાબિત કરી દીધું છે.
વાસણ આહિરઃ કચ્છના આ નેતાનું નામ કથિત રીતે મહિલા સાથેના સંબંધોમાં ઉછળતાં ભાજપે કે સરકારે અત્યાર સુધી મૌન સાધી રાખ્યું છે. પરંતુ આગામી મંત્રીમંડળના બદલાવ દરમિયાન પડતા મુકાવાની વકી છે. કારણ કે ભાજપ બદનામીનો કોઈ ડાગ સંગઠન પર કે સરકાર પર પડવા માગતી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments