Webdunia - Bharat's app for daily news and videos

Install App

Good Luck Sign: કેટલુ બળવાન છે તમારુ ભાગ્ય ? આ 2 સરળ રીતે જાણી લો

Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (13:12 IST)
Good Luck Sign: હિન્દુ ધર્મ ગ્રંથોમાં એ શક્તિ છે જે માનવની વિચારોથી ઉપર છે.  શાસ્ત્રોમાં એ વાતો લખી છે જેની આજે કળયુગના સમયમાં આપણે કલ્પના પણ કરી શકતા નથી. હાલ અમે ખૂબ રોચક વિષય તમારે માટે લઈને આવ્યા છીએ. અમે મોટેભાગે સાંભળ્યુ છે કે લોકો કહે છે જુઓ તેનુ ભાગ્ય કેટલો સાથ આપી રહ્યુ છે. અહી સુધી કે આપણે એ પણ સાંભળ્યુ હસ્ન્હે કે જ્યારે કિસ્મત ફુટી હોય તો તેમા કોઈનુ શુ ભલુ થઈ શકે છે. તો તમે આજના આ અમારા લેખ વિશે સમજી ગયા હશો. 
 
આજે અમે જીવનનુ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ભાગ્યની ઉપર વાત કરી રહ્યા છીએ. જી હા જ્યા સુધી વ્યક્તિનુ ભાગ્ય સાથ નથી આપતુ કેટલી પણ મહેનત કરી લો તેના હાથમાં સફળતા આવતી નથી. શાસ્ત્રોમાં ભાગ્યને લઈને અનેક વાતો બતાવવામાં આવી છે પણ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે જીવનમાં ભાગ્યની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે. છેવટે કેવી રીતે જાણ થશે જાણ થશે કે ભાગ્ય બુલંદ છે કે નહી. તેને ઓળખવાની બે રીત છે જેના વિશે અમે તમને બતાવી રહ્યા છીએ. 
 
જ્યોતિષ વેદોનુ છઠ્ઠુ અંગ 
વેદોના જો છઠ્ઠા અંગ જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો મનુષ્યની જન્મપત્રિકાથી તેનુ ભાગ્ય ઓળખી શકાય છે. 
 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીનું નવમું ઘર આપણા ભાગ્ય સાથે સંબંધિત છે. નવમા ઘરના રાશિ સ્વામીની સ્થિતિ જોઈને આપણે જાણી શકીએ છીએ કે આપણે ભાગ્યશાળી હોઈશું કે નહીં. ગ્રહોની અસર સમગ્ર પૃથ્વી પર છે, મનુષ્યથી લઈને જંગમ અને સ્થાવર સુધી. જો લગ્નની કુંડળીમાં નવમા ઘરનો સ્વામી મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ ચમકે છે.
 
કુંડળી અનુસાર ભાગ્ય જાણવાની પ્રથમ રીત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં નવમા સ્થાનથી ભાગ્ય જોવા મળે છે. જો નવમા ઘરની રાશિનો સ્વામી પોતાના ઘરમાંથી છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં ન બેઠો હોય અને તે પણ ચઢાઈથી છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં ન બેઠો હોય તો વ્યક્તિનું ભાગ્ય સારું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં નવમા ઘરનો સ્વામી પોતાના ઘરમાં બેઠો હોય, અનુકૂળ રાશિમાં હોય અથવા ઉન્નત હોય તો આવા વ્યક્તિનું ભાગ્ય ખૂબ જ બળવાન હોય છે.
 
જો નવમા ઘરનો રાશિ સ્વામી મજબૂત સ્થિતિમાં હોય. મતલબ કે જો તે સારા ભાગમાં હોય તો સારા નસીબ મળવાની શક્યતાઓ વધી જાય છે. કોઈપણ રાશિનો સ્વામી નવમા ઘરનો સ્વામી હોય, જ્યારે તેની મહાદશા અથવા અંતર્દશા આવે છે, તો જ્યોતિષીય સૂત્ર મુજબ, તે ભાગ્યશાળી હશે તે નિશ્ચિત છે કારણ કે વાસ્તવમાં ગ્રહો તેમના વાસ્તવિક પરિણામો મહાદશા અને અંતર્દશામાં જ આપે છે.
 
જે વ્યક્તિની રાશિ નવમા ઘરના સ્વામીની સ્થિતિ સારી હોય તેને જીવનભર ઐશ્વર્ય, સમાજમાં નામ-પ્રસિદ્ધિ અને અપાર સંપત્તિ મળે છે.
 
ભાગ્યને ઓળખવાની બીજી રીત છે હસ્તરેખાશાસ્ત્ર  
સામુદ્રિક શાસ્ત્રની એક શાખા હસ્તરેખાનું વિશ્લેષણ છે. જો તમે જાણવા માગો છો કે તમારું નસીબ તમારી સાથે છે કે નહીં, તો તમારી હથેળી પરની રેખાઓ તમને આ વાત સરળતાથી કહી શકે છે. હથેળીમાં કાંડામાંથી નીકળીને શનિ પર્વત તરફ જતી સીધી રેખા આપણા જીવનનું ભાગ્ય જણાવે છે. કાંડા એ હથેળીનો તે ભાગ છે જ્યાં કાંડા હોય છે. ત્યાથી નીકળીને જે સીધી રેખા મધ્યમા આંગળી તરફ જાય છે તે ભાગ્ય રેખા કહેવાય છે.  આ રેખા જેટલી સ્વચ્છ દેખાય છે માનવામાં આવે છે કે એટલુ જ એ વ્યક્તિનુ બ હાગ્ય બુલંદ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ જેના હાથમાં આ રેખા હોય છે તે ચોક્કસ પોતાના જીવનમાં સફળતાની સીઢીઓ ચઢે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

11 નવેમ્બરનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

સાપ્તાહિક રાશિફળ- 11 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી આ રાશિઓને મળશે લાભ

10 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓના જાતકો પર થશે સૂર્યદેવની વિશેષ કૃપા

ભાગ્ય રેખા પર આવુ નિશાન ચેક કરો, દેખાય જાય તો તમે સાચે જ બનશો ધનવાન

9 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને મળશે શનિદેવનો આશિર્વાદ

આગળનો લેખ
Show comments