Dharma Sangrah

ઓછુ બોલો પણ યોગ્ય બોલો

Webdunia
બુધવાર, 10 નવેમ્બર 2021 (16:01 IST)
પ્રકૃતિએ આપણને કાન તો બે આપ્યા છે પરંતુ જીભ એક જ આપી છે જે તે વાતનો સંકેત કરે છે કે આપણે વધારે સાંભળવું જોઈએ અને ઓછુ બોલવું જોઈએ. જેવી રીતે જે ઓછુ પણ સારૂ ખાવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બુદ્ધિમાનીનું કામ છે તે જ રીતે જો તમે કોઈને સાર ન કહી શકતાં હોય તો તમારે કોઈને ખરાબ કહેવાનો પણ અધિકાર નથી. આમ પણ વધારે ખાવુ અને વધારે બોલવું તે મૂર્ખતાની નિશાની છે.
 
સમજી વિચારીને ન બોલનાર અને વધારે પડતો બકવાસ કરનાર, યોગ્ય વિચાર કર્યા વિના બોલનાર, જે વિષયનું જ્ઞાન ન હોય તે વિષય પ્રત્યે પણ બોલનાર, ખોટુ બોલનાર ખાસ કરીને લજ્જાને પાત્ર હોય છે. એટલા માટે મનુષ્યને સમજી વિચારીને બોલવું જોઈએ અને જેટલી આવશ્યકતા હોય તેટલુ જ બોલવું જોઈએ.
 
જેવી રીતે કે કોયલ અને કાગડો બંને દેખાવે તો એક જ હોય છે પરંતુ જ્યાર સુધી બોલે નહિ ત્યાર સુધી કંઈ ખબર નથી પડતી કે કોયલ છે કે કાગડો. એટલે કે જ્યાર સુધી કોઈ વાતચીત ન કરે બોલે નહિ ત્યાર સુધી તે વ્યક્તિમાં સારા ગુણ છે કે ખરાબ તેની કંઈ સમજ પડતી નથી. ક્યાંય ક્યાંય એવા માણસો પણ હોય છે કે જે ક્યારેય બોલતા નથી અને બોલે પણ છે તો સમજી વિચારીને. આવા સ્વભાવવાળા માણસોને લજ્જીત નથી થવું પડતું અને પછતાવું પણ નથી પડતું. એટલા માટે ઓછુ અને સારૂ બોલવું જ યોગ્ય છે. તેને માટે એક સત્ય એક લઘુવાર્તાના રૂપે નીચે આપેલ છે.
 
એક ઉચ્ચ શિક્ષિત પરિવારનો યુવક ખુબ જ ઓછુ બોલતો હતો અને સવારે પણ ચુપ જ રહેતો હતો. કોઈએ તેને પુછ્યું કે તુ ચુપ કેમ રહે છે તો તેણે જવાબ આપ્યો કે ખોટુ અને ખરાબ બોલવા કરતાં ન બોલવુ સારૂ. આપણે જે કઈ બોલીએ છીએ તે હંમેશ માટે વ્યોમમાં અંકિત થઈ જાય છે. કાગડાની જેમ કા કા કરતાં તો ચુપ રહેવું સારૂ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હીમાં આજે AI સમિટ શરૂ, PM મોદી સાંજે 5 વાગ્યે મેગા એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે

IND vs PAK: ભારતીય ટીમની જીતમાં બન્યો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, ફક્ત 9 બોલ અને પાકિસ્તાને કર્યું સરન્ડર

પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું , જાણીને તમને ખુશી થશે

IND vs PAK: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે સુપર-8 માં એન્ટ્રી, T20 વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

વધુ જુઓ..

ધર્મ

આજે કે કાલે, ફાગણ અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

આગળનો લેખ
Show comments