Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

Webdunia
શુક્રવાર, 28 માર્ચ 2025 (12:26 IST)
Surya Grahan 2025: વર્ષ 2025નુ પહેલુ સૂર્ય ગ્રહણ 29 માર્ચના રોજ શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં લાગશે.  જ્યોતિષિય દ્રષ્ટિથી આ સૂર્યગ્રહણ અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે શનિના નક્ષત્રમાં લાગનારુ સૂર્ય ગ્રહણ ખૂબ ઉંડુ અને દીર્ઘકાલિક પ્રભાવ નાખી શકે છે. શનિનો નક્ષત્ર વિશેષ રૂપથી સંઘર્ષ સ્થિરતા અને દીર્ઘકાલિક પરિણામોનુ પ્રતિક માનવામાં આવે છે.  જ્યારે કે સૂર્ય આત્મવિશ્વાસ, શક્તિ અને જીવનની દિશાને નિયંત્રિત કરે છે.  આ ગ્રહણનો પ્રભાવ વ્યક્તિગત જીવન, નાણાકીય સ્થિતિ, રાજનીતિ અને વૈશ્વિક ઘટનાઓ પર પડી શકે છે. જાણો દેશ અને દુનિયા પર શુ થશે તેની અસર.  
 
વ્યક્તિગત જીવન પર અસર 
સૂર્ય ગ્રહણ 29 માર્ચના રોજ બપોરે 2 વાગીને 20 મિનિટ (ભારતના સમય મુજબ) થી લાગશે અને લગભગ 2 કલાક સુધી રહેશે. આ ગ્રહણ વ્યક્તિને પોતાના જીવનમાં ઘૈર્ય રાખવાનો પડકાર આપી શકે છે. શનિના નક્ષત્રમાં હોવાને કારણે આ સંઘર્ષ અને મુશ્કેલીઓનો સમય રહી શકે છે. જો કે આ આત્મનિર્ભરતા, અનુશાસન અને સ્થિરતાને વધારવા માટેનો પણ સમય છે.  શનિનો પ્રભાવ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર દબાવ નાખી શકે છે.  માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગ કરવો લાભકારી રહેશે. 
 
આર્થિક સ્થિતિ અને વેપાર પર અસર
શનિનો પ્રભાવ નાણાકીય મામલામાં અસ્થિરતા અને સંકટ લાવી શકે છે. આ સમય રોકાણ, વેપાર કે આર્થિક  જોખમો વિશે સાવધાનીથી નિર્ણય લેવાનો છે. અચાનક નાણાકીય ઉતાર-ચઢાવ થઈ શકે છે. તેથી જોખમથી બચવુ જરૂરી છે.  આ ગ્રહણ દીર્ઘકાલિક રોકાણ કે યોજનાઓ માટે સારુ હોઈ શકે છે. શનિનો પ્રભાવ સ્થિરતાના સંકેત આપે છે અને જે લોકો લાંબાગાળા માટે રોકાણની યોજના બનાવે છે તેમને લાભ મળી શકે છે.  
 
રાજનીતિ અને સરકાર પર અસર
ગ્રહણનો રાજનીતિક નિર્ણયો અને સરકારી નીતિઓ પર પ્રભાવ પડી શકે છે. આ સમય સરકાર માટે મહત્વપૂર્ણ નીતિગત ફેરફાર કે નવા પગલા ઉઠાવવાનો હોઈ શકે છે. શનિનો પ્રભાવ શાસન અને કડક મહેનતની દિશામાં છે. જે માટે સખત મહેનત અને સરકારી નિર્ણયોમાં સુધારની જરૂર હોઈ શકે છે.  શનિનો પ્રભાવ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તનાવ વધારી શકે છે. વૈશ્વિક સંઘર્ષ, વિવાદ અને રાજનીતિક અસંતોષ વધી શકે છે.  આ સમય દેશ માટે પોતાના સંબંધો સુધારવા અને વિવાદોથી બચવાનો હોઈ શકે છે.  
 
દુનિયા પર અસર 
ગ્રહણનો સમય પૃથ્વી પર પ્રાકૃતિક વિપદાઓની શક્યતા વધી શકે છે. જેવા કે ભૂકંપ, પૂર, દુકાળ કે વાવાઝોડુ. ખાસ કરીને એ ક્ષેત્રોમાં જ્યા હવામાનની સ્થિતિ પહેલાથી જ નાજુક છે. આ વિપદાઓનો ખતરો વધી શકે છે. આ સાથે જ હિન્દુ નવવર્ષનો રાજા આ વર્ષે સૂર્ય છે અને 30 માર્ચના રોજ નવવર્ષ શરૂ થતા પહેલા સૂર્ય ગ્રહણ લાગવુ સારુ નહી માનવામાં આવે.  આ કારણે વિપદાઓ સાથે જ સામાન્ય જન જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ શકે છે.  શનિના નક્ષત્રમાં સૂર્ય ગ્રહણ લાગવાને કારણે સત્તા અને જનતા વચ્ચે સંઘર્ષ વધશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે

23 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Shani Gochar 2025: 29 માર્ચનાં રોજ શનિ કરશે મીન રાશિમાં ગોચર, આ રાશિઓની શરૂ થશે શનિ સાઢે સાતી

આગળનો લેખ
Show comments