Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akbar Birbal Story : બાદશાહનો પોપટ

Webdunia
એક વ્યક્તિને પોપટમાં ખુબ જ રસ હતો. તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો. એક દિવસ તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો. તેણે તે પોપટને સારી સારી વાતો શીખવાડી અને બધી જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો. દરબારમાં જઈને તેણે તે પોપટને પુછ્યું કે- બોલ આ કોનો દરબાર છે? પોપટે જવાબ આપ્યો- આ જહાઁપના અકબરનો દરબાર છે. સાંભળીને અકબર ખુબ જ ખુશ થયાં. તેમણે તે વ્યક્તિને કહ્યું કે, મારે આ પોપટ જોઈએ છે બોલ તેની શું કિંમત છે? તે વ્યક્તિ બોલ્યો -બાદશાહ બધુ તમારૂ જ છે તેથી તમે જે આપશો તે મને મંજુર હશે. અકબરને તે વ્યક્તિનો જવાબ ગમ્યો અને તેમણે તેને સારી કિંમત આપીને પોપટ ખરીદી લીધો.

અકબરે પોપટને રહેવાની સારી એવી વ્યવસ્થા કરાવડાવી. તેમણે તે પોપટને ખાસ સુરક્ષા વચ્ચે રાખ્યો અને રખેવાળોને સુચના આપી દિધી કે આ પોપટને કંઈ પણ ન થવું જોઈએ. જો કોઈએ પણ મને આ પોપટના મરવાના સમાચાર આપ્યાં તો તેને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે. હવે તે પોપટની ખાસ સંભાળ રખાઈ રહી હતી. પરંતુ થોડાક જ દિવસોમાં તે પોપટ મૃત્યું પામ્યો. હવે તેની સુચના મહારાજને કોણ આપે?

રખેવાળ ખુબ જ હેરાન હતાં. ત્યારે તેમાંથી એક જણે કહ્યું કે બીરબલ આપણી મદદ કરી શકે છે. બધાએ બીરબલ પાસે જઈને મદદ કરવા કહ્યું.

બીરબલે એક ક્ષણ વિચારીને કહ્યું- ઠીક છે તમે બધા જાવ મહારાજને સુચના હું આપી દઈશ. બીરબલ બીજા દિવસે દરબારમાં પહોચ્યો અને મહારાજને કહ્યું- મહારાજ તમારો પોપટ... અકબરે પુછ્યું- હા શું થયું મારા પોપટને? બીરબલે ફરીથી ડરતાં ડરતાં કહ્યું- મહારાજ તમારો પોપટ, હા હા બોલ બીરબલ શું થયું મારા પોપટને? મહારાજ તમારો પોપટ- બીરબલે કહ્યું. અરે ભગવાન માટે કંઈક તો કહે મને કે શું થયું મારા પોપટને?-અકબરે ચીડતાં કહ્યું.

જહાઁપના તમારો પોપટ કંઈ ખાતો નથી, પીતો નથી, કંઈ બોલતો નથી, પાંખો પણ નથી ફડફડાવતો અને આંખો પણ નથી ખોલતો..., રાજાએ ગુસ્સામાં આવીને કહ્યું- અરે સીધું સીધુ કહી દે ને કે તે મરી ગયો. બીરબલ તરત જ બોલ્યો- હુજુર, મે મૃત્યુંના સમાચાર નથી આપ્યાં પરંતુ આવું તો તમે જ કહ્યું છે, તેથી મને માફ કરી દેવામાં આવે અને મહારાજ નિરૂત્તર થઈ ગયાં.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Pet Care: ખાવા-પીવાથી લઈને ચાલવા સુધી, 6 ટિપ્સ તમારા પાલતુ પ્રાણીઓને કાળઝાળ ગરમીથી બચાવશે.

Election Day/Voting Quotes - મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Hair Serum - આ ત્રણ રીતે ઘરે જ બનાવો એન્ટી-ફ્રીઝ હેર સીરમ

Farali Recipe - દૂધપાક બનાવવાની રીત

Navratri Prasad Recipe 2024: આજે મા ચંદ્રઘંટાનો દિવસ છે, પ્રસાદ તરીકે માતાજી ને શિંગોડાના લોટના લાડુ ચઢાવો.

આગળનો લેખ
Show comments